________________
શ્રમણી કથા
૩૨૧
-નાયાધમકહા આદિમાં રુકિમણીનો કૃષ્ણની મુખ્ય રાણી સ્વરૂપે ઉલ્લેખ છે. -આવશ્યક ચૂર્ણિ અને વૃત્તિમાં શાંબકુમારની માતારૂપે જાંબવતી ઉલ્લેખ છે. -દસવેયાલિયમાં કામકથા વિષયમાં રુકિમણીનો ઉલ્લેખ છે.
– ઇત્યાદિરૂપે અન્ય અન્ય સ્થાને પણ આ આઠ પટ્ટરાણીના ઉલ્લેખ જોવા મળેલ છે. જેનો તેતે કથા સાથે નિર્દેશ છે જ. અહીં મુખ્યતાએ તેમના અંતકૃત્ કેવલિપણાને જ મહત્ત્વ આપી કથા નોંધ કરી છે.
૦ આગમ સંદર્ભ :ઠા ૭૩૮ + 4 નાયા. ૬૩ + +
અંત ૩, ૧૭, ૨૧; પપ્પા ૨૦ + ; વëિ . ૧;
આવ..૧–. ૩૫૬; સસ્પૃ. ૧૦૬;
દસ.નિ. ૧૯૩ની .
- ૪ -– ૪ – ૦ મૂલશ્રી અને મૂલદત્તા કથા :
તે કાળે, તે સમયે દ્વારાવતી નામની નગરી હતી. રૈવતક પર્વત હતો. નંદનવન નામે ઉદ્યાન હતું, કૃષ્ણ વાસુદેવ નામે રાજા હતા.
તે દ્વારાવતી નગરીમાં કૃષ્ણ વાસુદેવનો પુત્ર, જાંબવતી રાણીનો આત્મજ શાંબ નામે કુમાર હતો. જે પ્રતિપૂર્ણ પંચઇન્દ્રિયયુક્ત શરીરવાળો હતો.
તે રાજકુમારની મૂલશ્રી નામે એક પત્ની હતી. (વર્ણન સમજી લેવું.) - ત્યાં અર્હત્ અરિષ્ટનેમિ સમવસર્યા. કૃષ્ણ વાસુદેવ દર્શનાદિ અર્થે નીકળ્યા. પદ્માવતી રાણીની સમાન મૂલશ્રી પણ નીકળી. વિશેષ એ કે – તે આ પ્રમાણે બોલી કે, હે દેવાનુપ્રિયે ! કૃષ્ણ વાસુદેવને પૂછીને દીક્ષા અંગીકાર કરીશ – યાવત્ – તેણી દીક્ષા લઈને સિદ્ધ થઈ – યાવત્ – સર્વ દુઃખોનો અંત કર્યો.
મૂલદતાનું કથાનક પણ આ જ પ્રમાણે જાણવું ૦ આગમ સંદર્ભ :અંત ૧૯, ૨૨;
- -- - ૦ નંદા આદિ કથા :
અંતકૃત્ દશા આગમમાં શ્રેણિક રાજાની તેર રાણીઓની કથા છે. આ તેર રાણીઓએ ભગવંત મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી. અંતકૃત કેવલી થયા અને તે સર્વે મોક્ષે સિધાવ્યા. તે આ પ્રમાણે
(૧) નંદા (૨) નંદવતી (૩) નંદોત્તરા (૪) નંદશ્રેણિકા (૫) મર્તા (૬) સુમર્તા (૭) મહામર્તા (૮) મરૂદેવા (૯) ભદ્રા (૧૦) સુભદ્રા (૧૧) સુજાતા (૧૨) સુમના
અને (૧૩) ભૂત્તદત્તા. આ સર્વે શ્રેણિક રાજાની પત્નીઓ હતી. ૦ નંદા કથા :- તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણશિલક નામે ચૈત્ય હતું. ત્યાં ૪૨૧