________________
૩૪૬
આગમ કથાનુયોગ-૪
જેમ સુખ ઉપજે તેમ કરો (વિલંબ ન કરો.)
ત્યારપછી સોમા બ્રાહ્મણીએ સુવતા આર્યાને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને સુવ્રતા આર્યાની સમીપથી નીકળી. નીકળીને જ્યાં પોતાનું ઘર હતું, જ્યાં રાષ્ટ્રકૂટ હતો, ત્યાં આવી, આવીને બંને હાથ જોડી રાષ્ટ્રકૂટને પૂછ્યું, મેં ધર્મ સાંભળ્યો છે – થાવત્ – પ્રવ્રજિત થવા ઇચ્છું છું.
જેમ તને સુખ ઉપજે તેમ કર, વિલંબ ન કર.
ત્યારપછી રાષ્ટ્રકૂટ વિપુલ પરિમાણમાં અશન આદિ ચાર પ્રકારના ભોજન બનાવડાવ્યા. મિત્રો આદિને ભોજન કરાવ્યું ઇત્યાદિ વર્ણન પૂર્વવતુ જાણવું.
જે પ્રમાણે પૂર્વભવે સુભદ્રા આર્ચા થઈ હતી. (પ્રવજિત થયા.) તે પ્રમાણે સોમા આર્યા ઇર્યાસમિતિ આદિ સમિતિઓથી સમિત – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારિણી આર્યા થયા.
ત્યારે તે સોમા આર્યાએ સુવ્રતા આર્યાની પાસે સામાયિક આદિથી લઈને અગિયાર અંગોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને અનેક ઉપવાસ, છઠ, અઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ આદિ તપોકર્મથી પોતાના આત્માને ભાવિત કરતા ઘણાં વર્ષો સુધી શ્રાપ્ય પર્યાયનું પાલન કર્યું. પાલન કરીને માસિક સંલેખના દ્વારા સાઠ ભક્તોનું અનશન વડે છેદન કરી, આલોચના પ્રતિક્રમણ કરી, સમાધિને પ્રાપ્ત કરી કાલમાસમાં કાળ કરીને દેવેન્દ્ર દેવરાજ શક્રના સામાનિક દેવરૂપે ઉત્પન્ન થશે.
ત્યાં કેટલાંક દેવોની સ્થિતિ બે સાગરોપમની કહી છે. તે દેવલોકમાં સોમદેવની પણ બે સાગરોપમની સ્થિતિ થશે.
(ગૌતમસ્વામીએ પૂછયું, હે ભગવન્) તે સોમદેવ તે દેવલોકથી આયુનો ક્ષય થાય ત્યારે – વાવત્ – ચ્યવીને ક્યાં જશે ? કયાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! મહાવિદેહ વર્ષક્ષેત્રમાં ઉત્પન્ન થશે – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે.
૦ આગમ સંદર્ભ :ઠા ૯૭૫ની વૃ
પુફિ. ૨, ૮
૦ શ્રી આદિ દેવી/ભૂતા આદિ શ્રમણી કથા -
(પુલિયા આગમમાં ખરેખર તો અહીં દશ દેવીઓની કથા છે. જેનો સમાવેશ દેવ-દેવી કથા વિભાગમાં થાય. પણ શ્રીદેવીના પૂર્વભવમાં તે ભૂતા નાર્મ શ્રમણી હતા. તેની કથા વિસ્તારથી છે. પૂર્વે પણ આવી દેવીઓની કથા જો તેઓ પૂર્વભવમાં શ્રમણી હોય તો તેમનો સમાવેશ શ્રમણી વિભાગમાં જ કરેલ છે. તેથી શ્રીદેવી કથા અહીં લીધેલ છે. બાકીના નવ દેવીઓમાં તો માત્ર સૂચના જ છે કે, “શ્રીદેવી પ્રમાણે” તેથી બધાંનો અહીં જ સમાવેશ કર્યો છે. વળી તે દશે દેવી પૂર્વભવે શ્રમણીઓ હતા–
આ દશ દેવીઓના નામ આ પ્રમાણે છે(૧) શ્રીદેવી, (૨) હીદેવી, (૩) યુતિદેવી, (૪) કીર્તિદેવી, (૫) બુદ્ધિદેવી, (૬) લક્ષ્મીદેવી, (૭) ઇલાદેવી, (૮) સુરાદેવી (૯) રસદેવી, (૧૦) ગંધદેવી ૦ શ્રીદેવી કથા :
તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણશિલ નામે ચૈત્ય હતું. શ્રેણિક