________________
શ્રમણી કથા
૩૦૭
૦ શંભા આદિ કથા -
(નાયાધમ્મકહાના શ્રુતસ્કંધ–ર–ના વર્ગ–રમાં શુંભા આદિ પાંચ શ્રમણીઓના કથાનક છે. તે આ પ્રમાણે- (૧) શુંભા, (૨) નિશુંભા (૩) રંભા (૪) નિરંભા અને (૫) મદના. ૦ શુંભા–કથા :
તે કાળે, તે સમયે રાજગૃહ નગર હતું. ગુણશિલક ચૈત્ય હતું. ભગવાનું મહાવીરસ્વામી સમવસર્યા. પર્ષદા નીકળી – યાવત્ – પર્ષદા પર્થપાસના કરવા લાગી.
તે કાળે અને તે સમયે શુંબાદેવી બલિચંચા રાજધાનીમાં શુંભાવતંસક ભવનમાં શુંભ નામના સિંહાસન પર રાજમાન હતી. શેષ વર્ણન “કાલીદેવી''ના અધ્યયન અનુસાર જાણવું – યાવત્ – દેવી નૃત્યવિધિનું પ્રદર્શન કરી પાછી ગઈ.
(ગૌતમસ્વામી પૂર્વભવ પૂછયો. (ભગવંત મહાવીરે જણાવ્યું) – શ્રાવસ્તી નગરી હતી. કોષ્ટક ચઢ્યું હતું. જિતશત્રુ . ત્યાં શું ગાથાપતિ હતો. તેને શુંભશ્રી નામે ભાર્યા હતી. તેમને શુંભા ન હતી. શેષ “કાલીદેવી"ના વર્ણન અનુસાર જાણવું ફર્ક માત્ર એટલો કે શુંભાદેવીની સ્થિતિ સ પલ્યોપમની હતી.
૦ આગમ સંદર્ભ :– નાયા. ૨૨૫;
Sજા,
(૨) નિશુંભા (૩) રંભા (૪) નિરંભા (૫) મદના – કથા :
શુંભાના અધ્યયનની માફક જ નિશુંભા આદિ ચારે અધ્યયન (કથા) જાણવી. વિશેષ માત્ર એ કે આ દેવીઓના નામ સમાન તેમના પૂર્વભવના નામ અને તે–તે દેવીનું નામ સમજી લેવું.
જેમકે નિશંભ ગાથાપતિ, નિશંભથી પત્ની, નિશુંભા પુત્રી. - રંભ ગાથાપતિ, રંભથી પત્ની, રંભા પુત્ર-ઇત્યાદિ. ૦ આગમ સંદર્ભ :નાયા. ૨૨૫;
- ૪ - ૪ - ૦ ઇલા આદિ કથા :
ધરણેન્દ્રની અગ્રમડિલીરૂપ એવી છે કથા અહીં આવે છે – નાયાધમ્મકતામાં શ્રુતસ્કંધ–રમાં વર્ગ ૩માં આ છ શ્રમણીઓની કથા છે તે આ પ્રમાણે
(૧) ઇલા, (૨) સતેરા, (૩) સૌદામિની, (૪) ઇન્દ્રા, (૫) ધના, (૬) વિદ્યુતા. ૦ ઇલા કથા :
તે કાળે, તે સમયમાં રાજગૃહ નગર હતું, ત્યાં ગુણશિલક ચૈત્ય હતું, ભગવાન મહાવીરસ્વામીનું આગમન થયું. પર્ષદા નીકળી યાવતુ પર્યાપાસના કરવા લાગી.
તે કાળે, તે સમયે ઇલા નામની દેવી ધરણી રાજધાનીમાં ઇલાવતંસક ભવનમાં ઇલા નામક સિંહાસન પર આસીન હતી, ઇત્યાદિ શેષ વર્ણન “કાલીદેવી” અધ્યયનની સમાન જાણવી – યાવત્ – ઇલાદેવી નૃત્યવિધિ દેખાડીને પાછી ચાલી ગઈ.