________________
૩૦૨
આગમ કથાનુયોગ–૪
પર આરૂઢ થઈ.
ત્યારપછી તે કાલીદારિકા શ્રેષ્ઠ ધાર્મિક યાન પર આરૂઢ થઈને દ્રૌપદીની માફક યાવત્ – પર્યાપાસના કરવા લાગી. ત્યારે પુરુષાદાનીય પાર્શ્વ અર્હત કાલીદારિકા અને તે વિશાળ પર્ષદાને ધર્મોપદેશ દીધો.
૦ કાલીનો પ્રવ્રજ્યા વિચાર :~
ત્યારપછી તે કાલીદારિકા પુરુષાદાનીય પાર્શ્વઅર્હત્ની પાસે ધર્મશ્રવણ કરીને અને હૃદયમાં અવધારીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્તવાળી યાવત્ વિકસિત હૃદયા થઈને પુરુષાદાનીય પાશ્વ અર્હત્ની ત્રણ વખત આદક્ષિણ—પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદનનમસ્કાર કર્યા. વંદન—નમસ્કાર કરીને આ પ્રમાણે બોલી, હે ભગવન્ ! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું – યાવત્ – તે એ જ પ્રમાણે છે, જેવું આપ ફરમાવો છો. માત્ર અહીં વિશેષ એટલું કે, હે દેવાનુપ્રિય ! માતા–પિતાની આજ્ઞા લઈ લઉં. ત્યારપછી હું આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી અનગાર પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ. હે દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો.
-
ત્યારપછી તે કાલીદારિકા પુરુષાદાનીય પાર્શ્વ અર્હની આ વાતને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થઈ, આનંદિત ચિત્તવાળી થઈ – યાવત્ – વિકસિત હૃદયવાળી થઈને અર્હત્ પાર્શ્વપ્રભુને વંદન—નમસ્કાર કર્યો. વંદન—નમસ્કાર કરીને તે જ ધાર્મિક યાન પર આરૂઢ થઈ, આરૂઢ થઈને પુરુષાદાનીય પાર્શ્વ અર્હત્ત્ની પાસેથી અને આમ્રશાલવન ચૈત્યથી બહાર નીકળી, નીકળીને જ્યાં આમલકલ્પા નગરી હતી ત્યાં આવી.
-
આમલકલ્પા નગરી આવીને, નગરીના મધ્યભાગમાંથી થઈને જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી, ત્યાં પહોંચી. ત્યાં પહોંચીને ધાર્મિકયાન પ્રવરને રોક્યું, રોકીને તે ધાર્મિક શ્રેષ્ઠ યાનથી નીચે ઉતરી. નીચે ઉતરીને જ્યાં તેના માતાપિતા હતા ત્યાં આવી. ત્યાં આવીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે કહ્યું–
હે માતાપિતા ! વાત એમ છે કે, મેં પાર્શ્વ અર્હત્ત્ની પાસે ધર્મશ્રવણ કર્યું છે. તે ધર્મની હું ઇચ્છા કરું છું, પુનઃપુનઃ ઇચ્છા કરું છું. તે ધર્મ મને રુચ્યો છે. તેથી હે માતાપિતા ! સંસારના ભયથી ઉદ્વિગ્ન અને જન્મ-મરણથી ભયભીત થઈને હું આપની આજ્ઞા પ્રાપ્ત કરીને અર્હત્ પાર્શ્વપ્રભુની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરીને અણગાર પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું.
હે દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો. ૦ કાલીની પ્રવ્રજ્યા –
ત્યારપછી તે કાલ ગાથાપતિએ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન બનાવ્યું, ભોજન બનાવીને મિત્રો, જ્ઞાતિજનો, નિજક-સ્વજન સંબંધીઓ અને પરિજનોને આમંત્રિત કર્યા, આમંત્રિત કરીને પછી સ્નાન કર્યું – યાવત્ – વિપુલ અશન આદિ ભોજન, પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકારો વડે સત્કાર અને સન્માન કર્યા, સત્કાર અને સન્માન કરીને તે મિત્રો, જ્ઞાતિજનો, નિજકસ્વજન સંબંધીઓ અને પરિજનોની સમક્ષ કાલીદારિકાને ચાંદીસોનાના કળશો વડે સ્નાન કરાવ્યું, સ્નાન કરાવીને સર્વ અલંકારો વડે વિભૂષિત કરી