________________
શ્રમણી કથા
૩૨૫
– હે દેવાનુપ્રિયા ! જેમ સુખ ઉપજે તેમ કરો.
ત્યારપછી તે કાલી આર્યા ચંદના આર્યાની આજ્ઞા પ્રાપ્ત થયા પછી સંલેખના ઝોષણાનું સેવન કરતા એવા – યાવત્ – વિચરવા લાગ્યા.
ત્યારે તે કાલી આર્યા ચંદના આર્યાની પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કરી પૂર્ણતયા આઠ વર્ષપર્યંત શ્રમય પર્યાયનું પાલન કરી, માસિક સંલેખના દ્વારા આત્માને નૃસિત કરીને, સાઈઠ ભક્ત–પાનનું અનશન દ્વારા છેદન કરીને જે હેતુને માટે નગ્નભાવ અંગીકાર કર્યો હતો – યાવત્ – અંતિમ શ્વાસોચ્છવાસે સિદ્ધ થયા – યાવત્ – સમસ્ત દુઃખોથી મુક્ત થયા.
(કાલીદેવીને કાલ નામે પુત્ર હતો. તે કોણિક રાજા સાથે યુદ્ધમાં ગયો અને ચેટક રાજાના હાથે મરાયો, તે વખતે કાલી રાણીએ શ્રમણ ભગવંત મહાવીરને કાલકુમારની ગતિ વિષયે પ્રશ્ન કરેલ ઇત્યાદિ કાલી રાણીના ગૃહસ્થ જીવનની ઘટનાનો ઉલ્લેખ તે–તે સંબંધિત સ્થળે કરેલ છે. અહીં માત્ર તેના શ્રમણ જીવનનો જ ઉલ્લેખ કર્યો છે.
૦ આગમ સંદર્ભ :અંત ૪૭ થી ૫૦; નિર. ૫, ૬;
કtu. ૧; ગચ્છા. ૧૦૦ની વૃ:
આવનિ ૧૨૮૪ની : ઉત્ત.નિ ૯૦ની જ
– – ૪ – ૦ સુકાલી (રાણી) કથા :
તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. પૂર્ણભદ્ર નામે ચૈત્ય હતું. કોણિક રાજા હતો. ત્યાં શ્રેણિક રાજાની પત્ની (રાણી), કોણિક રાજાની લઘુમાતા સુકાલી નામક રાણી હતા. કાલી રાણીની માફક સુકાલી રાણી પણ દીક્ષિત થયા – યાવત્ – ઘણાં જ ઉપવાસ – યાવત્ – તપોકર્મ વડે આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
ત્યારપછી તે સુકાલી આર્યા અન્ય કોઈ દિવસે જ્યાં આર્યા ચંદના બિરાજમાન હતા, ત્યાં આવ્યા, ત્યાં આવીને તેણીએ આ પ્રમાણે કહ્યું, હે આર્યા! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને કનકાવલી તપોકર્મ અંગીકાર કરીને વિચરવા ઇચ્છું છું.
ત્યારપછી આર્યા ચંદનાની આજ્ઞા પ્રાપ્ત કરીને સુકાલી આર્યાએ કનકાવલી તપનો આરંભ કર્યો. આ તપની વિધિ કાલી શ્રમણીની કથામાં વર્ણવેલા રત્નાવલી તપની સમાન જ છે. ફર્ક માત્ર એટલો છે કે, તેમાં પૂર્વ પશ્ચાતું આઠ-આઠ છઠ અને મધ્યમાં ચોત્રીશ છઠ કરાય છે. જ્યારે કનકાવલી તપમાં અહીં છઠને સ્થાને અઠમ કરવામાં આવે છે. અર્થાત્ પૂર્વ–પશ્ચાતું આઠ–આઠ અઠમ અને મધ્ય ચોત્રીશ અઠમ થાય છે. બાકી બધો વિધિ રત્નાવલી તપ સમાન હોય છે.
આ તપની એક પરિપાટીમાં ૧૭–માસ અને ૧૨-દિવસ લાગે છે. તેમાં ૮૮ પારણા અને ૪૩૪ દિવસનો તપ થાય છે. ચારે પરિપાટીઓ પાંચ વર્ષ–નવમાસ અને અઢાર દિવસે પૂર્ણ થાય છે. પારણાની વિધિ રત્નાવલી તપ માફક જ જાણવી.)
આ રીતે સુકાલીદેવીએ કનકાવલી તપ પૂર્ણ કર્યો. શેષ સર્વ કથા કાલીદેવી અનુસાર જ જાણવી – યાવત્ – નવ વર્ષપર્યંતનો સંયમપર્યાય પાલન કરી – યાવત્ – સુકાલી આર્યા સિદ્ધ થયા – યાવત્ – સર્વ દુઃખોનો ક્ષય કર્યો.