________________
૨૯૮
આગમ કથાનુયોગ-૪
સંકલ્પ ઉત્પન્ન થયો –
નિશ્ચયથી હું આ જ જંબૂદ્વીપ નામક દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી રાજધાનીમાં મહાપા નામે રાજા હતો, ત્યાં મેં સ્થવિર મુનિરાજ પાસે મુંડિત થઈને પ્રવજ્યા અંગીકાર કરેલી હતી અને સામાયિકથી આરંભીને ચૌદ પૂર્વનું અધ્યયન કરીને ઘણાં વર્ષો સુધી શ્રમણપર્યાયનું પાલન કરીને અને અંતે એક માસની સંલેખના કરીને મહાશુક્ર કલ્પે દેવરૂપે જન્મેલ હતો.
ત્યારપછી આયુલય, ભવક્ષય અને સ્થિતિશય થયા પછી અનંતર તે દેવલોકથી ચ્યવન કરીને આ તેતલપુરમાં તેતલી અમાત્યની ભદ્રા નામક ભાર્યાથી પુત્રના રૂપે ઉત્પન્ન થયો. તો મારે માટે શ્રેયસ્કર છે કે, પૂર્વે ગ્રહણ સ્વીકાર કરેલ મહાવ્રતોને સ્વયં જ અંગીકાર કરીને વિચરવું.
આ પ્રમાણે તેટલીપુત્રએ વિચાર કર્યો. (અહીં આવશ્યક ચૂર્ણિ પૃષ્ઠ-૫૦૧માં જણાવ્યા પ્રમાણે તેમજ ઋષિભાષિત અધ્યયન-૧૦ (ગા.૮) મુજબ તેઓ પ્રત્યેક બુદ્ધ થયા. ઋષિભાષિતમાં જણાવ્યા મુજબ ત્યારે ભગવંત અરિષ્ટનેમિનું શાસન હતું) ત્યારપછી જાતે જ મહાવ્રતોને અંગીકાર કર્યા. અંગીકાર કરીને જ્યાં પ્રમદવન નામક ઉદ્યાન હતું, ત્યાં આવ્યો. આવીને શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે પૃથ્વીશિલાપટ્ટક પર સુખપૂર્વક બેઠા-બેઠા અનુચિંતન કરવા લાગ્યા. પૂર્વઅધીત ચૌદ પૂર્વનું સ્મરણ થયું.
ત્યારપછી તે તેટલીપુત્ર અણગારને શુભ પરિણામ, પ્રશસ્ત અધ્યવસાય અને વિશુદ્ધયમાન લેગ્યાથી તદાવરણીય કર્મોનો ક્ષયોપશમથી કર્મરજનો નાશ કરનારા અપૂર્વકરણમાં પ્રવેશ કરવાથી અર્થાત્ ક્ષપકશ્રેણી પર આરોહણ કરવાથી ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયા.
ત્યારે તેતલપુર નગરની સમીપમાં રહેલા વાણવ્યંતર દેવો અને દેવીઓએ દેવદુંદુભીઓ વગાડી, પાંચ વર્ણના પુષ્પોની વર્ષા કરી. વસ્ત્રની વૃષ્ટિ કરી અને દિવ્ય ગીતગંધર્વનો નિનાદ કરી – યાવત્ – કેવળજ્ઞાનનો મહિમા કર્યો. ૦ કનકધ્વજ દ્વારા શ્રાવક ધર્મ ગ્રહણ :
ત્યારપછી કનકધ્વજ રાજાએ આ વૃત્તાંતને જાણીને (મનોમન) આ પ્રમાણે કહ્યું, નિઃસંદેહ મારા દ્વારા અપમાનિત થઈને તેટલીપુત્રએ મુંડિત થઈને દીક્ષા અંગીકાર કરી છે. તેથી હું જાઉં અને તેટલીપુત્ર અણગારને વંદન–નમસ્કાર કરું, વંદન–નમસ્કાર કરીને આ કાર્યને માટે વારંવાર વિનયપૂર્વક ક્ષમા માંગુ. આ પ્રમાણે કનકધ્વજે વિચાર કર્યો.
આ પ્રમાણે વિચાર કરીને સ્નાન કર્યું, ચતુરંગિણી સેનાની સાથે તેમજ માતાને લઈને સર્વ ઋદ્ધિપૂર્વક નીકળ્યો. જ્યાં પ્રમદવન ઉદ્યાન હતું. જ્યાં તેટલીપુત્ર અણગાર હતા, ત્યાં ગયા. જઈને તેટલીપુત્ર કેવલીને વંદન–નમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરીને પોતાના દ્વારા કરાયેલ ભૂલને માટે વિનયપૂર્વક વારંવાર ક્ષમા માંગી, ક્ષમાયાચના કરીને બહુ દૂર નહીં – બહુ નજીક નહીં તેવા યોગ્ય સ્થાને બેસીને પર્યપાસના કરવા લાગ્યો.
ત્યારપછી તેતલીપત્ર અણગારે કનકધ્વજ રાજા અને તે વિશાળ પર્ષદાને ધર્મોપદેશ આપ્યો. ત્યારે તે કનકધ્વજ રાજાએ તેટલીપુત્ર કેવલી પાસેથી ધર્મશ્રવણ કરી અને હૃદયમાં