________________
શ્રમણી કથા
૩૪૯
કક્ષાંતર, ગુહ્યાન્તરને ધોતી, જ્યાં ક્યાંય પણ બેસતી અથવા સૂતી અથવા સ્વાધ્યાય કરવાના સ્થાને તેને સ્થાને પહેલા પાણી છિડકતી અને પછી ત્યાં બેસતી, સૂતી, સ્વાધ્યાય કરતી.
આ પ્રમાણે ભૂતા શ્રમણીને કરતા જોઈને પુષ્પચૂલા આર્યાએ ભૂતા આર્યાને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! આપણે ઇર્યાસમિતિથી સમિત – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારિણી નિગ્રંથ શ્રમણી છે. તેથી આપણે શરીર બાકુશિક થવું કલ્પતું નથી. પરંતુ હે દેવાનુપ્રિયે ! તમે શરીર બાકશિક થઈને વારંવાર હાથ ધ્રુવે છે – યાવતુ – સ્વાધ્યાય કરે છે. તેથી હે દેવાનુપ્રિયે ! તું આ સ્થાનની (સાવદ્ય કાર્યની) આલોચના કરો.
– શેષ વર્ણન સુભદ્રા આર્યા સમાન જાણવું – યાવત્ - અલગ એકલી ઉપાશ્રયમાં રહીને વિચરણ કરવા લાગી. ત્યારપછી તે ભૂતા આર્યા નિરંકુશ, અનિવારિત અને સ્વચ્છેદ થઈને વારંવાર હાથોને ધોતી – યાવતુ – પાણી છાંટીને બેસતા હતા. ૦ ભૂતાનો દેવીરૂપે ઉપપાત :
ત્યારપછી તે ભૂતા આ અનેક ઉપવાસ, છઠ, અઠમ આદિ રૂપ તપોકમ વડે આત્માને ભાવિત કરતી એવી ઘણાં વર્ષોનો શ્રમણ્ય પર્યાય પાળીને અને તે પાપસ્થાનોની આલોચના કરીને સૌધર્મકલ્પના શ્રી અવતંસક નામના વિમાનમાં ઉપપાત સભામાં દેવશયનીય શય્યામાં – યાવતુ – તત્સંબંધી અવગાહનાથી શ્રી દેવીરૂપે ઉત્પન્ન થઈ અને પાંચે પર્યાપ્તિઓથી – યાવત્ – ભાષા મન પર્યાપ્તિ વડે પર્યાપ્ત થઈ
આ પ્રમાણે હે ગૌતમ ! શ્રીદેવીએ આ દિવ્ય દેવદ્ધિ પ્રાપ્ત કરી છે. અહીં આ દેવલોકમાં તેની એક પલ્યોપમની સ્થિતિ (આયુષ્ય) છે.
હે ભગવન્! આ શ્રીદેવી અહીંથી ચવીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ?
મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધ થશે – યાવત્ - સર્વ દુઃખોનો અંત કરશે – (એ પ્રમાણે ભગવંત મહાવીરે ઉત્તર આપ્યો.) ૦ હી આદિ શ્રમણીઓની કથા :
શ્રી–દેવીની માફક જ બાકીના નવે અધ્યયનનો કથન સમજી લેવા અર્થાત્ (૨) હી, (૩) ઘુતિ, (૪) કીર્તિ, (૫) બુદ્ધિ, (૬) લક્ષ્મી, (૭) ઇલા, (૮) સુરા, (૯) રસ અને (૧૦) ગંધ. આ નવે દેવીઓની કથા સમજી લેવી.
આ નવે દેવીઓના વિમાનોના નામ પોતાના નામની સમાન છે. બધી દેવીનો ઉપપાત સૌધર્મકલ્પમાં જ થયો. તેમના પૂર્વભવના નગર, ચૈત્ય, પિતા આદિ તથા પોતાના નામ સંગ્રહણી ગાથામાં આપેલા નામ પ્રમાણે જાણવા.
તે બધી જ પૂર્વભવે ભ.પાર્થ પાસે પ્રવજિત થયા. પુષ્પચૂલા આર્યાની શિષ્યા થયા. બધાં જ શ્રમણી શરીર બાકુશિકા થયા અને બધી જ દેવી દેવલોકથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે – યાવત – સર્વ દુઃખોનો અંત કરશે.
૦ આગમ સંદર્ભ :પુષ્ક. ૧ થી ૩;