________________
શ્રમણી કથા
૩૨૭
એક પરિપાટીમાં છ માસ સાત દિવસલાગે છે. અર્થાત્ કુલ ૧૮૭ દિવસ લાગે છે. આ રીતે લઘુસિંહ નિષ્ક્રિડિત તપના ૧૮૭ દિવસમાં ૩૩ દિવસ પારણાના અને ૧૫૪ દિવસ તપ કર્મના થાય છે.
ચારે પરિપાટીઓ પૂર્ણ કરવામાં બે વર્ષ અને ૨૮ દિવસ લાગે છે.
એ રીતે મહાકાલી આર્યાએ લઘુસિંહ નિષ્ક્રીડિત તપ પૂર્ણ કર્યો. શેષ કથન કાલીદેવી (આર્યા) મુજબ જ જાણવું – યાવત્ – તેઓ સિદ્ધ થયા – યાવત્ – સર્વ દુઃખોથી મુક્ત થયા.
૦ આગમ સંદર્ભ :અંત. ૪૭, પર;
નિર. ૨૧
ફL 3; – – ૪ – ૦ કૃષ્ણા (રાણી) કથા :
શ્રેણિક રાજાની એક રાણીનું નામ કૃષ્ણા હતું. તેને કૃષ્ણ નામે પુત્ર હતો. – યાવતું – તે ચેટક રાજાને હાથે મૃત્યુ પામ્યો. કથા જુઓ કૃષ્ણ (કુમાર).
કૃષ્ણારાણીની શ્રમણીપણાની કથા કાલીરાણી અનુસાર જ જાણવી.
ફર્ક માત્ર એટલો છે કે, કૃષ્ણા આર્યા ચંદના આર્યાની અનુજ્ઞા પ્રાપ્ત કરી મહાસિંહ નિષ્ક્રીડિત તપ કર્મને સ્વીકારી વિચરતા હતા. તે આ પ્રમાણે–
માસિંહ નિષ્ક્રીડિત તપની વિધિ પૂર્વે મહાકાલી આર્યામાં વર્ણવેલ લઘુસિંહ નિષ્ક્રીડિત તપ જેવી જ છે. પરંતુ લઘુસિંહ નિષ્ક્રીડિતમાં નવ ઉપવાસ સુધી ચડવાનું અને પછી ઉતરવાનું આવે છે, જ્યારે માસિંહ નિષ્ક્રીડિત તપમાં સોળ ઉપવાસ સુધીની શ્રેણીની ચડ–ઉતર હોય છે. શેષ વિધિ અને સાધના ક્રમ તો લઘુ સિંનિષ્ઠીત તપ અનુસાર જ હોય છે.
તેની એક પરિપાટીમાં ૧૮ મહિના અને ૧૮ દિવસ અર્થાત કુલ ૫૫૮ દિવસ લાગે છે. તેમાં ૬૧ પારણા હોય છે. ૪૯૭ દિવસનો તપ હોય છે. ચારે પરિપાટીઓને પૂર્ણ કરવામાં ૬ વર્ષ ૨ માસ અને ૧૨ દિવસ લાગે છે.
એ રીતે કૃષ્ણા આર્યાએ માસિંહ નિષ્ક્રીડિત તપ પૂર્ણ કર્યો. શેષ કથન કાલીદેવી મુજબ જ જાણવું – યાવત્ – તેઓ સિદ્ધ થયા – યાવત્ – સર્વ દુઃખોનો ક્ષય કર્યો.
૦ આગમ સંદર્ભ:અંત ૪૭, ૧૩;
નિર. ૨૧;
ક૫. 3;
૦ સુકૃષ્ણા (રાણી) કથા :
શ્રેણિક રાજાની એક રાણીનું કામ સુકૃષ્ણા હતું. તેને સુકૃષ્ણા નામે પુત્ર હતો – થાવત્ – તે ચેટક રાજાને હાથે મૃત્યુ પામ્યો. કથા જુઓ સુકૃણ.
સુકૃષ્ણા રાણીની શ્રમણીપણાની કથા કાલીરાણી મુજબ જ જાણવી.
વિશેષ એ કે તે સપ્ત સમમિકા ભિક્ષુપ્રતિમા ગ્રહણ કરીને વિચારવા લાગ્યા. જે આ પ્રમાણે છે – પહેલા સપ્તકમાં એક દરિભોજનની અને એક દત્તિ પાણીની ગ્રહણ કરી. બીજા સસકમાં બે દત્તિ ભોજનની અને બે દત્તિ પાણીની, ત્રીજા સપ્તકમાં ત્રણ દત્તિ