________________
૩૧૦.
આગમ કથાનુયોગ-૪
તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. ભગવંત મહાવીર સમોસર્યા – યાવત્ - પર્ષદા પર્યાપાસના કરવા લાગી.
તે કાળે, તે સમયે કમલા નામની દેવી કમલા રાજધાનીમાં કમલાવર્તસક ભવનમાં કમલ નામક સિંહાસન પર આસીન હતી. શેષ સર્વ કથાનક “કાલીદેવી"ની સમાન જાણવું.
ફર્ક માત્ર એ છે કે, પૂર્વભવમાં નાગપુર નગર હતું. સહસ્ત્રાપ્રવન નામક ઉદ્યાન હતું. કમલ નામે ગાથાપતિ હતો, તેને કમલશ્રી નામે પત્ની હતી. તેઓને કમલા નામે પુત્રી હતી. તેણીએ ભ.પાર્શ્વ પાસે પ્રવજ્યા અંગીકાર કરી, કાળ કરીને પિશાયેન્દ્ર કાલની અગમહિષી થઈ. ત્યાં તેની સ્થિતિ અર્ધ પલ્યોપમની હતી.
આ જ પ્રમાણે દક્ષિણ દિશવર્તી અન્ય વાણવ્યંતરેન્દ્રની અગ્રમડિષીઓના અધ્યયન કહેવા જોઈએ (અર્થાત્ કથા જાણવી).
બધી જ (કમલપ્રભાથી સરસ્વતી પર્યત) નાગપુર નગરના સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં દીક્ષા લીધી. બધી કન્યાના માતા અને પિતાના નામ કન્યાઓના નામની સમાન જાણવા. જેમકે – કમલપ્રભા, કમલપ્રભ અને કમલપ્રભશ્રીની પુત્રી હતી, ઉત્પલા એ ઉત્પલ ગાથાપતિ અને ઉત્પલશ્રીની પુત્રી હતી ઇત્યાદિ બધાં જ શ્રમણીઓ કાળધર્મ પામી વાણવ્યંતરેન્દ્રની અગ્રમહિષી બન્યા. ત્યાં તેમની સ્થિતિ અર્ધપલ્યોપમની હતી, ત્યાંથી વી તે સર્વે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પામશે.
૦ આગમ સંદર્ભ :ઠા. ૨૮૭;
ભગ. ૪૮૯;
નાયા. ૨૨૯ થી ૨૩૩;
૦ બત્રીશ શ્રમણીઓની કથા :
(નાયાધમ્મકહાના શ્રુતસ્કન્ધ બીજાના છઠા વર્ગમાં બત્રીશ શ્રમણીઓ માટે એટલી જ સૂચના છે કે છઠો વર્ગ પણ પાંચમાં વર્ગ સમાન છે. અર્થાત્ કમલા, કમલપ્રભા – યાવત્ – સરસ્વતી એ બત્રીશ શ્રમણીઓની જ કથા છે.)
વિશેષતા ફક્ત એ જ છે કે, મહાકાલ આદિ ઉત્તર દિશાવર્તી આઠ ઇન્દ્રોની આ બત્રીશ અગ્રમડિષીઓ હતી (પ્રત્યેક ઇન્દ્રની ચાર-ચાર એ રીતે આઠ ઇન્દ્રોની ચાર–ચાર થતા બત્રીશ અગ્રમહિષી જાણવી.)
આ બત્રીશે કન્યા પૂર્વભવમાં સાકેત નગરમાં ઉત્પન્ન થયેલી હતી. તે સર્વે ઉત્તરકર નામના ઉદ્યાનમાં દીક્ષિત થઈ હતી. તે કન્યાઓના નામ પ્રમાણે જ તેમના માતા–પિતાના નામ જાણવા. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું.
૦ આગમ સંદર્ભ :ઠ. ૨૮;
ભગ ૪૮૯;
નાય. ૨૩૪;
૦ સૂર્યપ્રભા આદિ કથા –
(નાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કંધના વર્ગ સાતમાં સૂર્યની અગમહિષીરૂપે આ ચાર કથાઓ છે તે આ પ્રમાણે :- (૧) સૂર્યપ્રભા, (૨) આતપા, (૩) અર્ચિમાલી અને (૪) પ્રભંકરા.