Book Title: Agam Kathanuyoga Gujarati Part 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 329
________________ ૩૨૮ આરામ કથાનુયોગ-૪ ભોજનની અને ત્રણ દત્તિ પાણીની. ચોથા સપ્તકમાં ચાર દક્તિ ભોજનની અને ચાર દત્તિ પાણીની. પાંચમાં સપ્તકમાં પાંચ દત્તિ ભોજન અને પાંચ દરિપાણીની. છઠા સપ્તકમાં છ દત્તિ ભોજનની અને છ દક્તિ પાણીની સાતમાં સપ્તકમાં સાત દક્તિ ભોજનની અને સાત દત્તિ પાણીની હોય છે. આ પ્રમાણે ૪૯ રાત દિવસમાં ૧૯૬ દત્તિઓ થાય છે. સુકૃણા આર્યાએ સૂત્રોક્ત વિધિથી આ સમસમિકા ભિક્ષપ્રતિમાની સમ્યગુ આરાધના કરી, તેમાં જે ૧૯૬ દત્તિઓ થઈ તે આ રીતે પહેલા સપ્તાહમાં સાત ઉત્તિઓ, બીજા સપ્તાહમાં ચૌદ દત્તિઓ, ત્રીજા સપ્તાહમાં ૨૧ દત્તિઓ, ચોથા સપ્તાહમાં ૨૮ દત્તિ, પાંચમાં સપ્તાહમાં ૩૫ દત્તિ, છઠા સપ્તાહમાં ૪ર દત્તિ, સાતમાં સપ્તાહમાં ૪૯ દત્તિ થાય છે. આ પ્રમાણે બધી મળીને ૧૯૬ દત્તિઓ થઈ. સુત્રાનુસાર આ પ્રતિમાની આરાધના કરીને સુકૃષ્ણા આર્યા ચંદના આર્યાની પાસે આવ્યા અને વંદના–નમસ્કાર કરીને બોલ્યા, હે આર્યા! આપની આજ્ઞા હોય તો હું અષ્ટ અષ્ટમિકા ભિલુપ્રતિમા તપ અંગીકાર કરીને વિચરું. હે દેવાનુપ્રિયે ! જેમ તને સુખ ઉપજે તેમ કર, વિલંબ ન કર, આર્યા ચંદના પાસેથી આજ્ઞા પ્રાપ્ત થયા પછી આર્યા સુકૃષ્ણા એ અષ્ટઅષ્ટમિકા નામની ભિલુપ્રતિમા અંગીકાર કરી, વિચરણ કરવા લાગ્યા. પહેલા આઠ દિનોમાં આર્યા સુકૃષ્ણાએ એક દત્તિ ભોજન એક દત્તિ પાણી ગ્રહણ કરી. બીજા અષ્ટકમાં ભોજન–પાણીની બે—બે દત્તિઓ ગ્રહણ કરી. આ જ ક્રમથી ત્રીજા અષ્ટકમાં ત્રણ–ત્રણ, ચોથા અષ્ટકમાં ચાર-ચાર, પાંચમાં અષ્ટકમાં પાંચ-પાંચ, છઠા અષ્ટકમાં છ–છે, સાતમાં અષ્ટકમાં સાત-સાત, આઠમાં અષ્ટકમાં આઠ–આઠ દત્તિ ભોજન પાણીની ગ્રહણ કરી. આ અષ્ટ અષ્ટમિકા ભિક્ષપ્રતિમાની આરાધનામાં ૬૪ દિવસ થાય. ૨૮૮ દત્તિઓ થાય છે. આ ભિક્ષુ પ્રતિમાની સૂત્રોક્ત પદ્ધતિથી આરાધના કર્યા પછી અનંતર આર્યા સુકૃષ્ણાએ નવનવમિકા ભિલુપ્રતિમાની આરાધના આરંભ કરી. નવ–નવમિકા ભિક્ષપ્રતિમાની આરાધના કરતી વખતે સુકણા આર્યાએ પહેલા નવકમાં પ્રતિદિન એક–એક દત્તિ ભોજનની અને એક એક દત્તિ પાણીની ગ્રહણ કરી. આ જ ક્રમે આગળ વધતા–વધતા ક્રમશઃ એક–એક દત્તિ આગળ વધારતા નવમાં નવકમાં ભોજન-પાનની નવ-નવ દત્તિઓ ગ્રહણ કરી. એ પ્રમાણે આ નવનવમિકા ભિક્ષુપ્રતિમા ૮૧ દિવસોમાં પૂર્ણ થઈ. તેમાં ભિક્ષા–દત્તિની સંખ્યા ૪૦પની થઈ. સૂત્રોક્ત વિધિ અનુસાર નવનવમિકા ભિક્ષુપ્રતિમાની આરાધના કર્યા પછી આર્યા સુકૃષ્ણાએ દશ દશમિકા નામની ભિક્ષુપ્રતિમાની આરાધના શરૂ કરી. દશદશમિકા ભિક્ષપ્રતિમાની આરાધના કરતી વખતે આર્યા સંકષ્ણા પ્રથમ દશકમાં એક એક દરિભોજન અને એક–એક દત્તિ પાણીની ગ્રહણ કરે છે. આ જ પ્રમાણે એકએક દત્તિ વધારતા દશમાં દશકમાં દશ-દશ દત્તિ ભોજનની અને પાણીની સ્વીકારે છે. દશ–દશમિકા ભિક્ષુપ્રતિમામાં ૧૦૦ રાત્રિ દિવસ લાગે છે. તેમાં ૫૫૦ ભિક્ષા અને ૧૧૦૦

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386