________________
३०४
આગમ કથાનુયોગ-૪
તે વારંવાર હાથ ધોવા લાગી, પગ ધોવા લાગી, માથું ધોવા લાગી, મુખ ધોવા લાગી, સ્તનાન્તર ધોવા લાગી, કક્ષાન્તર ધોવા લાગી, ગુહ્યાન્તર ધોવા લાગી અને જ્યાં જ્યાં પણ તેણી કાયોત્સર્ગ, શય્યા, નિષદ્યા કે સ્થિતિ કરતા હતા, ત્યાં તે સ્થાન પર પહેલા પાણી છાંટતા પછી ત્યાં બેસતા અથવા સૂતા હતા.
ત્યારે પુષ્પચૂલા આર્યાએ તે કાલી આર્યાને કહ્યું, હે દેવાનુપ્રિયે ! નિગ્રંથ શ્રમણીઓને શરીર બાકુશિકા થવું કલ્પતું નથી અને હે દેવાનુપ્રિયે ! તું શરીર બાકુશિકા થઈને વારંવાર હાથ ધુએ છે, પગ ધુએ છે, મસ્તક ધુએ છે, મુખ ધુએ છે, સ્તનાન્તર ધુએ છે, કક્ષાંતર ધુએ છે, ગુહ્યાન્તર ધુએ છે. વળી જે કોઈ પણ સ્થાને બેસે છે, ઉઠે છે, સુવે છે, સ્વાધ્યાય કરે છે તે–તે સ્થાને પણ પહેલાં પાણીનો છંટકાવ કરીને પછી જ બેસે છે, સુવે છે અથવા સ્વાધ્યાય કરે છે. તેથી હે દેવાનુપ્રિયે ! તું આ પાપસ્થાનની આલોચના કર – યાવત્ - પ્રાયશ્ચિત્ત અંગીકાર કર.
ત્યારે કાલી આર્યાએ પુષ્પચૂલા આર્યાની આ વાતનો આદર ન કર્યો. તેના પર ધ્યાન ન આપ્યું અને મૌન ધારણ કરીને ચુપચાપ બેસી રહ્યા. ત્યારપછી તે પુષ્પચૂલા આદિ આર્યાઓ કાલીઆર્યાની વારંવાર અવહેલના કરવા લાગ્યા, નિંદા કરવા લાગ્યા, ખિંસા કરવા લાગ્યા. ગર્તા કરવા લાગ્યા, અવજ્ઞા કરવા લાગ્યા, વારંવાર આ નિષિદ્ધ કાર્ય કરવાથી રોકવા લાગ્યા.
ત્યારપછી નિર્ચથી શ્રમણીઓ દ્વારા વારંવાર અવહેલના કરાયા પછી – યાવત્ – નિષેધ કરાયા પછી તે કાલી આર્યાને આ આવા પ્રકારનો અધ્યવસાય – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, જ્યારે હું ગૃહવાસમાં હતી, ત્યારે હું સ્વતંત્ર હતી, પરંતુ જ્યારથી મેં મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી અણગાર પ્રવજ્યા અંગીકાર કરી છે, ત્યારથી પરતંત્ર થઈ ગઈ છું. તેથી કાલે રાત્રિનું પ્રભાતરૂપ થયા બાદ, સૂર્યોદય થાય અને જાજ્વલ્યમાન તેજની સાથે સહસ્રરશ્મિ દિનકર પ્રકાશિત થયા પછી અલગ ઉપાશ્રય ગ્રહણ કરીને વિચરણ કરવું મારે માટે શ્રેયસ્કર છે.
આ પ્રમાણેનો તેણીએ વિચાર કર્યો અને આવો વિચાર કરીને કાલરાત્રિનું પ્રભાતરૂપમાં પરિવર્તન થઈ ગયા બાદ, સૂર્યોદય થયો અને પછી જાજ્વલ્યમાન તેજની સાથે સહસ્રરશ્મિ દિનકર પ્રકાશિત થયા પછી તેણીએ પૃથક્ ઉપાશ્રય ગ્રહણ કર્યો. (એકલા રહેવા લાગ્યા. ત્યાં કોઈપણ પ્રકારની રોકટોક વિના નિરંકુશ અને સ્વચ્છંદમતિ થઈને વારંવાર હાથ ધોવા લાગ્યા, પગ ધોવા લાગ્યા, માથું ધોવા લાગ્યા, મુખ ધોવા લાગ્યા, સ્તનાંતર ધોવા લાગ્યા, કક્ષાંતર ધોવા લાગ્યા, ગુહ્યાન્તર ધોવા લાગ્યા. જે કોઈપણ સ્થાન પર બેસતા, સુતા કે સ્વાધ્યાય કરતા, ત્યાં પહેલા પાણીનો છંટકાવ કરીને પછી બેસવા કે સુવા લાગ્યાં. • કાલી આર્યાનું મૃત્યુ અને આગામી ભવ :
ત્યારપછી તે કાલી આર્યા પાસત્થા–પાસત્થ વિહારિણી, અવસન્ના, અવસત્રવિહારિણી, કુશીલા-કુશીલ વિહારિણી, સંસકૃતા–સંસક્ત વિહારિણી થઈને ઘણાં વર્ષો પર્યત શ્રમણ પર્યાયનું પાલન કરીને અર્ધમાસની સંખના દ્વારા પોતાના આત્માની