________________
શ્રમણી કથા
૩૦૩
વિભૂષિત કરીને સહસ્ત્રપુરુષવાહિની શિબિકા પર આરૂઢ કરી.
આરૂઢ કરીને મિત્રો, જ્ઞાતિજનો, નિજક–સ્વજન, સંબંધી અને પરિજનોને સાથે લઈને સર્વ ઋદ્ધિ – યાવત્ – દંદુભિઘોષો અને વાદ્યોના ધ્વનિપૂર્વક આમલકલ્પા નગરીના મધ્યમાંથી નીકળ્યો. નીકળીને જ્યાં આમ્રપાલવનચૈત્ય હતું, ત્યાં આવ્યા, આવીને તીર્થકરોના છત્રાદિ અતિશયોને જોયા, જોઈને શિબિકાને રોકાવી, કાલીદારિકાને શિબિકાથી નીચે ઉતારી,
ત્યારપછી માતાપિતા કાલીદારિકાને આગળ કરીને જ્યાં પુરુષાદાનીય પાર્થ અત્ બિરાજમાન હતા, ત્યાં પહોંચી, પહોંચીને વંદન-નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા, હે દેવાનુપ્રિયે ! આ કાલીદારિકા અમારી પુત્રી છે, અમને ઇષ્ટ, કાંત, પ્રિય – યાવત્ – ઉર્દુબર પુષ્પની સમાન જેનું નામ શ્રવણ પણ દુર્લભ છે, તો પછી દર્શનની વાત જ શું કરવી ? હે દેવાનુપ્રિય ! તે સંસારથી ઉદ્વિગ્ન થઈને આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી અણગાર પ્રવજ્યા અંગીકાર કરવા ઇચ્છે છે. તેથી અમે આપ દેવાનુપ્રિયને આ શિષ્યાની ભિક્ષા પ્રદાન કરીએ છીએ. હે દેવાનુપ્રિય! આપ આ શિષ્યાભિક્ષાનો સ્વીકાર કરો.
ત્યારે પાર્શ્વનાથ અર્હતે કહ્યું, જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો.
ત્યારપછી કાલીકુમારીએ ભપાૐ અર્હને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને ઇશાન ખૂણામાં ગઈ. ત્યાં જઈને સ્વયં જ આભરણ, વસ્ત્ર, માળા અને અલંકારોને ઉતાર્યા, ઉતારીને સ્વયં જ લોચ કર્યો. લોચ કરીને જ્યાં પુરુષાદાનીય પાર્થ ખંત્ બિરાજમાન હતા, ત્યાં આવી, આવીને પાર્થ અને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, વંદન–નમસ્કાર કર્યા અને વંદનનમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું –
હે ભગવંત ! આ લોક આદિત છે – જન્મ મરણાદિ વેદનાથી સળગી રહ્યો છે, વ્યાપ્ત છે – યાવત્ – હું ઇચ્છું છું કે, આપ દેવાનુપ્રિય સ્વયં મને દીક્ષા આપો – યાવત - ધર્મનો બોધ કરાવો. ત્યારે પુરુષાદાનીય પાર્થ અને સ્વયં જ કાલીકુમારીને પુષ્પચૂલા આર્યાને શિષ્યાના રૂપમાં પ્રદાન કર્યા.
ત્યારે પુષ્પચૂલા આર્યાએ કાલીકુમારીને સ્વયં જ પ્રવ્રજિત કર્યા – યાવત્ – ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યારપછી તે કાલી આર્યા પુષ્પચૂલા આર્યાની પાસેથી આ પ્રકારનો ધાર્મિક ઉપદેશ સમ્યક્ પ્રકારથી સારી રીતે, પૂર્ણરૂપે અધિગત કરીને વિચરવા લાગ્યા. ત્યારપછી તે કાલી આર્યા ઇર્યાસમિતિ આદિ સમિતિઓથી યુક્ત – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારિણી આર્યા થઈ ગઈ.
ત્યારપછી તે કાલી આર્યાએ પુષ્પચૂલા આર્યા પાસે સામાયિકથી લઈને અગિયાર અંગોનું અધ્યયન કર્યું અને ઘણાં જ ઉપવાસ, છઠ, અઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, માસક્ષમણ, અર્ધમાસક્ષમણ આદિ તપોકર્મથી પોતાના આત્માને ભાવિત કરતી એવી વિચારવા લાગી. ૦ કાલીઆર્યાનું બકુશત્વ અને પૃથક્ વિહાર :
ત્યારપછી અન્ય કોઈ એક સમયે તે કાલી આર્યા શરીર બાકુશિકા થઈ ગઈ. તેથી
M