________________
શ્રમણી કથા
૩૫૫
તો ખરા કે અજ્ઞાન દોષથી અવરાએલી અતિશય મૂઢ હૃદયવાળી લજ્જારહિત બનીને આ મહાપાપકર્મણા સાધ્વીએ સંસારના ઘોર દુઃખ આપનારું આવું દુષ્ટ વચન કેમ ઉચ્ચાર્યું ? કે મારા કાનના વિવરમાં પણ પ્રવેશ કરી શકતું નથી.
– ભવાંતરમાં કરેલા અશુભ પાપકર્મના ઉદયના કારણે જે કંઈ દરિદ્રતા, દુર્ભાગ્ય, અપયશ, ખોટા કલંક લાગવા, કુષ્ઠાદિક વ્યાધીના કલેશોના દુઃખો શરીરમાં થવા, આ વગેરે ઉત્પન્ન થાય છે. તેમાં ફેરફાર થતા નથી. કારણ કે આગમમાં પણ કહ્યું છે કે
પોતે જાતે ઉપાર્જન કરેલા દુઃખ કે સુખ કોણ કોઈને આપી શકે છે કે લઈ શકે છે? પોતે કરેલ કર્મ કોણ કરી શકે છે અને કોનું કર્મ હરણ કરી શકાય છે ? પોતે કરેલા કર્મ અને ઉપાર્જન કરેલ સુખ કે દુઃખ પોતે જ ભોગવવા પડે છે.
આ પ્રમાણે વિચારતા તે (અનામી) સાધ્વીજીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે સમયે દેવોએ કેવળજ્ઞાન મહોત્સવ કર્યો. તે કેવલી સાધ્વીજીએ મનુષ્યો દેવો અસુરોના તથા સાધ્વીઓના સંશયરૂપ અંધકારના પડલને દૂર કર્યો. ત્યારપછી ભક્તિ ભરપૂર હૃદયવાળા રજ્જા આર્યાએ પ્રણામ કરવા પૂર્વક પ્રશ્ન કર્યો કે, હે ભગવંત! કયા કારણે મને આટલો મોટો મહાવેદનાવાળો વ્યાધિ ઉત્પન્ન થયો?
ત્યારે હે ગૌતમ ! જળવાળા મેઘ અને ઇંદુભિના શબ્દ સરખા મનોહર ગંભીર સ્વરવાળા કેવલીએ કહ્યું કે, હે દુષ્કરકારિકે ! તું સાંભળ કે તારા શરીરનું વિઘટન કેમ થયું? તારું શરીર રક્ત અને પિત્તના દોષથી દૂષિત થએલું હતું જ, વળી તેમાં તે સ્નિગ્ધ આહાર સાથે કરોળીયા જંતુવાળો આહાર ગળાડૂબ ખાધો.
- બીજું એ પણ કારણ છે કે, આ ગચ્છમાં સેંકડો સંખ્યા પ્રમાણ સાધુ-સાધ્વી હોવા છતાં, જેટલા સચિત્ત પાણીથી માત્ર આંખો ધોઈ શકાય તેટલા અલ્પ પણ સચિત્ત જળનો ગૃહસ્થના કારણે કદાપિ પણ સાધુએ ભોગવટો કરી શકાતો નથી. તેને બદલે તે તો વળી ગૌમુત્ર ગ્રહણ કરવા માટે જતાં જતાં જેના મુખ ઉપર નાસિકામાંથી ગળતા લીંટ લપેટાયા હતા. ગળાના ભાગ પર તે લાગેલા હતા. તે કારણે બણબણતી માખીઓ ઉડતી હતી. એવા શ્રાવકપુત્રના મુખને સચિત્ત જળથી પ્રક્ષાલન કર્યું. તેવા સચિત્ત જળનો સંઘટ્ટો કરવાની વિરાધનાને કારણે દેવો અસુરોને વંદન કરવા લાયક અલંઘનીય એવી ગચ્છમર્યાદાને પણ તોડી.
– પ્રવચન દેવતા આ તારું અઘટિત વર્તન સહન કરી શકી નહીં કે સાધુ કે સાધ્વીજીના પ્રાણના સંશયમાં પણ કુવા, તળાવ, વાવડી, નદી આદિના જળને હાથથી સ્પર્શ કરવાનો કલ્પે નહીં. વિતરાગ પરમાત્માઓએ સાધુ-સાધ્વી માટે સર્વથા સચિત્ત જળ હોય, તે પણ સમગ્ર દોષથી રહિત હોય, ઉકળેલું હોય તેનો જ પરિભોગ કરવો કલ્પ છે.
– તેથી દેવતાએ ચિંતવ્યું કે, આ દુરાચારીને એવી રીતે શિક્ષા કરું કે જેથી તેની જેમ બીજી કોઈ આવા પ્રકારનું આચરણ કે પ્રવૃત્તિ ન કરે. એમ ધારી અમુક-અમુક ચૂર્ણનો યોગ જ્યારે તું ભોજન કરતી હતી ત્યારે તે દેવતાએ તારા ભોજનમાં નાખ્યો. તે દેવતાએ કરેલા પ્રયોગ આપણે જાણવા માટે સમર્થ થઈ શકતા નથી. આ કારણે તારું શરીર વિનાશ પામ્યું છે. પરંતુ અચિત્ત જળ પીવાથી વિનાશ પામ્યું નથી.