________________
૩૨૬
આગમ કથાનુયોગ-૪
(સુકાલીદેવીને સુકાલ નામે પુત્ર હતો ઇત્યાદિ કથન કાલીદેવી અનુસાર જાણવું. જુઓ કથા – સુકાલ અહીં સુકાલીદેવીના ગૃહસ્થ જીવનનો ઉલ્લેખ કર્યો નથી, માત્ર શ્રમણીજીવન જ દર્શાવેલ છે.)
૦ આગમ સંદર્ભ :અંત. ૪૭, ૨૧;
નિર. ૨૦;
કાપ રે;
૦ મહાકાલી કથા :
શ્રેણિક રાજાની એક રાણીનું નામ મહાકાલી હતું. તેને મહાકાલ નામે એક પુત્ર હતો – યાવત્ – તે ચેટક રાજાના હાથે મરાયો. કથા જુઓ – “મહાકાલ".
મહાકાલીના શ્રમણીપણાની કથા કાલી રાણી અનુસાર જ જાણવી.
ફર્ક માત્ર એટલો જ છે કે, મહાકાલી આર્યાએ લઘુસિંહ નિષ્ક્રીડિત તપઃ કર્મ અંગીકાર કરેલ હતો. તે આ પ્રમાણે
પહેલા ઉપવાસ કર્યો. કરીને વિગઈયુક્ત–સર્વકામ ગુણિત પારણું કર્યું. પછી છઠ કર્યો. વિગઈયુક્ત પારણું કર્યું. પછી ઉપવાસ કર્યો. વિગઈયુક્ત પારણું કર્યું. પછી અઠમ કર્યો વિગઈયુક્ત પારણું કર્યું. પછી છઠ કર્યો વિગઈયુક્ત પારણું કર્યું. પછી ચાર ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી અઠમ કર્યો. વિગઈયુક્ત પારણું કર્યું. પછી પાંચ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી ચાર ઉપવાસ કર્યા. વિગઈયુક્ત પારણું કર્યું. પછી છ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી પાંચ ઉપવાસ કર્યા. વિગઈ યુક્ત પારણું કર્યું. પછી સાત ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી છ ઉપવાસ કર્યા વિગઈ યુક્ત પારણું કર્યું. પછી આઠ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી સાત ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી નવ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી આઠ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું.
પછી નવ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી આઠ ઉપવાસ કર્યા પછી આઠ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું, પછી નવ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી સાત ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી આઠ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી છ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી સાત ઉપવસા કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી પાંચ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું પછી છ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી ચાર ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું પછી પાંચ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી ત્રણ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું, પછી ચાર ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી બે ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી ત્રણ ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી એક ઉપવાસ કર્યો વિગઈયુક્ત પારણું કર્યું. પછી બે ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું. પછી એક ઉપવાસ કર્યો વિગઈયુક્ત પારણું કર્યું.
આ પ્રમાણે ચારે પરિપાટી સમજવી. ચારે પરિપાટીની વિધિમાં પારણાની વિધિ રત્નાવલી તપ મુજબ જ જાણવી. પહેલા વિગઈયુક્ત, પછીના પારણા વિગઈરહિત, પછી લેપરહિત પારણા, પછી આયંબિલથી પારણું સમજવા.