________________
શ્રમણી કથા
૩૦૫
ઝોસણા કરીને, ત્રીસભક્ત ભોજનનું અનશન દ્વારા છેદન કરીને તે પાપ સ્થાનની આલોચના–પ્રતિક્રમણ ન કરીને કાલમાસમાં કાળ કરીને ચમરચંચા રાજધાનીમાં કાલાવતંસક ભવનમાં ઉપપાત સભામાં, દેવશય્યામાં દેવદૂષ્યમાં અવતરિત થઈને અંગુલના અસંખ્યાતમાં ભાગની અવગાહના દ્વારા કાલી દેવીરૂપે ઉત્પન્ન થયા.
ત્યારપછી તે કાલીદેવી તત્કાળ ઉત્પન્ન થઈને પાંચ પ્રકારની પર્યાદ્ધિઓથી પર્યાપ્ત ભાવને પ્રાપ્ત થઈ. ત્યારપછી તે કાલીદેવી ૪૦૦૦ સામાનિક દેવો – યાવત્ – ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવા તથા બીજા પણ ઘણાં કાલાવતંસક ભવનવાસી અસુરકુમાર દેવો અને દેવીઓનું આધિપત્ય કરતી એવી – યાવત્ – વિચારવા લાગી.
આ પ્રમાણે હે ગૌતમ ! તે કાલીદેવીને તે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ અને દિવ્ય દેવાનુભાવ મળેલ છે. પ્રાપ્ત થયો છે. અભિસમન્વવિત થયેલ છે.
હે ભગવન્! કાલીદેવીની સ્થિતિ કેટલા કાળની કહી છે ? હે ગૌતમ ! અઢી પલ્યોપમની કહી છે. હે ભગવનું ! તે કાલીદેવી તે દેવલોક ચ્યવીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ?
હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધિને પ્રાપ્ત કરશે – યાવત્ – સમસ્ત દુઃખોનો અંત કરશે.
૦ આગમ સંદર્ભ :નાયા. ૨૨૦;
– ૪ –– –– ૦ રાજી કથા :
તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણશિલક નામે ચૈત્ય હતું. ભગવંત મહાવીરસ્વામી પધાર્યા, પર્ષદા નીકળી – યાવત્ – પર્યાપાસના કરવા લાગી.
તે કાળે, તે સમયે રાજી નામની દેવી ચમચંચા રાજધાનીથી કાલીદેવીની માફક ભગવંત મહાવીર પાસે આવી અને નૃત્યવિધિ દેખાડી પાછી ગઈ.
હે ભગવન્! એ પ્રમાણે સંબોધન કરીને ભગવદ્ ગૌતમે શ્રમણ ભગવાન્ મહાવીરને વંદના–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને તેણીના પૂર્વભવ બાબત પૃચ્છા કરી.
હે ગૌતમ ! આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમસ્વામીને સંબોધન કરીને કહ્યું, હે ગૌતમ ! તે કાળે, તે સમયે આમલકલ્પા નામે નગરી હતી. આમ્રશાલવન નામક ચૈત્ય હતું. ત્યાં જિતશત્રુ નામે રાજા હતો. રાજી નામે ગાથાપતિ હતો. રાજશ્રી તેની પત્ની હતી. તેને રાજી નામે પુત્રી હતી.
કોઈ સમયે પાર્થ પ્રભુ ત્યાં પધાર્યા. રાજી દારિકા પણ “કાલીઓની માફક ભગવંત પાર્શ્વના દર્શનાર્થે નીકળી – યાવત્ – ત્યારપછી તે રાજી આર્યા થઈ ગયા. ત્યારે તે રાજી આર્યા પુષ્પચૂલા આર્યાની પાસે સામાયિકથી લઈને અગિયાર અંગો ભણ્યા. ત્યારપછી (કાળક્રમે) કોઈ સમયે શરીર બકુશિકા થઈ ગયા.
ત્યારપછી તે પાસસ્થા રાજી આર્યા તે પાપ સ્થાનની આલોચના પ્રતિક્રમણ ન કરીને કાલમાસમાં કાળ કરીને ચમરચંચા રાજધાનીમાં રાજ અવતંસક ભવનમાં, ઉપપાત [/૪/૨૦].