________________
૧૭૬
આગમ કથાનુયોગ-૪
વળી કોઈ દિવસ રાજાને ઘેર પુત્રનો જન્મ થયો. વરાહમિહિરે જન્મપત્રિકા કરી, તેનું સો વર્ષનું આયુષ્ય કહ્યું. પુત્રજન્મની ખુશાલીમાં નગરના લોકો ભેટમાં ધરવા આવ્યા. તથા અન્યદર્શની બ્રાહ્મણો, સંન્યાસીઓ વગેરે આશીર્વાદ આપવા આવ્યા. જૈનો ઉપર ઇર્ષા ધરતા વરાહમિહિરે આ વખતે તક જોઈને કહ્યું કે, હે રાજન્ ! આપને ત્યાં પુત્રનો જન્મ થયો. છતાં વ્યવહારના અજાણ જૈનમુનિઓ પુત્રનું દર્શન કરવા પણ ન આવ્યા. આ પ્રમાણે જૈનોની નિંદા કરી, તે લોકોના મુખેથી સાંભળી ભદ્રબાહુસ્વામીએ કહેવડાવ્યું કે, આ પુત્રનું મરણ સાતમે દિવસે બિલાડીથી થશે.
આ વાત સાંભળી રાજાએ શહેરમાંથી બધી બિલાડીઓને કાઢી મૂકી. પણ સાતમે દિવસે દૂધ પીતા એવા તે બાળક ઉપર બિલાડીના આકારવાળા મુખવાળો ઉલાળીયો પડવાથી તે બાળક મરણ પામ્યો. આવી રીતે ભદ્રબાહુસ્વામીનું કહેવાનું બધું સાચું પડવાથી આખા શહેરમાં તેની પ્રશંસા થઈ અને વરાહમિહિરની નિંદા થઈ. ત્યારપછી વરાહમિહિર ક્રોધથી મૃત્યુ પામીને વ્યંતર થયો અને મરકી આદિ ફેલાવી સંઘને ઉપદ્રવ કરવા લાગ્યો. ભદ્રબાહુસ્વામીએ ઉપસર્ગહર સ્તોત્ર બનાવી તે ઉપદ્રવ દૂર કર્યો ૦ ભદ્રબાહુ સ્વામીનો પરિવાર :
પ્રાચીન ગોત્રવાળા સ્થવિર આર્ય ભદ્રબાહુને આ ચાર સ્થવિર શિષ્યો પુત્ર સમાન પ્રસિદ્ધ હતા. તે આ પ્રમાણે કાશ્યપ ગોત્રવાળા સ્થવિર ગોદાસ, સ્થવિર અગ્નિદત્ત, સ્થવિર યજ્ઞદત્ત અને સ્થવિર સોમદત્ત કાશ્યપ ગોત્રવાળા સ્થવિર ગોદાસ થકી ગોદાસગણ નામે ગણ નીકળ્યો. તે ગોદાસગણની ચાર શાખાઓ હતી તે આ પ્રમાણે – તાપ્રલિસિકા, કોટિવર્ષિકા, પંડવર્બનિકા અને દાસીખર્બટિકા.
- રાજગૃહ નગરમાં ચાર મિત્રો એવા વણિક કે જે સાથે જ મોટા થયા હતા, તેમણે ભદ્રબાહસ્વામી પાસે ધર્મ સાંભળી દીક્ષા ગ્રહણ કરેલી. તેઓ ઘણું જ મૃત ભણ્યા. અન્યદા કોઈ દિવસે તેઓ એકાકી વિહાર પ્રતિમા અંગીકાર કરીને રહેલા. ભવિતવ્યતાના યોગે તેઓ વિચરતા–વિચરતા રાજગૃહી નગરે આવ્યા. તે સમયે હેમંતઋતુ વર્તતી હતી. તેઓ ભિક્ષાચરી કરીને ત્રીજી પૌરુષીએ પ્રતિનિવૃત્ત થયા. તેઓને વૈભારગિરિના માર્ગે જવાનું હતું. ત્યાં તેઓમાં પ્રથમ શિષ્ય ગિરિગુફા દ્વારે છેલ્લી પૌરુષીએ પહોંચ્યા. તે ત્યાં જ રહ્યા. બીજા શિષ્ય ઉદ્યાનમાં રહ્યા, ત્રીજા શિષ્ય ઉદ્યાનની સમીપ રહ્યા. ચોથા નગરમાં રહ્યા.
તેઓમાં જે ગિરિગુફાએ રહ્યા હતા, તેણે નિરંતર શીત પરીષહને સખ્યપણે સહન કરતા, ખમતા તેઓ પહેલા પ્રહરે જ કાળધર્મ પામ્યા. એ પ્રમાણે (બીજા શિષ્ય બીજા યા, ત્રીજા શિષ્ય ત્રીજા પામે અને) ચોથા શિષ્ય જે નગર સમીપે રહેલા હતા તે ચોથા યામે કાળધર્મ પામ્યા. તેઓમાં જે નગર સમીપે હતા તેને નગરની ઉષ્માને કારણે ઓછો શીત પરીષહ અનુભવ્યો, તેથી પછી કાળધર્મ પામ્યા. આ ચારે સમ્યકૂપણે કાળધર્મ પામ્યા. આ પ્રમાણે જેમ તે ચારેએ જે રીતે પરીષહ સહન કર્યો, તેમ સમ્યક્ રીતે સહન કરવો જોઈએ.
(આ ચાર શિષ્યો એ જ સ્થવિર ગોદાસ આદિ ચાર હતા કે અન્ય તે સ્પષ્ટ થતું નથી.)