________________
શ્રમણી કથા
૩૩૩
તપતેજ રૂપી શ્રી વડે અતીવ–અતીવ શોભાયમાન લાગવા માંડ્રડ્યા.
ત્યારપછી તે મહાસેનકૃષ્ણા આર્યા એ અન્ય કોઈ એક દિવસે મધ્યરાત્રિએ સ્કંદક સમાન ચિંતન કર્યું – યાવત્ – આ ચંદનાને પૂછ્યું. પછી આ ચંદના પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરી તે આર્યા મહાસેનકૃષ્ણાએ સંલેખના દ્વારા આત્માને ઝોસણાથી ઝોસિત કરીને ભક્ત પાનનો ત્યાગ કરી, મરણની આકાંક્ષા ન કરતા વિચારવા લાગ્યા.
ત્યારે તે મહાસેન કૃષ્ણા આર્યાએ, ચંદના આર્યા પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કરીને, પરિપૂર્ણ ૧૭ વર્ષપર્યંત ચારિત્ર પર્યાય પાલન કરીને, માસિક સંલેખના દ્વારા આત્મ સાધના કરીને અને અનશન દ્વારા સાઈઠ ભોજન–પાનનું છેદન કરીને જે પ્રયોજનથી સંયમ અંગીકાર કરેલ હતો – યાવત્ – તેની આરાધના કરી, આરાધના કરીને અંતિમ શ્વાસોચ્છવાસે અંતકૃત્ કેવલી થઈને સિદ્ધ થયા, બુદ્ધ થયા – યાવત્ – સર્વ દુઃખોથી મુક્ત થયા.
૦ આગમ સંદર્ભ :અંત ૪૭ ૫૯;
નિર. ૨૧;
કિt૫. 3; – ૪ – ૪ – ૦ યક્ષિણી કથા :
ભગવંત અરિષ્ટનેમિના ૪૦,૦૦૦ શ્રમણીઓમાં મુખ્ય શ્રમણી આ યક્ષિણી આર્યા હતા. તેને તિર્થંગાલિય પયત્રામાં યક્ષદત્તા નામે પણ ઓળખાવેલ છે. અંતકૃત દશા આગમમાં તેનો વિશેષ ઉલ્લેખ આવે છે.
વાસુદેવ કૃષ્ણની અગમહિષી-પટ્ટરાણી એવા પદ્માવતી, ગૌરી, ગાંધારી, લક્ષ્મણા, સુશીમા, જાંબવતી, સત્યભામા અને રુક્ષ્મણી એ આઠેને યક્ષિણી આર્યાએ પ્રવજિત કર્યા. યક્ષિણી આર્યાએ તેમને મુંડિત કર્યા. શિક્ષા આપી કેમ ચાલવું, કેમ બોલવું, કેમ બેસવું ઇત્યાદિ શીખવ્યું. સંયમમાં યત્ન કઈ રીતે કરવો તે શીખવ્યું, સામાયિકથી આરંભીને અગિયાર અંગપર્યતનું શિક્ષણ આપ્યું. ઇત્યાદિ – કથા જુઓ “પદ્માવતી”
૦ આગમ સંદર્ભ :સમ. ૩૧૧;
અંત. ૨૦,
આવ.૨.૧–૫. ૧૫૯; તિલ્યો. ૪૬૧;
-
૪
-
૪
૦ બ્રાહમી કથા :
(બ્રાહ્મીની કથા મહદ્અંશે ભગવંત ઋષભદેવની કથામાં પૂર્વભવના વર્ણન સહિત આવી ગયેલ છે. ભત, બાહુબલી કથામાં પણ તેનો ઉલ્લેખ છે જ. અહીં બ્રાહ્મી કથામાં તેનો પરિચય અને વિશિષ્ટ પ્રસંગોની નોંધ કરેલી છે) ૦ પરિચય :
ભાવંત ઋષભદેવને ગૃહસ્થપણામાં બે પત્નીઓ હતી. સુમંગલા અને સુનંદા. તેમાં સુમંગલાની કુક્ષિથી જે પ્રથમ યુગલનો જન્મ થયો. તે ભારત અને બ્રાહ્મી હતા. આ રીતે તેણી ઋષભદેવની પુત્રી અને ભરતની યુગલિની બહેન હતી.