Book Title: Agam Kathanuyoga Gujarati Part 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 345
________________ ૩૪૪ આગમ કથાનુયોગ-૪ ભાત માંગવાથી– એ જ રીતે કોઈના હસવાથી, રોપાયમાન થવાથી, ક્રોધિત થવાથી, લડવાથી, મારવાથી, મારખાવાથી, જેમ-તેમ બોલવાથી પાછળ-પાછળ ભાગવાથી, રોવા કે વિલાપ કરવાથી, છીનવવાથી, ઊંઘવાથી, છેડો પકડી લટકવાથી, આગ આદિમાં બળવાથી, ઉલટી કરવાથી, ઝાડા-પેશાબ કરવાથી તે સોમા બ્રાહ્મણી બાળકોના મળ, મૂત્ર, વમન આદિથી ભરેલી, મેલા કપડાવાળી, કાંતિદીન – યાવત્ અશુચિ, બીભત્સ, અત્યંત દુર્ગધિત થતી હોવાથી રાષ્ટ્રકૂટ સાથે વિપુલ ભોગોપભોગોને ભોગવતા વિચરવા સમર્થ રહે નહીં. ત્યારે તે સોમા બ્રાહ્મણીને મધ્ય રાત્રિના સમયે કુટુંબ જાગરણામાં જાગરણ કરતા આ આવા પ્રકારનો સંકલ્પ – યાવત્ – વિચાર ઉત્પન્ન થશે કે, હું આ દુર્જાત, દુર્જન્મા, હતભાગી અને અલ્પકાળમાં ઉત્પન્ન થનારા ઘણાં જ પુત્રો અને – યાવતું – બાલિકાઓમાંથી કોઈના ઉત્તાન શયન અને – વાવ – મૂત્રને કારણે મળ, મૂત્ર અને વમનથી લિપ્ત – યાવતું – અત્યંત દુર્ગધિત થઈને રાષ્ટ્રકૂટની સાથે – યાવત્ – ભોગ ભોગવતા – વિચરણ કરવામાં સમર્થ થઈ શકતી નથી. તે માતાઓ ધન્ય છે – યાવત્ – તેઓએ જીવનનું ફળ પ્રાપ્ત કર્યું છે, જે વંધ્યા છે, જેને બાળક થતા નથી, જે જાનૂકૂપૂરની માતા છે, અને સુગંધિત ગંધદ્રવ્યોથી સુવાસિત થઈને, મનુષ્ય સંબંધી વિપુલ ભોગોપભોગને ભોગવતા વિચરણ કરી રહી છે. હું અધન્ય છું, પુણ્યહીન છું, અકૃતપુણ્યા છું. જે રાષ્ટ્રકૂટની સાથે વિપુલ – યાવત્ – ભોગોને ભોગવી શકતી નથી. ૦ સોમા દ્વારા ઘર્મશ્રવણ અને પ્રધ્વજ્યા ઇચ્છા : તે કાળે, તે સમયે ઇર્યાસમિતિ આદિથી સમિત – યાવતું – ઘણી જ શિષ્યાઓના પરિવારવાળા સુવ્રતા નામના આર્યા પૂર્વાનુપૂર્વી ક્રમથી વિચરણ કરતા બેભેલ સંનિવેશમાં પધાર્યા અને યથાપ્રતિરૂપ અવગ્રહ ધારણ કરીને વિચારવા લાગ્યા. ત્યારપછી તે સુવતા આર્યાઓનો એક સંઘાટક (સાધ્વીયુગલ) બેભેલ સન્નિવેશમાં ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં - યાવત્ – પરિભ્રમણ કરતાં રાષ્ટ્રકૂટના (સોમાના) ઘરમાં પ્રવેશ્યા. ત્યારે તે સોમા બ્રાહ્મણીએ આર્યાને આવતા જોયા, જોઈને હર્ષિત સંતુષ્ટ થયા – યાવતુ – જલ્દીથી આસનેથી ઉઠી, ઉઠીને સાત-આઠ ડગલા સન્મુખ ગઈ. જઈને વંદનનમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને વિપુલ અશન – યાવત્ – સ્વાદિમ વડે પ્રતિલાભિત કરીને આ પ્રમાણે કહ્યું, હે આર્યાઓ ! મેં રાષ્ટ્રકૂટની સાથે વિપુલ ભોગ ભોગવતા – યાવતુ – પ્રતિવર્ષ સંતાન યુગલનો જન્મ આપ્યો અને સોળ વર્ષમાં બત્રીશ બાળકો થયા. જેનાથી હું તે દુર્થાત નાની ઉમરના ઘણાં જ પુત્ર – યાવત્ – બાલિકાને કારણે – યાવત્ – રાષ્ટ્રકૂટની સાથે મનોનુકુલ વિચરણ કરી શકતી નથી. તેથી તે આર્યાઓ ! હું આપની પાસે ધર્મશ્રવણ કરવા ઇચ્છું છું. ત્યારે તે આર્યાઓએ સોમા બ્રાહ્મણીને વિવિધ પ્રકારનો – યાવત્ – કેવલિ પ્રરૂપિત ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યારપછી તે સોમા બ્રાહ્મણીએ તે આર્યાઓની પાસે ધર્મશ્રવણ કરી અને તેને

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386