________________
શ્રમણી કથા
૩૧૧
૦ સૂર્યપ્રભા કથા -
તે કાળે, તે સમયે રાજગૃહ નગરમાં ભગવાન્ મહાવીર પધાર્યા. પર્ષદા નીકળી – યાવતુ – પર્ષદા પર્યપાસના કરવા લાગી.
તે કાળે, તે સમયે સૂર્યપ્રભાદેવી સૂર્ય વિમાનમાં સૂર્યપ્રભ સિંહાસન પર આસીન હતી. શેષ સર્વકથા “કાલીદેવી"ની કથા પ્રમાણે જાણવી.
– વિશેષતા ફક્ત એ છે કે, પૂર્વભવમાં અરફુરી નગરીના સૂર્યપ્રભ ગાથાપતિની સૂર્યશ્રી નામે પત્ની હતી. તેઓને સૂર્યપ્રભા નામે પુત્રી થઈ. (કાલીની માફક દીક્ષા લીધી ઇત્યાદિ) પછી સૂર્યની અગ્રમહિષી થઈ. સૂર્યપ્રભાદેવીની સ્થિતિ ૫૦૦ વર્ષ અધિક અર્ધપલ્યોપમની છે.
શેષ સર્વ કથા પૂર્વવત્ કાલીદેવીની સમાન જાણવી. ૦ (૨) આતપા (૩) અર્ચિમાલી, (૪) પ્રભંકરા :
આ ત્રણે પણ સૂર્યની અગ્રમહિષીઓ થઈ. ત્રણે શ્રમણીઓની કથા સૂર્યપ્રભા મુજબ જ જાણવી. આ બધી અરફુરી નગરીમાં ઉત્પન્ન થયેલી. ત્રણેના માતા-પિતાના નામ આ કન્યા મુજબ જાણવા. ઇત્યાદિ.
૦ આગમ સંદર્ભ :ઠા. ૨૮૭; ભગ ૪૮૯;
નાયા. ૨૩૫; જીવા. ૩૨૧; સૂર. ૧૨૬;
ચંદ. ૧૩૦ જંબૂ ૩૫૫;
– ૪ – ૪ – ૦ ચંદ્રપ્રભા આદિ કથા -
(નાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કંધમાં આઠમાં વર્ગમાં ચંદ્રની અગ્રમડિષીઓ એવી ચાર દેવીની કથા છે. (૧) ચંદ્રપ્રભા, (૨) જ્યોત્સનાભા, (૩) અર્ચિમાલી અને (૪) પ્રભંકરા.
આ ચારે પૂર્વભવે શ્રમણીઓ હતા.) ૦ ચંદ્રપ્રભા :
તે કાળે, તે સમયે રાજગૃહ નગરમાં મહાવીરસ્વામી પદાર્પણ થયું. પર્ષદા નીકળી - યાવત્ – પર્ષદા પર્યપાસના કરવા લાગી.
તે કાળે, તે સમયે ચંદ્રપ્રભા નામની દેવી ચંદ્રપ્રભ વિમાનમાં ચંદ્રપ્રભ નામના સિંહાસન પર આસીન હતી શેષ કથા “કાલીદેવી'ના કથાનક મુજબ જાણવી – ફક્ત વિશેષતા એ છે કે, તે પૂર્વભવે મથુરા નગરીની નિવાસિની હતી. ત્યાં ચંદ્રાવતંસક નામક ઉદ્યાન હતું.
ત્યાં ચંદ્રપ્રભ નામે ગાથાપતિ રહેતો હતો. તેને ચંદ્રશ્રી નામે પત્ની હતી. તેઓને ચંદ્રપ્રભા નામની પુત્રી હતી. (તેણીએ “કાલીદેવીની માફક દીક્ષા લીધી – યાવત્ – કાલીદેવી માફક જ કાળધર્મ પામી) ત્યાંથી તે ચંદ્રની અગ્રમહિષી રૂપે ઉત્પન્ન થઈ. ત્યાં તેણીની સ્થિતિ પ૦,૦૦૦ વર્ષ અધિક અર્ધપલ્યોપમની તેની સ્થિતિ હતી. શેષ કથાનક કાલીદેવી” મુજબ જાણવું. ૦ જ્યોત્સનાભા (દોસિનાભા), અર્ચિમાલી, પ્રભંકરા :
આ ત્રણે શ્રમણીઓની કથા ચંદ્રપ્રભાની માફક જ જાણવી. તે ત્રણે પણ કાળધર્મ