________________
૩૩૦
આગમ કથાનુયોગ-૪
૦ આગમ સંદર્ભ :અંત ૪૭, ૫૫,
નિર. ૨૧;
ક૫. 3;
૦ વરકૃષ્ણા કથા :
શ્રેણિક રાજાની એક પત્નીનું નામ વીરકૃષ્ણા હતું. તેને વીરકૃષ્ણ નામે એક પુત્ર હતો – યાવત્ – તે ચેટક રાજાના હાથે મૃત્યુ પામ્યો. શેષ કથા “કાલી" મુજબ. કથા જુઓ – વીરકૃષ્ણ.
વીરકષ્ણાની શ્રમણીપણાની કથા “કાલીરાણી" મુજબ જ જાણવી. વિશેષ એ કે વીરકૃષ્ણા આર્યાએ મહાસર્વતોભદ્ર તપ અંગીકાર કરેલો.
પહેલી લતા – એક ઉપવાસ કર્યો પછી સર્વકામગુણયુક્ત – વિગઈયુક્ત પારણું કર્યું. – યાવત્ – બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ઉપવાસ કર્યા. બધા પારણા વિગઈયુક્ત કર્યા.
બીજી લતા – પહેલા ચાર ઉપવાસ કર્યા, વિગઈયુક્ત પારણું કર્યું. પછી આ જ ક્રમે પાંચ, છ, સાત, એક, બે, ત્રણ ઉપવાસ કર્યા. બધામાં વિગઈયુક્ત પારણા કર્યા.
ત્રીજી લતા – પહેલા સાત ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. આ જ ક્રમે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ ઉપવાસ કર્યા. બધામાં વિગઈયુક્ત પારણા કર્યા.
ચોથી લતા – પહેલા અદ્યમ કર્યો - વિગઈયુક્ત પારણું કર્યું. પછી આ જ ક્રમે ચાર, પાંચ, છ, સાત એક અને બે ઉપવાસ કર્યા. બધા પારણા વિગઈયુક્ત કર્યા.
પાંચમી લતા – પહેલા છ ઉપવાસ કર્યા. વિગઈયુક્ત પારણું કર્યું. પછી આ જ ક્રમે સાત, એક, બે, ત્રણ, ચાર, પાંચ ઉપવાસ કર્યા. બધાં પારણા વિગઈ યુક્ત કર્યા.
છઠી લતા – પહેલા છઠ કર્યો વિગઈયુક્ત પારણું કર્યું. પછી આ જ ક્રમે ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને એક ઉપવાસ કર્યો. બધામાં વિગઈયુક્ત પારણા કર્યા.
સાતમી લતા – પહેલાં ચાર ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી આજ ક્રમે છ, સાત, એક, બે, ત્રણ અને પાંચ ઉપવાસ કર્યા. બધામાં વિગઈયુક્ત પારણા કર્યા.
આ પ્રકારે સાત લતાઓની એક પરિપાટીનો કાળ આઠ માસ અને પાંચ દિવસ અર્થાત્ ૨૪૫ દિવસ થાય. જેમાં ૧૯૬ દિવસની તપસ્યા અને ૪૯ પારણા થાય. ચારે પરિપાટીઓનો કાળ બે વર્ષ–આઠ માસ અને વીસ દિવસ થાય છે.
શેષ વર્ણન કાલી આર્યા અનુસાર જાણવું – યાવતું – વીરકૃષ્ણા આર્યા સિદ્ધ થયા – યાવત્ – સર્વ દુઃખોનો ક્ષય કર્યો.
૦ આગમ સંદર્ભ :અંત. ૪૭, ૫૬;
નિર. ૨૧;
કિ૫. 3; – ૪ –– ૪ –
૦ રામકૃણા કથા :
શ્રેણિક રાજાની એક રાણીનું નામ રામકૃષ્ણા હતું. તેને રામકૃષ્ણ નામે પુત્ર હતો