Book Title: Agam Kathanuyoga Gujarati Part 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 339
________________ ૩૩૮ આગમ કથાનુયોગ-૪ સભાની અંદર બહપુત્રિક નામક સિંહાસન ઉપર ૪૦૦૦ સામાનિક દેવીઓ અને ચાર મહત્તરિકાઓથી પરિવરલ રહીને સૂર્યાભદેવની સમાન – યાવત્ – વિચરણ કરી રહી હતી. તે આ સંપૂર્ણ જંબૂદીપ નામક દ્વીપને વિમળ અવધિજ્ઞાનોપયોગથી જોતી એવી ભગવંત મહાવીરને જુએ છે. જોઈને – યાવત્ – સૂર્યાભદેવની સમાન શ્રમણ ભગવંત મહાવીરને નમસ્કાર કરીને પોતાના શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વદિશા તરફ મુખ કરીને બેઠી ત્યારપછી સૂર્યાભદેવ સમાન આભિયોગિક દેવોને બોલાવ્યા. સુસ્વરા ઘંટા વગાડાવી, પુનઃ આભિયોગિક દેવોને બોલાવ્યા. તેણીનું યાન વિમાન ૧૦૦૦ યોજન વિસ્તીર્ણ હતું. યાન વિમાનનું વર્ણન કરવું – ચાવતુ – સૂર્યાભદેવની સમાન તે બહપુત્રિકાદેવી ઉત્તર દિશાવર્તી નિર્માણમાર્ગથી ૧૦૦૦ યોજનનું વૈક્રિય શરીર બનાવી ઉતરી અને ભગવંત મહાવીરની સમીપે આવી. ધર્મકથા સમાપ્ત થઈ. ત્યારે તે બહુપુત્રિકાદેવીએ પોતાની જમણી ભૂજા ફેલાવી, ફેલાવીને ૧૦૮ દેવકુમારોને અને ડાબી ભૂજા ફેલાવીને ૧૦૮ દેવકુમારીને વિકુ. ત્યારપછી ઘણાં જ કિશોકિશોરીઓને અને નાના બાળક–બાલિકાઓની વિકુર્વણા કરી. પછી સૂર્યાભદેવની સમાન નાટ્યવિધિ દેખાડીને પાછી ફરી. ૦ બહુપુત્રિકાદેવીનો પૂર્વભવ – સુભદ્રા : હે ભગવન્! આ પ્રમાણે સંબોધન કરીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા. પછી પૂછ્યું, હે ભગવન્! આ બહુપત્રિકાદેવીની દિવ્યઋદ્ધિ દિવ્યવૃતિ દિવ્ય દેવાનુભાવ ક્યાં સમાઈ ગયો. હે ગૌતમ ! તે ઋદ્ધિ ઇત્યાદિ તેણીના શરીરમાંથી નીકળી અને તેમાં જ વિલીન થઈ ગઈ. અહીં કૂટાગારશાળાનું દૃષ્ટાંત જાણવું. ગૌતમસ્વામીએ પુનઃ પૂછયું, હે ભગવન્! બહુપુત્રિકાદેવીને આ બધી ઋદ્ધિ વગેરે કઈ રીતે પ્રાપ્ત થયા ? હે ગૌતમ ! એ પ્રમાણે – તે કાળે, તે સમયે વારાણસી નામક નગરી હતી. આમ્રપાલ નામક ચૈત્ય હતું. તે વારાણસી નગરીમાં ભદ્ર નામે સાર્થવાહ હતો. જે ધન ધાન્યથી સમૃદ્ધ હતો – યાવત્ – બીજા વડે અપરિભૂત હતો. તે ભદ્રની સુભદ્રા નામે એક પત્ની હતી. જે સુકુમાલ હાથ–પગવાળી હતી. પરંતુ તે વંધ્યા હતી. જેથી તેણે એક પણ સંતાનને જન્મ આપેલ ન હતો. તેણી કેવળ જાનુકપૂરની માતા હતી. અર્થાત્ તેણીના સ્તનોને કેવળ ઘૂંટણ અને કોણીઓ સ્પર્શ કરતી હતી. સંતાન નહીં. ૦ સુભદ્રાને વંધ્યત્વની ચિંતા : ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહીને કોઈ એક સમયે મધ્યરાત્રિ સમયે કુટુંબ જાગરણમાં જાગરણા કરતી વખતે આ પ્રકારનો – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો. હું ભદ્ર સાર્થવાહની સાથે વિપુલ ભોગપભોગને ભોગવતી વિચરું છું, પરંતુ આજપર્યંત મેં એક પણ બાળક કે બાલિકાનો પ્રસવ કર્યો નથી. – તે માતાઓ ધન્ય છે – યાવત્ – તે માતાઓએ પોતાનો મનુષ્ય જન્મ અને જીવનના ફળને સારી રીતે પ્રાપ્ત કરેલ છે. જે માતાઓએ પોતાની કુક્ષિથી ઉત્પન્ન, સ્તનના

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386