________________
૨૭૬
આગમ કથાનુયોગ-૪
પાછલા દ્વારેથી કાઢી મૂકાયો ત્યારે જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા, ત્યાં આવ્યો. આવીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલી કરી જય-વિજય શબ્દો વડે વધાવીને કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! આપની આજ્ઞાથી હું અપરકંકા રાજધાનીમાં ગયો – યાવત્ – પાછલે તારેથી કાઢી મૂકાયો. ૦ પદ્મનાભ અને પાંડવોનું યુદ્ધ અને પાંડવોનો પરાજય :
ત્યારપછી પદ્મનાભે સેના નાયકને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! જલ્દીથી આભિષેક્ય હસ્તિરત્નને સજ્જિત કરો. ત્યારબાદ કલાચાર્યના ઉપદેશથી ઉત્પન્ન બુદ્ધિની કલ્પનાથી જન્ય વિકલ્પોમાં નિપુણ પુરુષોએ આભિષેજ્ય હસ્તિત્વને ઉજ્જવલ નિર્મળ વેષભૂષાથી પરિવસ્ત્રિત – યાવત્ – સુશોભિત કર્યો. સુશોભિત કરીને પદ્મનાભ સામે ઉપસ્થિત કર્યો.
ત્યારપછી પદ્મનાભ યુદ્ધને માટે તૈયાર થયો, કવચ આદિ બાંધીને – યાવત્ – આભિષેક્ય હસ્તિરત્ન પર આરૂઢ થયો. આરૂઢ થઈને ઘોડા, હાથી, રય અને પ્રવર યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેના દ્વારા પરિવૃત્ત થઈ મહાન સુભટો, રથો આદિના સમૂહને સાથે લઈને જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા, ત્યાં જવાને માટે ઉદ્યત થયો.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવે પદ્મનાભ રાજાને આવતો જોયો, જોઈને તે પાંચે પાંડવોને બોલ્યા, અરે બાળકો ! તમે પદ્મનાભ સાથે યુદ્ધ કરશો કે જોશો ? ત્યારે તે પાંચ પાંડવોએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી! અમે યુદ્ધ કરીશું, આપ યુદ્ધને જુવો.
ત્યારપછી તે પાંચે પાંડવો યુદ્ધને માટે તૈયાર થઈને કવચ આદિ બાંધી – યાવત્ – પ્રહરણોને હાથમાં લઈને રથોમાં આરૂઢ થયા. આરૂઢ થઈને જ્યાં પદ્મનાભ રાજા હતા, ત્યાં પહોંચ્યા, પહોંચીને “આજ કાં તો અમે છીએ અથવા પાનાભ રાજા છે" એ પ્રમાણે કહીને તેઓ પદ્મનાભ સાથે યુદ્ધ કરવાને માટે સંલગ્ન થયા અર્થાત્ પ્રવૃત્ત થયા.
ત્યારપછી તે પદ્મનાભ રાજા પાંચે પાંડવોને જલ્દીથી હત–મથિત કરી દીધા. તે શ્રેષ્ઠવીરોને મારીને અર્થાત્ ઘાયલ કરી, તેમના સંકેત ધ્વજ અને પતાકાને પછાડીને, છિન્નભિન્ન કરીને કંઠગત પ્રાણ જેવા કરી દઈને દિશા–વિદિશામાં ભગાડી દઈને અહીંતહીં નસાડી મૂક્યા.
ત્યારે તે પાંચ પાંડવ પદ્મનાભ રાજા દ્વારા હત–મથિત થઈને, પ્રવરવીર માફક ઘાયલ થઈને, પતિત સંકેત–ધ્વજ અને પતાકાવાળા થઈને, કંઠગત પ્રાણ જેવા થઈ અહીંતહીં દિશા–વિદિશામાં ભગાડાયેલા થઈને શત્રુસેનાનો સામનો કરવામાં અસમર્થ, બળવીર્યહીન, પુરુષાર્થ–પરાક્રમ હીન થઈને અને રોકાવાનું અસંભવ સમજીને જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા ત્યાં આવ્યા. ૦ કૃષ્ણ વાસુદેવના હાથે પદ્મનાભનો ઘોર પરાજય :
ત્યારે કૃષ્ણ વાસુદેવે તે પાંચે પાંડવોને પૂછયું, હે દેવાનુપ્રિયો ! તમે લોકોએ શું કહીને પદ્મનાભ રાજા સાથે યુદ્ધ કરેલ હતું ? ત્યારે પાંચ પાંડવોએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! અમે આપની આજ્ઞા લઈને યુદ્ધને માટે તૈયાર થયા, કવચ બાંધ્યા – યાવતું – રથ પર આરૂઢ થયા. આરૂઢ થઈને જ્યાં પદ્મનાભ હતો, તેની સામે