________________
૩૫૬
આગમ કથાનુયોગ-૪
તે સમયે રજ્જા-આર્યાએ વિચાર્યું કે એ પ્રમાણે જ છે, કેવળીના વચનમાં ફેરફાર હોય નહીં. એમ વિચારીને કેવળીએ વિનંતી કરી કે, હે ભગવંત ! જો હું યથોક્ત પ્રાયશ્ચિત્તનું સેવન કરું તો મારું આ શરીર સાજું થાય. ત્યારે કેવલીએ પ્રત્યુત્તર આપ્યો કે, જો કોઈ પ્રાયશ્ચિત્ત આપે તો સુધરી જાય.
રજ્જા આર્યાએ કહ્યું કે, હે ભગવંત! આપ જ મને પ્રાયશ્ચિત્ત આપો. બીજા કોણ તમારા સરખા મહાનું આત્મા છે ? ત્યારે કેવલીએ કહ્યું કે, હે દુષ્કરકારિકે ! તને પ્રાયશ્ચિત્ત તો આપી શકું પણ તારા માટે આવું કોઈ પ્રાયશ્ચિત્ત જ નથી કે જેથી તારી શુદ્ધિ થાય.
રજ્જાએ પૂછયું કે, હે ભગવંત ! કયા કારણથી મારી શુદ્ધિ નથી ? કેવલી શ્રમણીએ કહ્યું કે, જે તેં સાધ્વીઓના સમુદાય આગળ બડબડાટ કર્યો કે, અચિત્ત પાણીનો ઉપયોગ કરવાથી મારું શરીર સડીને નાશ પામ્યું. આ દુષ્ટ પાપના મોટા સમુદાયના એક પિંડ સરખાં તારા વચનને સાંભળીને આ સર્વે સાધ્વીઓના હૃદય ખળભળી ઉઠયા. તે સર્વે વિચારવા લાગ્યા કે, આપણે હવે અચિત્ત જળનો ત્યાગ કરીએ, પરંતુ તે સાધ્વીઓએ તો અશુભ અધ્યવસાયની આલોચના, નિંદા, ગુરુ સાક્ષીએ ગર્પણ કરી લીધી. તેઓને તો મેં પ્રાયશ્ચિત્ત આપી દીધું છે.
આ પ્રમાણે અચિત્ત જળના ત્યાગથી તથા તે વચનના દોષથી અત્યંત કષ્ટદાયક વિરસ ભયંકર બદ્ધ, પૃષ્ટ, નિકાચિત મોટો પાપનો ઢગલો તેં ઉપાર્જન કર્યો છે અને તે પાપસમુદાયથી તું કોઢ, રોગ, ભગંદર, જળોદર, વાયુ, ગુમડાં, શ્વાસ રોકાવો, હરસ, મસા, કંઠમાળ આદિ અનેક વ્યાધિઓની વેદનાથી ભરપૂર એવા શરીરવાળી થઈશ. વળી દરિદ્રનાં દુઃખો, દુર્ભાગ્ય, અપયશ, ખોટા આળ–કલંક ચડવા, સંતાપ, ઉદ્વેગ, કલેશાદિકથી, નિરંતર બળતી એવી અનંતાભવો સુધી અતિશય લાંબા કાળ સુધી જેવું દિવસે તેવું સતત – લગાતાર રાત્રે દુઃખ ભોગવવું પડશે.
આ કારણે તે ગૌતમ ! આ તે રજ્જા-આર્યા અગીતાર્થપણાથી–દોષયુક્ત વચનમાત્રથી જ આવા મહાનું દુઃખદાયક કર્મને ઉપાર્જન કરનારી થઈ.
૦ આગમ સંદર્ભ :-- મહાનિ ૧૧૩૯ થી ૧૧૪૩;
૦ લક્ષ્મણા (આર્યા) કથા -
(અગીતાર્થપણાના દોષથી ભાવશુદ્ધિ પ્રાપ્ત થતી નથી. ભાવવિશુદ્ધિ વિના મુનિ કલુષતાયુક્ત મનવાળો થાય છે. હૃદયમાં ઘણાં જ અલ્પ–નાના પ્રમાણમાં પણ જો કલુષતા, મલીનતા, શલ્ય, માયા રહેલા હોય તો અગીતાર્થપણાના દોષથી જેમ લક્ષ્મણાદેવી સાધ્વીએ દુઃખની પરંપરા ઊભી કરી, તેમ અગીતાર્થપણાના દોષથી ભવની અને દુઃખની પરંપરા ઊભી થાય છે. માટે ડાહ્યા પુરુષોએ સર્વ ભાવથી સર્વથા તે સમજીને ગીતાર્થ બનીને મનને કલુષતા વગરનું બનાવવું જોઈએ) ૦ લક્ષ્મણાદેવી જન્મ-ચૌવન–વૈધવ્ય :
હે ભગવંત! લક્ષ્મણા આર્યા જે અગીતાર્થ અને કલષતાવાળી હતી. તેમજ જેના