Book Title: Agam Kathanuyoga Gujarati Part 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 352
________________ શ્રમણી કથા ૩૫૧ પંડરજ્જા પોતાની આ સાવદ્ય પ્રવૃત્તિની આલોચના કર્યા સિવાય કાળધર્મ પામી સૌધર્મ કલ્પે ઐરાવણ (હાથી) દેવની અગ્રમહિષી થયા. ત્યારે તે ભગવનું વર્ધમાન સ્વામીના સમવસરણમાં આવ્યા. ધર્મકથા (દેશના) પૂર્ણ થઈ ત્યારે પંડરજ્જાદેવી હાથણીનું રૂપ કરીને ભગવંતની સન્મુખ રહીને મોટા અવાજથી વાત કર્મ કરવા લાગી. ત્યારે ગૌતમસ્વામીએ ભગવંતને પ્રશ્ન કર્યો. ભગવંતે તેણીનો પૂર્વભવ કહ્યો. જે જાણીને બીજા કોઈ સાધુ-સાધ્વી આ રીતે માયા ન કરે. ઇત્યાદિ. ૦ આગમ સંદર્ભ :ભા. ૧૫3; ગચ્છા ૯૮ની વૃક નિસી. ૩૧૯૮, ૩૧૯ત્ની યુ. દસા.નિ. ૧૧૧ની ચૂ આવ યૂ.૧–૫ ૫૨૨; આવ.નિ. ૯૧૮ + 4 ૦ કમલામેલા કથા - દ્વારાવતી (દ્વારિકા)માં બળદેવના પુત્ર નિષધનો પુત્ર સાગરચંદ્ર નામે રાજકુમાર હતો. ઉત્કૃષ્ટ રૂ૫વાન્ હતો. શાંબ વગેરે સર્વેને તે ઇષ્ટ હતો. ત્યાં દ્વારિકામાં વસતા અન્ય રાજાને કમલામેલા નામની પુત્રી હતી, જે ઉત્કૃષ્ટ શરીરવાળી (અતિ દેખાવડી) હતી. તેણી ઉગ્રસેન રાજાના પુત્ર નભસેનને વરાવેલી હતી અર્થાત્ તેની સાથે વિવાહ નક્કી કરાયા હતા. (આવશ્યક વૃત્તિમાં ઉગ્રસેનનો પુત્ર “નભસેન" એમ લખ્યું છે. જ્યારે આવશ્યક ચૂર્ણિ અને બૃહત્કલ્પમાં અહીં ઉગ્રસેનના પૌત્ર ધનદેવને વરાવી તેમાં લખ્યું છે.) આ તરફ નારદ (ઋષિ) સાગરચંદ્રકુમારની પાસે આવ્યા. સાગરચંદ્ર તેમને જોઈને ઊભો થયો. નારદ જ્યારે બેઠા ત્યારે સાગરચંદ્રે પૂછ્યું, હે ભગવન્! કંઈ આશ્ચર્ય જોયું? નારદે કહ્યું, હા જોયું. જ્યાં જોયું ? તે કહો. આ જ દ્વારિકામાં કમલામેલા નામની દારિકા (કન્યા) છે. શું તે કોઈને આપવામાં આવી ? (તેનો વિવાહ નક્કી થયો ?) નારદે કહ્યું, હા – સાગરચંદ્ર પૂછયું, કોને અપાઈ ? ઉગ્રસેનના પૌત્ર ધનદેવ (પુત્ર નભસેનને) આપવામાં આવી છે. સાગરચંદ્ર પૂછયું, મારે તેણીની સાથે કઈ રીતે સંયોગ થઈ શકે ? તે હું જાણતો નથી, એમ કહીને નારદ ત્યાંથી ચાલ્યા ગયા. સાગરચંદ્રને આ વાત સાંભળીને બેસતા કે સૂતા ક્યાંય ધૃતિ પ્રાપ્ત ન થઈ. ત્યારે તે કન્યાનું નામ એક પાટીયા પર લખી, પાટીયુ હાથમાં લઈને ઊભો રહ્યો. ત્યારપછી નારદ પણ કલહની ઇચ્છાથી કમલામેલાની સમીપે ગયા. ત્યારે તેણીએ પણ ક્ષેમકુશળ પૂછીને પૂછયું, કંઈ આશ્ચર્ય જોયું ? નારદે કહ્યું કે, મેં બે આશ્ચર્ય જોયા. રૂપમાં સાગરચંદ્ર જેવો કોઈ નથી અને કુરૂપમાં ધનદેવ (નભસેન) જેવો કોઈ નથી. ત્યારે કમલામેલાએ પૂછયું કે, શું તે મારો પતિ થશે ? નારદે કહ્યું કે, હું એવું કંઈક કરીશ કે, તારો તેની સાથે સંયોગ થઈ જશે. તેણી સાગરચંદ્રમાં આસક્ત બની અને નભસેન (ધનદેવ)થી વિરક્ત થઈ ગઈ. ત્યારે નારદ તેણીને સારી રીતે આશ્વાસિત કરી (જો કે આવશ્યક પૂર્ણિમાં જણાવ્યા મુજબ નારદ પહેલાં કમલામેલા પાસે ગયા. પછી તેનું રૂપ ચિત્રિત કરીને પછી

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386