________________
૧૩૦
આગમ કથાનુયોગ-૪
સમયે શ્રમણસંઘે એકઠા મળી શ્રતવિષયક વિચારણા કરી કે, કોને કેટલું અને શું-શું યાદ રહેલું છે ? જે સાધુની પાસે જેટલું કૃત–ઉદેશા–અધ્યયન આદિ યાદ હતા તે બધાંને એકઠાં કર્યા, અગિયાર અંગો એકઠા થયા. પણ દષ્ટિવાદ તેમાંના કોઈ પાસે ન હતો. તે સમયે નેપાળ દેશમાં ભદ્રબાહુસ્વામી કે જેઓ ચૌદ પૂર્વધર હતા તે વિચારતા હતા. તેમની પાસે શ્રમણસંઘે સંઘાટક (સાધુ યુગલ) મોકલ્યા અને દૃષ્ટિવાદની વાચના આપવા માટે વિનંતી કરી. તેઓએ નિવેદન કર્યું કે, આ સંઘનું કાર્ય છે માટે આપને વિનંતી કરવા અમને શ્રમણસંઘે મોકલ્યા છે.
ત્યારે ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે, દુષ્કાળના કારણે હું મહાપ્રાણ ધ્યાનનો આરંભ કરી શક્યો ન હતો. પણ હવે (દુષ્કાળ પૂરો થવાથી) મેં મહાપ્રાણ ધ્યાનમાં પ્રવેશ કર્યો છે, તેથી હું વાંચના આપવા માટે સમર્થ નથી. એ પ્રમાણે કહીને તેણે સંઘાટકો (બંને સાધુને) ત્યાંથી નિવૃત્ત કર્યા. (પાછા મોકલ્યા). ત્યારે શ્રમણ સંઘે બીજા સંઘાટકને રવાના કર્યા અને જણાવ્યું કે, જે શ્રમણ સંઘની આજ્ઞાનું અતિક્રમણ કરે તેનો શો દંડ થાય ?
જ્યારે સાધુઓએ ત્યાં જઈને આ વાત કરી ત્યારે જણાવ્યું કે, તેમને ઉદ્ઘાટિત પ્રાયશ્ચિત્ત આવે અર્થાત્ તેમને સંઘ બહાર કરવાનું પ્રાયશ્ચિત્ત આવે. ત્યારે હે ભગવંત ! આપને પણ આ પ્રાયશ્ચિત્ત આવે. ત્યારે ભદ્રબાહુસ્વામીએ વિનંતી કરી કે, મને સંઘ બહાર ન કરતાં, પણ જે મેધાવી સાધુ હોય તેમને અહીં ભણવા મોકલો.
હું તેઓને સાત વાંચના આ પ્રમાણે આપીશ – એક વાચના ભિક્ષાચર્યાથી પાછા ફરશે ત્યારે આપીશ, બીજી વાચના (મધ્ય) કાળ વેળાએ, ત્રીજી વારના સ્પંડિલભૂમિ થકી પાછા ફરશે ત્યારે, ચોથી વાચના વિકા–દિવસના અંત સમયવેળાએ, આવશ્યક કર્યા પછી ત્રણ વાચના આપીશ, એ રીતે સાત વાંચના આપીશ અને મહાપ્રાણધ્યાન જો અતિગત થશે, તો જેટલો સમય બચશે તેમાં ચૌદ પૂર્વની અનુપ્રેક્ષા અને ઉત્ક્રમિક (આનુપૂર્વી) થશે.
ત્યારે સ્થૂલભદ્ર પ્રમુખ ૫૦૦ મેધાવી સાધુઓને ત્યાં મોકલ્યા. તેઓ વાચના લેવાના સમયકાળે વાચના ગ્રહણ કરવા લાગ્યા, પરંતુ એક—બે–ત્રણ આદિ વાચના અવધારણ કરવા તેઓ પ્રતિપૃચ્છા કર્યા વિના સમર્થ બની શક્યા નહીં. ત્યારે એક સ્થૂલભદ્ર સિવાય બાકીના બધાં સાધુ ત્યાંથી ખસી ગયા. (આવશ્યક સૂત્રનો તો આ અભિપ્રાય જ છે. પણ કલ્પસૂત્ર વૃત્તિકાર અહીં એવું નોંધે છે કે, તેઓ મહાપ્રાણ નામક ધ્યાનની સાધના કરતા હોવાથી વાચના આપવામાં ભદ્રબાહુસ્વામીને સમય થોડો મળતો હતો, તેથી વિશેષ વાચના ન મળતી હોવાથી બીજા સાધુ ઉદ્વેગ પામી ચાલ્યા ગયા અને એક સ્થૂલભદ્ર જ રહ્યા – અમોને આવશ્યકનો અભિપ્રાય જ યોગ્ય લાગે છે.) હવે જ્યારે થોડું જ ધ્યાન બાકી રહ્યું ત્યારે ભદ્રબાહુસ્વામીએ સ્થૂલભદ્રને પૂછયું કે, તું થાક્યો તો નથી ને ? સ્થૂલભદ્રે કહ્યું કે, ના મને કોઈ થાક-કલેશ થતો નથી.
ત્યારે ભદ્રબાહસ્વામીએ કહ્યું કે, કેટલોક કાળ રાહ જો. ત્યારપછી હું આખો દિવસ વાંચના આપીશ. ત્યારે સ્થૂલભદ્રએ પૂછ્યું, મેં કેટલો કાળ અભ્યાસ કર્યો અને કેટલો બાકી છે ? ત્યારે ભદ્રબાહસ્વામીએ કહ્યું, તું ૮૮ સૂત્રો ભણ્યો છે. તે માટે સરસવ અને