________________
૩૪૮
આગમ કથાનુયોગ-૪
હે દેવાનુપ્રિયે ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો. ૦ ભૂતાની પ્રવજ્યા :
ત્યારપછી તે ભૂતા દારિકા તે ધાર્મિક યાનપ્રવર – શ્રેષ્ઠ રથ પર બેઠી. બેસીને જ્યાં રાજગૃહ નગર હતું, ત્યાં આવી, રાજગૃહ નગરના મધ્ય ભાગમાં થઈને જ્યાં પોતાનું ઘર હતું, ત્યાં આવી. રથથી નીચે ઉતરીને જ્યાં માતાપિતા હતા, તેમની પાસે પહોંચી અને જમાલીની માફક બંને હાથ જોડીને માતાપિતાની પાસે પ્રવજ્યા માટે અનુમતિ માંગી.
માતાપિતાએ કહ્યું, હે દેવાનુપ્રિયા ! જેમ સુખ ઉપજે તેમ કરો.
ત્યારપછી તે સુદર્શન ગાથાપતિએ વિપુલ પરિમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ એ ચારે પ્રકારે ભોજનને તૈયાર કરાવ્યું. કરાવીને મિત્રો, જ્ઞાતિજનો આદિને આમંત્રિત કર્યા, આમંત્રિત કરીને – યાવત્ – ભોજન કર્યા બાદ શુચિભૂત થઈને પવિત્ર, સ્વચ્છ થઈને દીક્ષાની તૈયારી કરવાને માટે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેમને આમ કહ્યું
હે દેવાનુપ્રિયો ! તમે જલ્દીથી ભૂતા દારિકાને માટે પુરુષ સહસ્ત્રવાહિની શિબિકા તૈયાર કરાવીને લાવો – યાવતું – તૈયાર કર્યા પછી મારી આજ્ઞાને પાછી સોંપો. ત્યારપછી તેઓ શિબિકા લાવ્યા – યાવતું – આજ્ઞા પાછી સોંપી.
ત્યારપછી તે સુદર્શન ગાથાપતિએ નાન કરાવીને સર્વ અલંકારોથી વિભૂષિત શરીરવાળી ભૂતાદારિકાને પુરુષ સહસ્ત્રવાહિની શિબિકામાં બેસાડી, બેસાડીને મિત્રો, જ્ઞાતિજનો આદિ સહિત – યાવતુ – વાદ્યઘોષોની સાથે રાજગૃહ નગરના મધ્ય ભાગમાંથી થઈને જ્યાં ગુણશિલક ચૈત્ય હતું, ત્યાં આવ્યા, તીર્થકરોના છત્ર આદિ અતિશયોને જોયા, જોઈને શિબિકાને રોકી, રોકીને ભૂતા દારિકાને શિબિકામાંથી નીચે ઉતારી.
ત્યારપછી માતા પિતાએ તે ભૂતા બાલિકાને આગળ કરીને જ્યાં પુરુષાદાનીય અર્ડ, પાર્થપ્રભુ બિરાજતા હતા, ત્યાં આવ્યા. આવીને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી. વંદન-નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! આ ભૂતા બાલિકા અમારી એક માત્ર પુત્રી છે, જે અમને અત્યંત ઇષ્ટ છે. હે દેવાનુપ્રિયે ! તે સંસારના ભયથી ઉદ્વિગ્ન છે – યાવત્ – આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત – યાવત્ – પ્રવજિત થવા ઇચ્છે છે. તેથી હે દેવાનુપ્રિય! અમે આપને શિષ્યા ભિક્ષારૂપે અર્પિત કરીએ છીએ. હે દેવાનુપ્રિય ! આપ આ શિષ્યારૂપ ભિક્ષાનો સ્વીકાર કરો.
હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો.
ત્યારપછી અહેતુ પાર્શ્વ એ આ પ્રકારે કહ્યું. ત્યારે તે ભૂતાદારિકા હર્ષિત–સંતુષ્ટ થતી એવી ઇશાનખૂણામાં જઈને પોતાની મેળે જ આભરણ માળા, અલંકારો આદિ ઉતાર્યા. ત્યારપછી દેવાનંદાની માફક પુષ્પચૂલા આર્યાની પાસે પ્રવ્રજિત થઈને – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારિણી થઈ ગયા. ૦ ભૂતા શ્રમણીનું બાકુશત્વ -
ત્યારપછી તે ભૂતા આર્યા શરીર પ્રાષિકા–બાકૃશિકા થઈ ગઈ. જેના કારણે તે વારંવાર પોતાના હાથોને ધોતી, પગને ધોતી, એ જ પ્રમાણે માથુ, મુખ, સ્તનાંતર,