________________
શ્રમણી કથા
ધનદેવે આ વાત જાણીને તાંબાની સોયો ઘડાવી. શૂન્યગૃહમાં પ્રતિમા સ્થિત એવા સાગરચંદ્રની વીશે આંગળીઓના નખોમાં તે સોયો ઘુસાડી દીધી. તેને સમ્યક્ પ્રકારે સહન કરતા વેદનાભિભૂત થઈને કાલધર્મ પામી સાગરચંદ્ર દેવલોકે ઉત્પન્ન થયા. (આ બાબત વિશેષ કથન સહ સાગરચંદ્રની કથામાં જણાવેલી છે. કથા જુઓ ‘સાગરચંદ્ર” શ્રાવક વિભાગમાં) ત્યારપછી બીજે દિવસે ગવેષણા કરતા સાગરચંદ્ર મૃતસ્થિતિમાં જોવામાં આવ્યા. આક્રંદ થઈ ગયું. પછી આંગળીના નખમાં ઘુસાડાયેલ સોયો જોવામાં આવી. વિશેષ તપાસ કરતા ધનદેવે આ સોયો તામ્રકૂટ પાસે કરાવેલી તે જાણવામાં આવ્યું. રોષાયમાન થયેલા કુમારોએ ધનદેવને શોધ્યો. બંને પોતપોતાના સૈન્ય સાથે યુદ્ધે ચડ્યા. તે વખતે સાગરચંદ્રદેવે વચ્ચે પડીને તે યુદ્ધને શાંત કરાવ્યું.
ત્યારપછી કમલામેલાએ ભગવંત અરિષ્ટનેમિ સમીપે જ્યા અંગીકાર કરી (આટલી વાત પ્રસંગાનુસાર કહી.) કમલામેલા શ્રમણી થયા.
૦ આગમ સંદર્ભ :
મરણ ૪૩૪;
બુહ.ભા. ૧૭૨ + ;
આવ...૧-૫ ૧૧૨, ૧૧૩;
X
-
—X
*
૩૫૩
૦ ભક઼િદારિકા કથા :
(વાસ્તવમાં ભટ્ટિદારિકા નામનું કોઈ કથાપાત્ર નથી, પણ સંબુક્ક ગામના ગોવિંદ નામના બ્રાહ્મણની પત્ની—બ્રાહ્મણી માટે કરાયેલ સંબોધન માત્ર છે.)
-
આ બ્રાહ્મણીને પુત્રનું અકૃત્ય જોઈને વૈરાગ્ય થયો. પોતાના પૂર્વભવમાં પાળેલ શ્રમણીપણું યાદ આવ્યું – જાતિસ્મરણ જ્ઞાન થયું. સંસારની અસારતા સમજાઈ. બધાંને પ્રતિબોધ કર્યા. તેણીએ પૂર્વભવોમાં કરેલ માયાને કારણે તેણી સ્રીપણું પામેલી હતી, પણ ભટ્ટિદારિકા—બ્રાહ્મણીપણે અંતઃકરણપૂર્વકના પશ્ચાત્તાપથી મોક્ષે ગયા. આ કથાનું વિસ્તારથી એવું સંપૂર્ણ વર્ણન પૂર્વે શ્રમણ વિભાગમાં સુસઢની કથામાં લખાઈ ગયેલ છે. કથા જુઓ ‘‘સુસઢ’–શ્રમણ.
૦ આગમ સંદર્ભ
મહાનિ ૧૪૮૪ થી ૧૫૧૩;
X
આવનિ. ૧૩૪ + ;
૦ મેઘમાલા કથા –
પાપની કરેલી નિવૃત્તિને જો કોઈ અલ્પ પ્રમાણમાં પણ વિરાધે, માત્ર મનથી જ વ્રતની વિરાધના કરે તો જે પ્રકારે મેઘમાલા નામની આર્યા મૃત્યુ પામીને દુર્ગતિએ ગઈ તે પ્રમાણે મનથી અલ્પ પણ વ્રતની વિરાધના કરનાર દુર્ગતિ પામે છે.
હે ભુવન બાંધવ ! મનથી પણ અલ્પ પ્રત્યાખ્યાનનું ખંડન કરીને મેઘમાલાએ જે કર્મ ઉપાર્જન કર્યું અને દુર્ગતિ પામી તે હું જાણતો નથી.
બારમાં વાસુપૂજ્ય તીર્થંકરના તીર્થમાં ભોળા, કાજળ સરખા કાળા વર્ણવાળા, દુર્બળ મનવાળા મેઘમાલા નામના એક સાધ્વી હતા.
૪| ૨૩