________________
૩૫૪
આગમ કથાનુયોગ-૪
(કોઈ વખતે) ભિક્ષા ગ્રહણ કરવા માટે બહાર નીકળ્યા, બીજી તરફ એક મકાન ઉપર સુંદર સ્ત્રી બેઠેલી જોઈ. તે નજીકના મકાનમાં લંઘન કરીને જવાની અભિલાષા કરતી હતી. ત્યારે આ સાધ્વીએ મનથી તેને અભિનંદી, એટલામાં તે બંને સળગી ઉઠ્ઠયા. તે સાધ્વીએ પોતાના નિયમનો સૂક્ષ્મ ભંગ થયો. તેની ત્યાં નિંદા ન કરી. તે નિયમ–ભંગના દોષથી બળીને પ્રથમ નરકે ગયા.
આ વૃત્તાંત સમજીને જો તમોને અક્ષય, અનંત, અનુપમ સુખની અભિલાષા હોય તો અતિ અલ્પ નિયમ કે વ્રતની વિરાધના થવા ન દેશો.
૦ આગમ સંદર્ભ :મહાનિ ૧૦૫૦ થી ૧૦૫૮;
૦ રજુ (આર્યા) કથા :
સારાસારને જાણ્યા વગર અગીતાર્થપણાના દોષથી રજુઆએ એક વચન માત્રથી જ પાપને ઉપાર્જન કર્યું. તે પાપથી તે બિચારાને નારકી–તિર્યંચ ગતિમાં તેમજ અધમ મનુષ્યપણામાં જે જે પ્રકારની નિયંત્રણાઓ અને પરેશાની ભોગવવી પડશે. તે સાંભળીને કોને ધૃતિ પ્રાપ્ત થાય ?
હે ભગવંત ! તે રન્જ આર્યા કોણ હતા અને તેણે અગીતાર્થપણાના દોષથી – વચન માત્રથી કેવું પાપકર્મ ઉપાર્જન કર્યું કે જે વિપાકો સાંભળીને ધૃતિ ન મળી શકે ?
હે ગૌતમ ! આ જ ભરતક્ષેત્રમાં ભદ્ર નામના આચાર્ય હતા. તેમને મહાનુભાવ એવા ૫૦૦ શિષ્યો ને ૧૨૦૦ નિગ્રંથી–સાધ્વીઓ હતા. તે ગચ્છમાં ચોથા (આમ્પ) રસયુક્ત ઓસામણ, ત્રણ ઉકાળાવાળું, અતિ ઉકાળેલ એવા ત્રણ પ્રકારના અચિત્ત જળ સિવાય ચોથા પ્રકારના જળનો વપરાશ નહોતો.
કોઈ સમયે રજ્જા નામની આર્યાને પૂર્વે કરેલા અશુભ પાપકર્મના ઉદયના કારણે કુષ્ઠ વ્યાધિથી શરીર સડી ગયું અને તેમાં કૃમિઓ ઉત્પન્ન થઈને તેને ફોલી ખાવા લાગી. કોઈક સમયે આર્યાને દેખીને ગચ્છમાં રહેલા બીજા સંયતીઓ તેમને પૂછવા લાગ્યા કે, અરે અરે દુષ્કરકારિકે ! આ તને એકદમ શું થયું ?
ત્યારે હે ગૌતમ ! મહાપાપકર્મી ભગ્રલક્ષણ જન્મવાળા તે રજ્જાઆર્યાએ સંયતીઓને એવો પ્રત્યુત્તર આપ્યો કે, આ અચિત્ત જળનું પાન કરવાના કારણે મારું આ શરીર વણસીને નાશ પામ્યું છે. એટલામાં આ વચન બોલ્યા તેટલામાં સર્વ તિઓના સમૂહનું હૃદય એકદમ ક્ષોભ પામ્યું કે, આપણે આ અચિત્ત જળનું પાન કરીએ તો આની જેમ મૃત્યુ પામીશું.
– પરંતુ તે ગચ્છમાંથી એક સાધ્વીએ ચિંતવ્યું કે, કદાચ આ મારું શરીર એકપલકારા જેટલા અલ્પ કાળમાં જ સડી જાય અને સડીને ટુકડે ટુકડા થઈ જાય તો પણ અચિત્ત જળનું પાન આ જન્મમાં કદી પણ કરીશ નહીં. અચિત્ત જળનો ત્યાગ કરીશ નહીં.
- બીજું અચિત્ત જળથી આ સાધ્વીનું શરીર વણસી ગયું છે એ હકીકત શું સત્ય છે? સર્વથા એ વાત સત્ય નથી જ. કારણ કે પૂર્વભવમાં કરેલા અશુભ પાપકર્મના ઉદયથી જ આવા પ્રકારનું બને છે. એ પ્રમાણે અતિશય સુંદર વિચારણા કરવા લાગ્યા. અરે જુઓ