________________
૩૧૪
આગમ કથાનુયોગ-૪
- આઠ દેવીઓ ઇશાનકલ્પથી ઍવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને ત્યાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
૦ આગમ સંદર્ભ :-- ઠા. ૭ર.૩;
ભગ. ૪૮૯;
નાયા ૨૩૯, ૨૪૦;
૦ ગોપાલિકા કથા :
ગોપાલિકા નામે એક બહુશ્રુત શ્રમણી હતા. તેઓ એક વખત પોતાના શિષ્યા પરિવાર સાથે ચંપાનગરી પધાર્યા. ગોપાલિકા આર્યાના ઉપદેશથી સકાલિકા (દ્રૌપદીનો પૂર્વભવ) શ્રાવિકા બની હતી, પછી સુકુમાલિકાએ તેઓની પાસે દીક્ષા ગ્રહણ કરી – થાવત્ – ગોપાલિકા આર્યાએ સુકુમાલિકાને ખુલ્લામાં આતાપના ન લેવા, બકુશત્વનો ત્યાગ કરવા આદિ સમજાવેલ. ઇત્યાદિ કથા દ્રૌપદીની કથાથી જાણી લેવી.
૦ આગમ સંદર્ભ :નાયા. ૧૬૫ થી ૧૯૭;
૦ પુષ્પચૂલા કથા :
ભગવંત પાર્શ્વનાથના ૩૮,૦૦૦ શ્રમણીઓમાં મુખ્ય એવા પુષ્પચૂલા શ્રમણી હતા. તેમની પાસે “કાલી” આદિએ, “રાજી” આદિએ, “ભૂતા' વગેરેએ પ્રવજ્યા અંગીકાર કરેલી હતી. કાલી વગેરેને તેમણે ધર્મનો બોધ આપેલો. સામાયિકથી આરંભીને અગિયાર અંગો પર્યતનું જ્ઞાન (શિક્ષણ) આપેલું હતું. તેમજ “કાલી" વગેરે અસુરકુમારેન્દ્રોની, વ્યંતરેન્દ્રોની, જ્યોતિર્મેન્દ્રો આદિની જે–જે અગ્ર મહિષીઓ થયા તે સર્વેને અધ્યયન કરાવવા ઉપરાંત જ્યારે તે–તે શ્રમણીઓ શરીરનાકુશિકા થઈ ગયા ત્યારે તે–તે શ્રમણીઓને સારણા આદિ કરવા વડે પુનઃ સંયમમાં સ્થિર કરવા પ્રયત્ન કરેલ હતો. (જુઓ “કાલી” કથા.)
૦ આગમ સંદર્ભ :સમ ૩૧૧;
નાયા. રર૦, ૨૪૦; આવ યૂ.૧–પૃ. ૧૫૯;
તિલ્યો. ૪૬૨;
૦ સુવતા–૧ કથા :
તે કાળે, તે સમયે ઇર્યા આદિ સમિતિઓથી યુક્ત – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારિણી, બહુશ્રુત અને ઘણાં શિષ્યા પરિવારથી યુક્ત સુવ્રતા નામે સાધ્વી હતા. (કથાના પરસ્પર સંબંધના અનુમાનથી એમ જણાય છે કે, સુવ્રતા સાધ્વીજી ભગવંત અરિષ્ટનેમિના શાસનમાં થયા હશે. કેમકે - સુવ્રતા સાધ્વીજીએ જેમને પ્રતિબોધ કર્યો તે પોટિલા–તેતલીપુત્ર ભ.અરિષ્ટનેમિના શાસનમાં થયેલા અને દ્રૌપદી પણ ભ.અરિષ્ટનેમિના શાસનમાં થયા હતા.)
સુવ્રતા આર્યાએ ધર્મનો બોધ પમાડી પોટ્ટિલાને પ્રથમ શ્રાવિકા બનાવેલા, પછીથી પોટ્ટિલાએ તેમની પાસે પ્રવજ્યા અંગીકાર કરેલી. તેઓએ પોટ્ટિલાને અગિયાર અંગોનું