________________
શ્રમણી કથા
૩૦૧
જે ઉંમરમાં મોટી થઈ ગઈ હતી અને મોટી થઈ હોવા છતાં પણ અવિવાહિત હતી. જીર્ણ– વૃદ્ધ જેવી હતી અને જીર્ણ હોવા છતાં પણ કુંવારી હતી. તેના સ્તનો લબડી ગયા હતા. વિરક્ત વરવાળી હોવાથી વરરહિત અર્થાત્ અવિવાહિત હતી. ૦ કાલી દ્વારા ભ.પાર્થ પાસે ઘર્મશ્રવણ :
તે કાળે, તે સમયમાં ધર્મના આદિકર, તીર્થકર, સ્વયંભૂદ્ધપુરષોત્તમ, પુરુષસિંહ, પુરષોત્તમ, શ્રેષ્ઠ પુંડરીક સમાન, ગંધહસ્તિસમાન પુરુષ શ્રેષ્ઠ, અભયદાતા, જ્ઞાનરૂપી નેત્રના દાતા, મુક્તિમાર્ગના ઉપદેશક, શરણને દેનારા, (સંયમી) જીવનને દેનારા, ભવસાગરમાં દ્વિીપરૂપ, ત્રાણરૂપ, શરણરૂપ, આશ્રયરૂપ, આધારરૂપ, ચાતુરંત શ્રેષ્ઠ ધર્મ ચક્રવર્તી, અપ્રતિકત ઉત્તમ જ્ઞાન-દર્શનના ધારક, જેનું છઘસ્થપણું ચાલી ગયેલ છે તેવા, અતુ, જિન, કેવલી, રાગ-દ્વેષાદિ આત્મશત્રુઓને જિતનારા, બીજાને જિતાવનાર, સંસાર સાગરથી તરેલા, પારગામી અને બીજાને તારનારા, સ્વયં મુક્ત અને બીજાને સંસારથી મૂકાવનારા
– સ્વયં બોધને પ્રાપ્ત અને બીજાને બોધ પમાડનારા, સર્વજ્ઞ, સર્વદર્શી, નવ હાથ શરીરની ઊંચાઈવાળા, સમચતુરસ્ત્ર સંસ્થાનથી સંસ્થિત, વજ ઋષભનારા સંતનનવાળા, સમચતુરસ્ત્ર સંસ્થાનથી સંસ્થિત, વજ ઋષભનારાચ સંહનનવાળા, જલ, મલ, કલંક અને પ્રસ્વેદથી વિહિન શરીરવાળા, શિવરૂપ, અચલ, અરોગ, અનંત, અક્ષય, અવ્યાબાધ અને અપુનરાવર્તક એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરનારા અને પુરુષાદાનીય પાર્થ અર્હતું ૧૬,૦૦૦ શ્રમણ નિગ્રંથો અને ૩૮,૦૦૦ આર્યાઓથી પરિવરીને ક્રમાનુક્રમથી ગમન કરતા, ગ્રામાનુગ્રામની સ્પર્શના કરતા, સુખપૂર્વક વિહાર કરતા આમલકલ્પા નગરીની બહાર આમ્રપાલ વનમાં પધાર્યા. દર્શનાર્થે પર્ષદા નીકળી – યાવત્ – તે પર્યપાસના કરવા લાગી.
ત્યારે તે કાલી દારિકા આ સમાચાર સાંભળીને, હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્તવાળી, પ્રતિમા, પરમસીમનસિકા અને હર્ષના વશથી વિકસિત હૃદયા થઈને જ્યાં માતાપિતા હતા, ત્યાં આવી. આવીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે બોલી, હે માત–તાતધર્મના આદિકર, તીર્થકર, પુરષાદાનીય પાર્થ અત્ અહીં આવ્યા છે, અહીં સમાગત થયા છે, અહીં પધાર્યા છે. અહીં આમલકલ્પા નગરીના આપ્રશાલવનમાં યથાપ્રતિરૂપ અવગ્રહને ગ્રહણ કરીને સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા છે.
તેથી હે માતા-પિતા ! આપની આજ્ઞા લઈને હું પુરુષાદાનીય પાર્થ અર્પત્ની ચરણ–વંદનાર્થે જવા ઇચ્છું છું. ત્યારે માતાપિતાએ કહ્યું, હે દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો પણ વિલંબ ન કરો.
ત્યારપછી તે કાલીદારિકા માતાપિતાની આજ્ઞા પ્રાપ્ત થયા પછી હર્ષિત, સંતુષ્ટ થઈ, આનંદિત ચિત્ત, પ્રીતમના, પરમ સૌમનસિકા અને હર્ષના વશથી વિકસિત હૃદયવાળી થઈ, સ્નાન કર્યું. કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યા અને શુદ્ધ, યોગ્ય, માંગલિક, શ્રેષ્ઠ વસ્ત્રો પહેર્યા. અલ્પ પણ મહામૂલ્યવાનું આભુષણો વડે શરીરને અલંકૃત્ કર્યું. કરીને દાસીઓના સમૂહથી પરિવેષ્ટિત થઈ પોતાના ઘેરથી બહાર નીકળી. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી, જ્યાં ધાર્મિક શ્રેષ્ઠ માન–રથ હતો, ત્યાં આવી, આવીને તે શ્રેષ્ઠ ધાર્મિક યાન