________________
૨૯૬
આગમ કથાનુયોગ–૪
--
જ્યારે હું મારા ઘેરથી નીકળ્યો અને રાજાની પાસે ગયો ઇત્યાદિ પૂર્વવત્ વર્ણન કરવું – યાવત્ પાછા આવતી વખતે આત્યંતર પર્ષદાએ પણ આદર ન કર્યો, ધ્યાન ન આપ્યું અને ઉઠીને ઊભા ન થયા. તેથી આવી દશામાં મારે મને પોતાના જીવનથી રહિત કરી દેવો જોઈએ. તે જ શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને તાલપુટ ઝેર મોઢામાં નાંખ્યુ. પણ તે ઝેર પરિણત ન થયું.
ત્યારે તે તેતલીપુત્ર અમાત્યએ નીલકમલ સમાન, ભેંસના શીંગડાની ગુટિકા અને અલસીના ફૂલના રંગ સમાન કાળા વર્ણવાળી અને તીક્ષ્ણ ધારવાળી તલવાર વડે સ્કંધ પર પ્રહાર કર્યો, પરંતુ ત્યાં પણ તે ધાર નિરર્થક ખંડિત થઈ ગઈ.
ત્યારપછી તેતલીપુત્ર જ્યાં અશોકવાટિકા હતી, ત્યાં ગયો. ત્યાં જઈને તેણે પોતાના ગળામાં ફાંસો બાંધ્યો. પછી વૃક્ષ પર ચડ્યો. ચડીને તે ફાંસો વૃક્ષને બાંધ્યો. પછી પોતાના શરીરને લટકાવી દીધું – પણ રસ્સી તુટી ગઈ.
ત્યારપછી તે તેતલીપુત્રએ એક ઘણી મોટી શિલા પોતાની ગર્દનમાં બાંધી, બાંધીને અથાહ, તરવા માટે અયોગ્ય અને અપૌરુષ (જેની ઊંડાઈ ઘણી બધી વધારે હોય) તેવા પાણીમાં પોતાના શરીરને પટક્યું. પરંતુ ત્યાં પણ તે પાણી થાહવાળું – છિછરું થઈ ગયું. ત્યારપછી તે તેતલિપુત્રએ સુકા ઘાસના ઢગલામાં આગ લગાડી. આગ લગાડીને પોતાના શરીરને તેમાં હોમી દીધું, પરંતુ ત્યાં પણ અગ્નિ બુઝાઈ ગયો.
-
ત્યારે તેતલીપુત્ર (મનોમન) આ પ્રમાણે બોલ્યો, નિશ્ચયથી શ્રમણો શ્રદ્ધા કરવા યોગ્ય જ વચનો બોલે છે, માહણો શ્રદ્ધા કરવા યોગ્ય જ વચનો બોલે છે. શ્રમણ અને માહણ શ્રદ્ધા કરવા યોગ્ય વચનો જ બોલે છે. માત્ર હું જ એક એવો છું, જે અશ્રદ્ધેય વચન કહું છું. તે આ પ્રમાણે—
હું પુત્રો સહિત હોવા છતાં પણ પુત્રરહિત છું. કોણ મારા આ વચનની શ્રદ્ધા
કરશે ?
હું મિત્રોસહિત હોવા છતાં પણ મિત્રરહિત છું. કોણ મારા આ વચનની શ્રદ્ધા
કરશે ?
હું અર્થ—ધનસહિત હોવા છતાં પણ અર્થ (ધન)રહિત છું. કોણ મારા આ વચનની શ્રદ્ધા કરશે ?
હું સ્ત્રીસહિત હોવા છતાં પણ સ્ત્રીરહિત છું. કોણ મારા આ વચનની શ્રદ્ધા કરશે ? હું દાસ—નોકરસહિત હોવા છતાં પણ દાસરહિત છું. કોણ મારા આ વચનની શ્રદ્ધા
કરશે ?
હું પ્રેષ્ય–સેવકસહિત હોવા છતાં પણ સેવકરહિત છું, કોણ મારા આ વચનની શ્રદ્ધા કરશે ?
હું પરિવારસહિત હોવા છતાં પણ પરિવારરહિત છું. કોણ મારા આ વચનની શ્રદ્ધા કરશે ?
આ જ પ્રમાણે કનકધ્વજ રાજા દ્વારા જેનો ખરાબ વિચાર કરાયો છે, એવા તેતલીપુત્ર અમાત્ય દ્વારા પોતાના મુખમાં તાલપુટ ઝેર મૂકવામાં આવ્યું, પરંતુ તે ઝેરે પણ