________________
૩૫ર
આગમ કથાનુયોગ-૪
સાગચંદ્ર પાસે ગયેલા)
ત્યારપછી નારદે સાગરચંદ્ર પાસે જઈને કહ્યું કે, તેણી પણ તને ઇચ્છે છે.
ત્યારે સાગરચંદ્રની માતા અને અન્ય કુમારો ખેદ પામ્યા. સાગરચંદ્ર પણ રડતો, વિલાપ કરતો, ન ખાતો, ન પીતો મૃત:પ્રાય થઈ ગયો. તેટલામાં શાંબકુમાર ત્યાં આવ્યો – યાવતુ – તેણે સાગરચંદ્રને વિલાપ કરતો જોયો. ત્યારે શાબે પાછળથી આવીને સાગરચંદ્રની બંને આંખો પોતાના બે હાથ વડે આચ્છાદિત કરી. સાગરચંદ્ર બોલ્યો, ઓ! કમલામેલા! ત્યારે શાંબે કહ્યું, બેટા ! હં કમલામેલા નથી, કમલોમેલો છું. ત્યારે સાગરચંદ્ર કહ્યું, હા, બરોબર છે ઉત્તમપુરુષો સત્ય–પ્રતિજ્ઞ હોય છે, હવે તું જ મને કમલામેલા સાથે મેળાપ કરાવી આપીશ.
ત્યારે તે બીજા કુમારોએ શાબને કહ્યું, તું જ સાગરચંદ્ર સાથે કમલામેલાનો મેળ કરાવી આપ શાંબ માન્યો નહીં. ત્યારે તેઓએ શાંબને મદ્યપાન કરાવી અબુદ્યત કર્યો. શાંબ પણ વિગતમદ થઈ ચિંતવવા લાગ્યો. મારે આ કાર્ય કેમ કરવું ? આ કાર્ય શક્ય બનાવવા શું કરી શકાય ? તેણે પ્રદ્યુમ્ન પાસે પ્રજ્ઞપ્તિ વિદ્યા માંગી. પ્રદ્યુમ્ન વિદ્યા આપી
ત્યારપછી જે દિવસે તે નભસેન (ધનદેવ)નો વિવાહ હતો, તે જ દિવસે વિદ્યા વડે તેનું રૂપ વિકુર્તી સાગરચંદ્ર શાંબ વગેરે કુમારો સાથે જઈને કલામેલાનું અપહરણ કરી, તેણીને રૈવતક ઉદ્યાનમાં લાવ્યા. શાંબ પ્રમુખ કુમારો દ્વારિકાના ઉદ્યાનમાં જઈને નારદનું રહસ્ય ભેદીને કમલામેલા અને સાગરચંદ્રને પરણાવ્યા. ત્યાં ક્રીડા કરતા રોકાયા. પણ બીજા તે દ્વારિકાને જોઈ ન શકે તે રીતે વિદ્યાનો ઉપયોગ કરીને ત્યાં રહ્યા.
કમલામેલાનું કોણ હરણ કરી ગયું તે કોઈને ખ્યાલ ન આવ્યો. તેની તપાસ કરતા ઉદ્યાનમાં જોવામાં આવ્યા. ત્યાં તે કુમારો વિદ્યાધરના રૂપ લઈને ક્રીડા કરતા હતા. (બૃહત્કલ્પમાં એવું જણાવે છે કે, નારદને જ્યારે પૂછયું ત્યારે તેણે કહ્યું કે, કોઈ વિદ્યાધર અપહરણ કરીને રૈવતક ઉદ્યાનમાં લઈ ગયા છે તેમ જોયું છે.) ત્યારે નારાયણ કૃષ્ણ વાસુદેવ પોતાની સેના સાથે નીકળ્યા. ત્યાં શાંબ વિદ્યાધરનું રૂપ લઈને યુદ્ધ કરવા લાગ્યો. બધા દશારો પરાજિત થયા.
ત્યારપછી નારાયણ કૃષ્ણ વાસુદેવ સાથે યુદ્ધ કરવા લાગ્યો. પછી જ્યારે તેણે આ વાત જાણી ત્યારે શાંબ પોતાના મૂળ રૂપે કૃષ્ણ વાસુદેવના પગમાં પડી ગયો. ત્યારે કમલામેલાને વિધિવત્ સાગરચંદ્રને આપી. કૃષ્ણ ઉગ્રસેન પાસે જઈને નભસેનની માફી માંગી.
(આવશ્યક અને બૃહત્કલ્પ બંનેમાં આ દૃષ્ટાંત અનુયોગના વિષયમાં જ છે, પણ આવશ્યક વૃતિમાં દૃષ્ટાંત અહીં પૂરું થાય છે, જ્યારે આવશ્યક ચૂર્ણિ અને બૃહત્કલ્પમાં આ દષ્ટાંત-કથા આગળ ચાલે છે તે આ પ્રમાણે-).
અન્યદા – કોઈ વખતે ભગવંત અરિષ્ટનેમિ સ્વામી ત્યાં સમોસર્યા ત્યારે સાગરચંદ્ર કમલામેલાની સાથે ભગવંત અરિષ્ટનેમિ સમીપે ધર્મશ્રવણ કરીને અણુવ્રતોને ગ્રહણ કરીને સંવૃત્ત થયા.
ત્યારપછી સાગરચંદ્ર આઠમ–ચૌદશે શૂન્યગૃહોમાં કે શ્મશાનમાં એક રાત્રિક પ્રતિમા ધારણ કરીને (પૌષધ પ્રતિમા ધારણ કરીને) રહેતા હતા.