________________
શ્રમણી કથા
૩૪૭
રાજા હતો. શ્રમણ ભગવંત મહાવીર સ્વામી પધાર્યા. પર્ષદા નીકળી.
તે કાળે, તે સમયે શ્રીદેવી સૌધર્મકલ્પના અવતંસક વિમાનમાં, સુધર્માસભામાં, શ્રી નામના સિંહાસન પર ૪૦૦૦ સામાનિક દેવીઓ અને પરિવારસહિત બહુપત્રિકાદેવીની સમાન આવી – યાવતું – નાટ્યવિધિ દેખાડીને પાછી ચાલી ગઈ. વિશેષ એ કે – બહુપુત્રિકાદેવીની સમાન શ્રીદેવીએ બાળક–બાલિકાની વિકુવણા કરી ન હતી.
(ગૌતમસ્વામીએ) પૂર્વભવસંબંધી પૃચ્છા કરી. ૦ ભૂતા શ્રમણીનો ભવ :
તે કાળે, તે સમયે રાજગૃહનગર હતું. ગુણશિલક ચૈત્ય હતું. જિતશત્રુ રાજા હતો. તે રાજગૃહનગરમાં સુદર્શન ગાથાપતિ હતો. જે ધનાઢ્ય – યાવત્ – અપરિભૂત હતો. તે સુદર્શન ગાથાપતિની પત્નીનું નામ પિયા હતું. જે અત્યંત સુકુમાર હતી. સુદર્શન ગાથાપતિની પુત્રી, પ્રિયા ગાથાપત્નીની આત્મજા ભૂતા નામે દારિકા હતી, જે વૃદ્ધા, વૃદ્ધકુમારી, જીર્ણા, જીર્ણકુમારી, શિથિલ નિતંબ અને સ્તનવાળી અને અવિવાહિત હતી. ૦ ભૂતાનું ભપાર્થ સમીપે ગમન :
- તે કાળે, તે સમયે પુરુષાદાનીય – યાવતું – નવ હાથની અવગાહનાવાળા અર્પતું પાર્થ ભગવંત પધાર્યા. વર્ણન પૂર્વવતુ જાણવું. પર્ષદા નીકળી.
ત્યારપછી તે ભૂતાદારિકા આ વૃત્તાંતને સાંભળીને હર્ષિત–સંતુષ્ટ થઈને જ્યાં માતા-પિતા હતા, ત્યાં આવી, આવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે માત–તાત ! પુરુષાદાનીય પાર્થઅત્ પૂર્વાનુપૂર્વી ક્રમથી ચાલતા ચાલતા – યાવત્ – ગણથી પરિવૃત્ત થઈને વિચારી રહ્યા હતા. તેથી તે માત–તાત ! આપની અનુમતિ લઈને પુરુષાદાનીય પાર્થ અર્વતની પાય વંદનાને માટે જવા ઇચ્છું છું.
હે દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો.
ત્યારપછી તે ભૂતા દારિકાએ સ્નાન કર્યું – ચાવતું – અલંકૃત્ થઈને દાસીઓના સમૂહથી પરિવરીને પોતાના ઘેરથી નીકળી, નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, ત્યાં આવી, આવીને ધાર્મિક શ્રેષ્ઠ રથ પર બેઠી.
ત્યારપછી તે ભૂતા દારિકા પોતાના દાસી પરિવારથી પરિવરીને રાજગૃહ નગરના મધ્ય ભાગથી નીકળી, નીકળીને જ્યાં ગુણશિલક ચૈત્ય હતું, ત્યાં આવી. આવીને છત્રાદિ તીર્થકરના અતિશયોને જોયા, જોઈને ધાર્મિક યાન પ્રવરથી નીચે ઉતરી, ઉતરીને ચેટીકા ચક્રવાલ દાસી સમૂહથી પરિવૃત્ત થઈને જ્યાં પુરુષાદાનીય પાર્થ અર્હત્ વિરાજમાન હતા. ત્યાં આવી, ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી – યાવત્ - પર્યપાસના કરવા લાગી.
ત્યારપછી પુરષાદાનીય અડતુ પાર્શ્વ એ તે મોટી પાર્ષદા અને ભૂતા દારિકાને ધર્મોપદેશ આપ્યો. જેને સાંભળીને અને હૃદયમાં અવધારીને તે ભૂતા દારિકાએ હર્ષિતસંતુષ્ટ થઈને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા કરું છું – યાવત્ – અબ્યુલ્થિત છું. હે ભગવન્! જે નિગ્રંથ પ્રવચનનું આપે નિરૂપણ કરેલ છે, તે એમ જ છે. પરંતુ હે ભગવન્! હું મારા માતા–પિતાને પૂછીશ, ત્યારપછી હું આપની પાસે પ્રવ્રજ્યા લેવા ઇચ્છું છું.