________________
શ્રમણી કથા
૩૫૯
જાય તો તે પણ એક મહા આશ્ચર્ય ગણાય.
- બીજું કદાચ જો હું આ માટે આલોચના કરીશ તો લોકો આ પ્રમાણે ચિંતવશે કે અમુકની પુત્રીએ મનથી આવા પ્રકારનો અશુભ અધ્યવસાય કર્યો. તે કારણથી હું તેવો પ્રયોગ કરીને બીજાએ આવો વિચાર કર્યો હોય તેને કેટલું પ્રાયશ્ચિત્ત આવે ? એમ પારકાના બહાનાથી આલોચના કરીશ. જેથી મેં આ પ્રમાણે ચિંતવ્યું છે તેમ બીજા કોઈ ન જાણે. ભગવંત આ દોષનું જે પ્રાયશ્ચિત્ત આપશે, તે ઘોર, અતિનિષ્ફર હશે, તો પણ તેમણે કહેલું સાંભળીને તેટલું તપ કરીશ.
જ્યાં સુધી ત્રિવિધ–ત્રિવિધે શલ્યરહિતપણે પણ તેવા પ્રકારનું સુંદર શીલ અને ચારિત્રપાલન કરવામાં ન આવે ત્યાં સુધી પાપોનો ક્ષય થતો નથી.
ત્યારપછી તે લક્ષ્મણ સાધ્વી પારકાના બહાનાથી આલોચના ગ્રહણ કરીને તપસ્યા કરવા લાગ્યા. પ્રાયશ્ચિત્ત નિમિત્તે ૫૦ વર્ષ સુધી તપ કર્યો. તેમાં છઠ–અઠમ ચાર ઉપવાસ પાંચ ઉપવાસ કરીને ૧૦ વર્ષ પસાર કર્યા. પારણામાં પોતાના માટે ન કરેલા હોય, કરાવેલા ન હોય, કોઈએ સાધુનો સંકલ્પ કરીને ભોજન તૈયાર કર્યા ન હોય, ભોજન કરતા ગૃહસ્થોને ઘરે વધેલી હોય તેવા પ્રકારનો આહાર ભિક્ષામાં મળે તેનાથી પારણું કર્યું. બે વર્ષ સુધી ઉપવાસ, પછી બે વર્ષ સુધી મુંજેલા ચણા જ આહારમાં વાપર્યો, ૧૬ વર્ષ લગાતાર તેણીએ માસક્ષમણ તપ કર્યા. ૨૦ વર્ષ સુધી આયંબિલની તપશ્ચર્યા કરી. આ રીતે તેણીએ ૫૦ વર્ષ સુધી તપ કર્યો.
આ તપ દરમ્યાન કોઈ દિવસ આવશ્યક ક્રિયાઓ છોડી નથી. પ્રાયશ્ચિત્ત નિમિત્તે દીનતા વગરના મનથી આ સર્વ તપશ્ચર્યા કરતી હતી. હે ગૌતમ ! ત્યારે તેણી ચિંતવવા લાગી કે પ્રાયશ્ચિત્તમાં જે મેં તપ કર્યું, તેનાથી મારા હૃદયનું પાપશલ્ય શું ગયું નહીં હોય? કે જે મનથી તે સમયે વિચાર્યું હતું. બીજી રીતે પ્રાયશ્ચિત્ત તો મેં ગ્રહણ કર્યું છે. બીજી રીતે મેં કર્યું છે, તો શું તે આચરેલું ન ગણાય ? એમ ચિંતવતી તે મૃત્યુ પામી. ૦ લક્ષ્મણા આર્યાનો ખંડોષ્ઠાનો ભવ :
ઉગ્ર કષ્ટ પમાય તેવું ઘોર દુષ્કર તપ કરીને તે લક્ષ્મણા સાધ્વી સ્વચ્છેદ પ્રાયશ્ચિત્તપણાના કારણે ક્લેશયુક્ત પરિણામના દોષથી (લક્ષ્મણા આર્યા કાળ કરીને) વેશ્યાના ઘરે કુત્સિત કાર્ય કરનારી હલકી ચાકરડીપણે ઉત્પન્ન થઈ. તેનું ખંડોષ્ઠા એવું નામ પાડ્યું. તે ઘણું મીઠું બોલનારી, મદ્ય–ઘાસની ભારીને વહન કરનારી, સર્વ વેશ્યાઓનો વિનય કરનારી અને તેઓની વૃદ્ધાનો ચાર ગણો વિનય કરનારી હતી. તેણીનું લાવણ્ય કાંતિથી યુક્ત હોવા છતાં પણ તે મસ્તકે કેશ વગરની બોડી હતી.
કોઈ સમયે વૃદ્ધા ચિંતવવા લાગી કે મારી આ બોડાનું જેવું લાવણ્ય, રૂપ અને કાંતિ છે, તેવું આ ભુવનમાં કોઈનું રૂપ નથી, તો તેના નાક, કાન અને હોઠને એવા વિરૂપવાળા – કદરૂપા કરી નાંખ્યું. જ્યારે આ યૌવનવંતી થશે ત્યારે મારી પુત્રીને કોઈ નહીં ઇચ્છશે. અથવા તો પુત્રી સરખી તેને આ પ્રમાણે કરવું યુક્ત નથી. આ ઘણી જ વિનીત છે. અહીંથી બીજે ચાલી જશે. તો હું તેને તેવી કરું મૂકું કે કદાચ બીજા દેશમાં ચાલી જાય તો ક્યાંય પણ રહેવાનું સ્થાન પામી ન શકે અને પાછી આવે. તેણીને એવું વશીકરણ આપું