________________
શ્રમણી કથા
૩૩૫
તે બ્રાહ્મીલીપી નામે પ્રસિદ્ધ છે. બ્રાહ્મીની કાયા ૫૦૦ ધનુની ઊંચાઈ યુક્ત હતી.
- ભગવંત ઋષભદેવને જ્યારે કેવળજ્ઞાન થયું ત્યારે પ્રથમ સમવસરણમાં તીર્થ પ્રર્વર્તન થયું ત્યારે બ્રાહ્મીએ ત્યાં જ દીક્ષા લીધી. મુખ્ય શ્રમણી બન્યા.
જયારે બાહુબલી એક વર્ષપર્યત કાયોત્સર્ગ પ્રતિમાએ સ્થિર રહ્યા ત્યારે ભગવંત ઋષભદેવના કહેવાથી પોતાના બેન સાધ્વી સુંદરી સાથે બ્રાહ્મી આર્યા બાહુબલીને પ્રતિબોધ પમાડવા ગયા. વંદના કરીને કહ્યું, હે ભ્રાતા ! હાથી પર ચઢીને કેવળજ્ઞાન ન થાય.
બ્રાહ્મી આર્યા ચોર્યાશી લાખ પૂર્વનું સર્વાયુ પાળીને સિદ્ધ થયા – બુદ્ધ થયા – થાવત્ – સર્વદુઃખથી મુક્ત થયા.
૦ આગમ સંદર્ભ :ઠા ૪૭૩; સમ. ૧૬૩, ૩૦૯;
ભગ. રની વૃ જંબૂ. ૪૪ + 9
નિસીભા. ૧૭૧૬; બુહ.ભા. ૩૭૩૮, ૬૨૦૧; આવ.નિ. ૧૯૬, ૨૪૪ + વૃક આવભા. ૪, ૧૩ +
વૃ
આ વ.નિ. ૩૪૩ની વૃ આવ.યૂ.૧–પૃ. ૧૫ર, ૧૫૬, ૧૫૮, ૧૮૨, ૨૧૧;
કલ્પ.વ્યા.૭–ઋષભકથા–વૃ:
– ૪ –– » – ૦ સુંદરી કથા :
(સુંદરીની કથા મહદઅંશે ભગવંત ઋષભદેવની કથામાં તથા ચક્રવર્તી ભરતની કથામાં પૂર્વભવના વર્ણન સહિત આવી જ ગયેલ છે. બાહુબલિ શ્રમણ કથા તથા બ્રાહ્મી શ્રમણીકથામાં પણ તેનો ઉલ્લેખ થયો છે. અહીં તેનો પરિચય અને વિશિષ્ટ પ્રાસંગિક નોંધ રજૂ કરેલ છે.) ૦ પરિચય :
ભગવંત ઋષભદેવને ગૃહસ્થપણામાં બે પત્નીઓ હતી. સુમંગલા અને સુનંદા. તેમાં સુનંદાએ માત્ર એક યુગલને જન્મ આપ્યો. તે યુગલના નામ બાહબલી અને સુંદરી હતા. આ રીતે સુંદરી ભગવંત ઋષભદેવ અને સુનંદા (કે જે નંદા નામે પણ ઉલ્લેખ પામેલ છે) તેની પુત્રી અને બાહુબલીની યુગલિની – બહેન સુંદરી હતી.
ભગવંત ઋષભદેવને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે પહેલા સમવસરણ વખતે જ સુંદરીને દીક્ષા લેવાના ભાવ હતા. પણ તેના અનુપમ લાવણ્યને કારણે ભરત તેને સ્ત્રીરત્ન બનાવવા ઇચ્છતો હોવાથી ત્યારે તે શ્રાવિકા બની, પછીથી તેણીએ દીક્ષા ગ્રહણ કરી. જો કે ભગવંતના ત્રણ લાખ આર્યાઓના નામોમાં તો બ્રાહ્મી સાથે જ સુંદરીનો પણ પ્રમુખ આર્યા રૂપે જ શાસ્ત્રકાર મહર્ષિએ નિર્દેશ કરેલ છે. ૦ પૂર્વભવ વર્ણન :
ભગવંત ઋષભદેવ જ્યારે તેમના નવમાં ભાવમાં વૈદ્યપુત્ર (જીવાનંદ) હતા. ત્યારે તેમના ચાર બાલમિત્રો થયા. તેમાં એક શ્રેષ્ઠીપુત્ર (ગુણાકર) હતો. બધાં મિત્રો વચ્ચે પરસ્પર અતીવ સ્નેહ હતો.
કૃમિકૃષ્ઠની ભયંકર વ્યાધિથી પીડાતા મુનિની જ્યારે વૈદ્યપુત્ર ચિકિત્સા કરી, ત્યારે બધાં મિત્રોએ આવશ્યક સામગ્રી એકઠી કરી, મુનિની ચિકિત્સા કરાવેલ – યાવત્ – બધાં મિત્રોએ દીક્ષા લીધી, ત્યારે આ શ્રેષ્ઠીપુત્રે પણ દીક્ષા લીધી હતી. પછી તપ સાધના કરીને