________________
શ્રમણી કથા
- સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ઘણાં જ ઉપવાસ, છઠ્ઠ, અટ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, માસક્ષમણ, અર્ધમાસક્ષમણ આદિ વિવિધ પ્રકારના તપોકર્મથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
૩૨૩
ત્યારપછી તે કાલી આર્યા અન્ય કોઈ એક દિવસે જ્યાં ચંદના આર્યા બિરાજમાન હતા, ત્યાં આવી, આવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે આર્યે ! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને રત્નાવલીતપ સ્વીકાર કરી વિચરવા ઇચ્છું છું.
હે દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો.
ત્યારપછી તે કાલી આર્યા ચંદના આર્યાની આજ્ઞા પ્રાપ્ત થયા પછી રત્નાવલી તપ અંગીકાર કરી વિચરવા લાગ્યા. તે આ પ્રમાણે–
સર્વ પ્રથમ એક ઉપવાસ કર્યો. કરીને સર્વકામગુણયુક્ત (વિગઈ સહિત) પારણું કર્યું, પછી છટ્ઠ કર્યો. વિગઈ યુક્ત પારણું કર્યું, પછી અઠમ કર્યો, વિગઈયુક્ત પારણું, પછી આઠ છટ્ઠ કર્યા. બધાં પારણાં વિગઈયુક્ત કર્યા. પછી ઉપવાસ કર્યો. વિગઈયુક્ત પારણું કર્યું. પછી છઠ્ઠ કર્યો. વિઈયુક્ત પારણું કર્યું. પછી અટ્કમ કર્યો. વિગઈયુક્ત પારણું કર્યું. પછી ચાર ઉપવાસ અને વિગઈયુક્ત પારણું, પછી પાંચ ઉપવાસ અને વિગઈયુક્ત પારણું, પછી છ ઉપવાસ અને વિગઈયુક્ત પારણું, પછી સાત ઉપવાસ અને વિગઈયુક્ત પારણું, પછી આઠ ઉપવાસ અને વિગઈયુક્ત પારણું, પછી નવ ઉપવાસ અને વિગઈયુક્ત પારણું, પછી દશ ઉપવાસ અને વિગઈયુક્ત પારણું, પછી અગિયાર ઉપવાસ અને વિગઈયુક્ત પારણું, પછી બાર ઉપવાસ અને વિગઈયુક્ત પારણું, પછી તેર ઉપવાસ અને વિગઈયુક્ત પારણું, પછી ચૌદ ઉપવાસ અને વિગઈયુક્ત પારણું, પછી પંદર ઉપવાસ અને વિગઈયુક્ત પારણું, પછી સોળ ઉપવાસ અને વિગઈયુક્ત પારણું કર્યું.
પછી ચોત્રીશ છટ્ઠ કર્યા અને દરેક છઠ્ઠ પછી વિગઈયુક્ત પારણા કર્યા. ત્યારપછી ફરી સોળ ઉપવાસ કર્યા અને વિગઈયુક્ત પારણું કર્યું. પછી પંદર ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું, પછી ચૌદ ઉપવાસ કર્યા. વિગઈયુક્ત પારણું કર્યું, પછી તેર ઉપવાસ કર્યા વિગઈયુક્ત પારણું કર્યું, પછી બાર ઉપવાસ કર્યા, વિગઈયુક્ત પારણું કર્યું, પછી અગિયાર ઉપવાસ કર્યા, વિગઈયુક્ત પારણું કર્યું, પછી દશ ઉપવાસ કર્યા, વિગઈયુક્ત પારણું કર્યું, પછી નવ ઉપવાસ કર્યા, વિગઈ યુક્ત પારણું કર્યું, પછી આઠ ઉપવાસ કર્યા, વિગઈ યુક્ત પારણું કર્યું, પછી સાત ઉપવાસ કરી વિગઈયુક્ત પારણું કર્યું, પછી છ ઉપવાસ કરી વિગઈયુક્ત પારણું કર્યું, પછી પાંચ ઉપવાસ કરી વિગઈયુક્ત પારણું કર્યું, પછી ચાર ઉપવાસ કરી વિગઈયુક્ત પારણું કર્યું, પછી ત્રણ ઉપવાસ કરી વિગઈયુક્ત પારણું કર્યું, પછી છઠ કરી વિગઈયુક્ત પારણું કર્યું, પછી ઉપવાસ કરી વિગઈયુક્ત પારણું કર્યું.
પછી આઠ છટ્ઠ કર્યા, બધાંના પારણા વિગઈયુક્ત કર્યા. છેલ્લે એક અઠ્ઠમ કર્યો વિગઈ યુક્ત પારણું કર્યું, પછી એક છટ્ઠ કર્યો, વિગઈયુક્ત પારણું કર્યું, પછી એક ઉપવાસ કર્યો અને વિગઈ યુક્ત પારણું કર્યું.
આ પ્રમાણે રત્નાવલી તપની પ્રથમ પરિપાટીની કાલી આર્યાએ આરાધના કરી.