________________
૩૩૨
આગમ કથાનુયોગ-૪
જ ક્રમે એક એક ઉપવાસ વધતા છે, સાત, આઠ – યાવતું પંદર ઉપવાસ કર્યા. બધામાં વચ્ચે વચ્ચે એક–એક ઉપવાસ કર્યો. બધામાં પારણા વિગઈયુક્ત કર્યા
આ પ્રમાણે જે ક્રમમાં ઉપવાસ વધતા ગયા, તે જ ક્રમમાં એક–એક ઉપવાસ ઘટાડતા ગયા. બધામાં વચ્ચે-વચ્ચે એક–એક ઉપવાસ કરતા ગયા – યાવતું અને છેલ્લે એક ઉપવાસ કર્યો. બધામાં પારણા વિગઈયક્ત કર્યા. આ એક પરિપાટી થઈ.
એક પરિપાટીનો કાળ ૧૧ માસ અને ૧૫ દિવસ થાય છે. અર્થાત્ કુલ ૩૪૫ દિવસ થાય છે, જેમાં ૫૯ દિવસના પારણા અને ૨૮૬ દિવસની તપસ્યા હોય છે. આવી ચાર પરિપાટી આ તપમાં હોય છે. જે બધામાં પારણાનો વિધિ રત્નાવલી તપ મુજબ જ જાણવો. ચાર પરિપાટી પૂર્ણ કરવામાં ત્રણ વર્ષ અને દશ માસનો સમય લાગે છે. એ રીતે પિતૃસેનકૃષ્ણાએ મુકાતવલી તપની આરાધના કરી.
શેષ સર્વ કથન “કાલી આર્યા" અનુસાર જાણવું – યાવત્ – પિતૃસેનકૃષ્ણા આર્યા સિદ્ધ બુદ્ધ અને મુક્ત થયા – યાવત્ – સર્વ દુઃખોનો ક્ષય કર્યો.
૦ આગમ સંદર્ભ :અંત ૪૭, ૨૮;
નિર. ૨૧;
કાપ. 3; – ૮ – ૮ – ૦ મહાસેનકૃષ્ણા કથા :
શ્રેણિક રાજાની એક રાણીનું નામ મહાસેનકૃષ્ણા હતું. તેને મહાસેનકૃષ્ણ નામે એક પુત્ર હતો. કોણિક રાજાની સાથે મહાસંગ્રામમાં મર્યો. મહાસેનકૃષ્ણાએ તે પુત્રની ગતિવિષયક પ્રશ્ન ભગવંત મહાવીરને કર્યો. ભગવંતે કહ્યું. તે ચેટક રાજાના હાથે મૃત્યુ પામી નરકે ગયો. ઇત્યાદિ. કથા જુઓ “મહાસેનકૃષ્ણ".
મહાસેનકૃષ્ણાની શ્રમણીપણાની કથા “કાલી આર્યા" મુજબ જ જાણવી. વિશેષ એ કે મહાસેનકૃષ્ણા આર્યાએ વર્તમાન આયંબિલ તપ કરેલ.
– આ તપની વિધિ આ પ્રમાણે છે – એક આયંબિલ પછી એક ઉપવાસ, પછી બે આયંબિલ કરીને એક ઉપવાસ, પછી ત્રણ આયંબિલ કરીને એક ઉપવાસ, પછી ચાર આયંબિલ કરીને ઉપર એક ઉપવાસ, પછી પાંચ આયંબિલ કરીને ઉપર એક ઉપવાસ, આ જ ક્રમે એક–એક આયંબિલ વધતા જવાનું અને દરેક ઓળીને અંતે એક ઉપવાસ કરવાનો. એ રીતે છેલ્લે ૧૦૦ આયંબિલ અને ઉપર એક ઉપવાસ કરે, ત્યારે વર્તમાન આયંબિલ તપ પુરો થાય.
આ પ્રમાણે મહાસેનકૃષ્ણા આર્યાએ “વર્તમાન આયંબિલ તપની આરાધના ૧૪ વર્ષ, ત્રણ માસ અને ૨૦ અહોરાત્રથી અર્થાત્ ૫૧૫૦ દિવસોમાં પૂર્ણ કરી. યથાસૂત્ર, યથાવિધિ આરાધના કરીને મહાકૃષ્ણા આર્યા પોતાના ગુરણીપ્રવર્તિની આર્યા ચંદના પાસે આવ્યા. આવીને આર્યા ચંદનાને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને તેમની આજ્ઞા પ્રાપ્ત કરીને ઘણાં જ ઉપવાસ, છઠ, અઠમ – યાવત્ – અર્ધ માસક્ષમણ, માસક્ષમણાદિ વિવિધ તપ કર્મ કરીને પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
ત્યારપછી તે મહાસેનકૃષ્ણા આર્યા તે પ્રધાન – શ્રેષ્ઠ – યાવત્ – તપ, તેજ અને