________________
શ્રમણી કથા
૨૯૭
પોતાનો પ્રભાવ ન દેખાડ્યો. મારા આ કથનની કોણ શ્રદ્ધા કરશે ?
– તેટલીપુત્રએ નીલકમલ ભેંસના શીંગડાની ગુટિકા જેવી અને અળસીના ફૂલ સદશ કાળી–ચમચમાતી પ્રભાવાળી અને તીક્ષ્ણ ઘરવાળી તલવાર વડે ગર્દન પર પ્રહાર કર્યો, પરંતુ તે ધાર પણ ખંડિત થઈ ગઈ. કોણ મારા આ કથનની શ્રદ્ધા કરશે ?
તેટલીપુત્રએ ગળામાં દોરડુ બાંધી, વૃક્ષ પર ચડ્યો. દોરડાને વૃક્ષ સાથે બાંધીને લટકી ગયો, પરંતુ ત્યાં પણ દોરડું તુટી ગયું. મારા આ કથનની કોણ શ્રદ્ધા કરશે ?
તેટલીપુત્રએ એક ઘણી મોટી શિલા ગર્દનમાં બાંધી, બાંધીને અથાહ, અતાર, અને અપૌરુષ પાણીમાં પટકી દીધું. પરંતુ ત્યાં પણ તે પાણી થાયુક્ત, છીછરું થઈ ગયું. મારા આ કથનની કોણ શ્રદ્ધા કરશે ?
તેતલીપુત્રએ સૂકા ઘાસના ઢગલામાં આગ લગાડી મારા શરીરને અંદર પટકી દીધું. પરંતુ ત્યાં પણ તે આગ બુઝાઈ ગઈ. મારા આ કથનની કોણ શ્રદ્ધા કરશે? આ પ્રમાણે તેતલિપુત્ર ભગ્ર મનોરથ થઈને હથેલી પર મુખ રાખીને આર્તધ્યાનમાં નિમગ્ન થઈ ગયો. ૦ પોઠ્ઠિલદેવ અને તેતલિપુત્રનો સંવાદ :
ત્યારપછી તે પોઠ્ઠિલ દેવે પોલિાના રૂપને વિફર્થ. વિફર્વીને તેટલીપુત્રથી અતિ દૂર નહીં કે અતિ નિકટ નહીં તેવા યથાયોગ્ય સ્થાને સ્થિત થઈને આ પ્રમાણે કહ્યું
હે તેટલીપુત્ર ! આગળ ખાઈ છે અને પાછળ હાથીનો ભય છે. આસપાસ ચારે બાજુ ઘોર અંધાર છે. તેથી આંખોથી કંઈ દેખાતું નથી અને વચ્ચે બાણોની વર્ષા થઈ રહી છે. ગામમાં આગ લાગી છે અને વન પણ સળગી રહ્યું છે. વનમાં આગ લાગી છે ત્યારે ગામ સળગી રહ્યું છે. તો હે આયુષ્યમાન્ ! તેટલીપુત્ર ! અમે ક્યાં જઈએ ? ક્યાં ભાગીએ? ક્યાં શરણ લઈએ ?
ત્યારે તે તેટલીપુત્રએ પોઠ્ઠિલદેવને આ પ્રમાણે કહ્યું, અહો ! જેમ ઉત્કંઠિત વ્યક્તિને માટે સ્વદેશગમન, ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, રોગીને ઔષધિ, માયાવીને ગુપ્તતા, અભિયુક્તને પ્રતીતિ કરાવવી, થાકેલા પથિકને વાહનમાં બેસાડી ગમન કરાવવું, તરવાને ઇચ્છુકને નૌકા આપવી, શત્રુના પરાભવને ઇચ્છુકને સહાયતા શરણભૂત છે. એ જ પ્રકારે સર્વત ભયગ્રસ્ત વ્યક્તિને માટે પ્રધ્વજ્યા જ શરણભૂત છે.
– કેમકે ક્રોધનો નિગ્રહ કરનારા ક્ષમાશીલ, દાંત–ઇન્દ્રિયો અને મનનું દમન કરનારા તથા જિતેન્દ્રિયને કોઈપણ ભય નથી. ત્યારપછી તે પોઠ્ઠિલદેવે તેતલિપુત્ર અમાત્યને આ પ્રમાણે કહ્યું
હે તેટલીપુત્ર ! તમે ઠીક કહો છો. પણ આ કથનને તમે સારી રીતે જાણો અર્થાત આ સમયે તમે જ ભયગ્રસ્ત છો, તો પ્રવજ્યાનું શરણ લો. આ પ્રમાણે કહીને તે દેવે બીજી વખત, ત્રીજી વખત પણ આમ જ કહ્યું અને કહીને જે દિશામાંથી પ્રગટ થયેલ, તે જ દિશામાં પાછો ચાલ્યો ગયો. ૦ તેતલિપુત્રનું પ્રત્યેકબુદ્ધ થવું અને કેવળજ્ઞાન પ્રાપ્તિ :
ત્યારપછી તે તેટલીપુત્રને શુભ પરિણામ – અધ્યવસાયોના ઉત્પન્ન થવાથી જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ત્યારે તેતલીપુત્રને આવા પ્રકારનો માનસિક – યાવત્ –