________________
૩૩૪
આગમ કથાનુયોગ-૪
ભગવંત ઋષભદેવને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે ચતુર્વિધ સંઘની જે સ્થાપના થઈ તેમાં પ્રથમ સાધ્વી બ્રાહ્મી બન્યા. આ રીતે બ્રાહ્મી (સુંદરી પણ) ભગવંતના ત્રણ લાખ આર્યાઓમાં મુખ્ય આર્યા (શ્રમણી) હતા. ૦ પૂર્વભવ વર્ણન :
ભગવંત ઋષભદેવ જ્યારે તેમના નવમાં ભાવમાં વૈદ્યપુત્ર-(જીવાનંદ) હતા ત્યારે તેમના ચાર બાલમિત્રો હતા. તેઓનો પરસ્પર અતીવ ખેહ હતો. તેમાંના એક મિત્ર સાર્થવાહપુત્ર(પૂર્ણચંદ્ર) હતા.
કૃમિકુષ્ઠની ભયંકર વ્યાધિથી પીડાતા મુનિની જ્યારે વૈદ્યપુત્ર ચિકિત્સા કરી ત્યારે બધા મિત્રોએ આવશ્યક સામગ્રી એકઠી કરેલી. મુનિની ચિકિત્સા કરી. – યાવત્ – બધાં મિત્રોએ દીક્ષા લીધી ત્યારે આ સાર્થવાહ પુત્રએ પણ દીક્ષા લીધી હતી. તપ સાધના કરી. કાળધર્મ પામ્યા.
ત્યારપછી ઋષભદેવ ભગવંત પોતાના દશમાં ભવે અશ્રુત કલ્પે ઉત્પન્ન થયા ત્યારે બધાં મિત્રોની સાથે આ સાર્થવાહ પુત્ર પણ અશ્રુતકલ્પ અર્થાત્ બારમાં દેવલોકે ઉત્પન્ન થયેલા.
ત્યારપછી ઋષભદેવ ભગવંતનો જીવ પોતાના અગિયારમાં ભવે અશ્રુત કલ્પથી ચવીને આ જ જંબૂદ્વીપમાં પૂર્વવિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરકિણી નગરીમાં મનુષ્યરૂપે જન્મ્યા ત્યારે વજનાભ ચક્રવર્તી થયા. ત્યારે તેના ચારે મિત્રો તેના ભાઈરૂપે જ જમ્યા. તે વખતે સાર્થવાહપુત્રના જીવે પણ વજનાભ ચક્રવર્તીના ભાઈ “પીઠ” નામે જન્મ લીધો. પછી જ્યારે વજનાભ ચક્રવર્તી થયા ત્યારે પીઠ પણ માંડલિક રાજા થયા.
ત્યારપછી જ્યારે તેમના પિતા વજસેન તીર્થકરને કેવળજ્ઞાન થયું ત્યારે બધાં ભાઈઓએ દીક્ષા લીધી. તે વખતે પીઠે પણ દીક્ષા લીધી. દીક્ષા લઈને પીઠમુનિ અગિયાર અંગો ભણ્યા. તેઓ નિરંતર સ્વાધ્યાય રત રહેતા હતા. કોઈ વખતે વજનાભસ્વામીએ પહેલા બે ભાઈમુનિ બાહુ–સુબાહુના વૈયાવચ્ચ ગુણની પ્રશંસા કરેલી ત્યારે સ્વાધ્યાય રત એવા પીઠમુનિને અપ્રીતિ થઈ. તેમને ઇર્ષ્યા જન્મી કે અમે સ્વાધ્યાય કરીએ છીએ તેની પ્રશંસા થતી નથી પણ આ બંને વૈયાવચ્ચ કહે છે તેમને ધન્યવાદ મળે છે. આ પ્રકારની ઇર્ષાદિ વડે પીઠમુનિએ સ્ત્રી નામકર્મ ઉપાર્જન કર્યું. ત્યાં કાળધર્મ પામ્યા.
ત્યારપછી ભગવંત ઋષભદેવના બારમા ભવે તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા ત્યારે પીઠમુનિ પણ તેમની પાછળ કાળધર્મ પામીને સર્વાર્થસિદ્ધ વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા.
સર્વાર્થસિદ્ધથી ચ્યવીને જ્યારે ભગવંત ઋષભદેવ થયા, ત્યારે આ પીઠમુનિ પણ તેમના પછી કેટલોક કાળ વીત્યા બાદ સર્વાર્થસિદ્ધ વિમાનથી ચ્યવન ઋષભદેવની પુત્રીરૂપે અને ભરતની બહેન–યુગલિની રૂપે જન્મ્યા જેનું બ્રાહ્મી નામ રાખ્યું. પૂર્વભવે કરેલ ઇર્ષાદિની આલોચનાદિ ન કર્યા હોવાથી તેણે બાંધેલ સ્ત્રી નામકર્મના પ્રભાવે સ્ત્રી જખ્યા.
ભગવંત ઋષભદેવે જ્યારે કળાઓનું શિક્ષણ આપ્યું ત્યારે તેમણે પોતાના જમણા હાથે લેખન અર્થાત્ હંસલિપિ વગેરે અઢાર પ્રકારની લિપિ બ્રાહ્મીને શીખવેલી હતી. તેથી