________________
આગમ કથાનુયોગ–૪
હર્ષિત અને સંતુષ્ટ થયા – યાવત્ - આસ્ફાટન કર્યું. (તાલ ઠોક્યો). આસ્ફાટન કરીને હુંકાર કર્યો. હુંકાર કરીને ત્રિપદીનું છેદન કર્યું. ત્રણ વખત પૃથ્વી પર પગને રાખ્યો. ત્રણ વખત પાદન્યાસ કરીને તેણે સિંહનાદ કર્યો. સિંહનાદ કરીને અર્હત્ અરિષ્ટનેમિપ્રભુને વંદન—નમસ્કાર કર્યા, વંદન—નમસ્કાર કરીને તે જ આભિષેક્સ હસ્તિરત્ન પર આરૂઢ થયા. આરૂઢ થઈને દ્વારાવતી નગરી હતી ત્યાં, જ્યાં પોતાનો આવાસ–પ્રાસાદ હતો ત્યાં આવ્યા. આભિષેક્સ હસ્તિરત્નથી નીચે ઉતર્યા. ઉતરીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, બહારનો સભામંડપ હતો, તેમાં જ્યાં પોતાનું સિંહાસન હતું ત્યાં આવ્યા અને આવીને તે શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વાભિમુખ કરીને બેઠા. બેસીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! તમે લોકો જાઓ અને દ્વારાવતી નગરીના શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ અને સામાન્ય માર્ગોમાં હાથી પર બેસીને ઊંચા—ઊંચા અવાજે ઘોષણા કરતા આ પ્રમાણે ઉદ્ઘોષણા કરો – હે દેવાનુપ્રિયો ! નિશ્ચયથી આ બાર યોજન લાંબી અને નવ યોજનના વિસ્તારવાળી – યાવત્ – દેવલોક સદૃશ આ દ્વારાવતી નગરીનો સુરા, અગ્નિ અને દ્વૈપાયનના કોપને કારણે નાશ થશે.
-
તેથી હે દેવાનુપ્રિયો ! આ દ્વારાવતી નગરીમાં જે કોઈપણ રાજા, યુવરાજ, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇમ્ય, શ્રેષ્ઠી, રાણી, કુમાર અથવા કુમારી અર્હત્ અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી આનગારિક પ્રવ્રજ્યા અંગીકાર કરશે. તેને વાસુદેવ કૃષ્ણ વિદાઈ આપશે અને તે દીક્ષાર્થીઓના પશ્ચાવર્તી પારિવારિક લોકોની પણ યથાયોગ્ય આજીવિકાની વ્યવસ્થા કરશે. તેમજ મહાન્ ઋદ્ધિ—વૈભવ, સત્કાર—સન્માનથી સાથે તેઓનો નિષ્ક્રમણ મહોત્સવ કરશે. આ પ્રમાણે બીજી વાર, ત્રીજીવાર પણ ઘોષણા કરો અને ઘોષણા કરીને મારી આ આજ્ઞાને મને પાછી સોંપો. ત્યારપછી તે કૌટુંબિક પુરુષોએ – યાવત્ - આજ્ઞા પાછી સોંપી.
-
૦ પદ્માવતી રાણીનો પ્રવ્રજ્યા સંકલ્પ :--
૩૧૮
ત્યારપછી તે પદ્માવતી રાણીએ અર્હત્ અરિષ્ટનેમિ પાસેથી ધર્મકથા શ્રવણ કરી અને અવધારિત કરી હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત – યાવત્ – હર્ષના વશથી વિકસિત હૃદયવાળી થઈને અર્હત્ અરિષ્ટનેમિને વંદનનમસ્કાર કર્યા, વંદન—નમસ્કાર કરીને આ પ્રમાણે બોલી, હે ભગવન્ ! હું નિદ્રંથ પ્રવચન પર શ્રદ્ધા રાખું છું. તે એ પ્રમાણે જ છે. જે પ્રમાણે આપ કહો છો. વિશેષ એ કે હે દેવાનુપ્રિય ! હું કૃષ્ણ વાસુદેવને પૂછીશ. ત્યારપછી હું આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી આનગારિક પ્રવ્રજ્યા અંગીકાર કરીશ.
હે દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો.
ત્યારપછી તે પદ્માવતી રાણી ધાર્મિક શ્રેષ્ઠ રથ પર આરૂઢ થઈ, આરૂઢ થઈને જ્યાં દ્વારાવતી નગરી હતી અને તેમાં જ્યાં પોતાનું આવાસગૃહ હતું, ત્યાં આવી. આવીને ધાર્મિક યાન–પ્રવરથી નીચે ઉતરી, નીચે ઉતરીને જ્યા કૃષ્ણ વાસુદેવ હતા, ત્યાં આવી, ત્યાં આવીને બંને હાથ જોડી મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને કૃષ્ણ વાસુદેવને