________________
શ્રમણી કથા
૨૯૫
ત્યારપછી બીજા દિવસે રાત્રિ-પ્રભાતરૂપ પામ્યા પછી – યાવત્ – સૂર્યોદય થયા પછી જાજ્વલ્યમાન તેજની સાથે સહસ્રરશ્મિ દિનકરના પ્રકાશિત થયા પછી તેટલીપુત્ર સ્નાન કરીને, બલિકર્મ–પૂજા કરીને તેમજ કૌતક, મંગલ, પ્રાયશ્ચિત્ત કરીને શ્રેષ્ઠ ઘોડા પર સવાર થઈને અનેક પુરુષોને સાથે લઈને પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને જ્યાં કનકધ્વજ રાજા હતો તે તરફ જવા ઉદ્યત થયો.
ત્યારે માર્ગમાં ચાલતા તેટલીપુત્રને જે-જે ઘણાં રાઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ વગેરે જોતા, તેમને તે જ પ્રકારે, સદેવ પૂર્વની માફક આદર કરતા, જાણતા, ઊભા થતા, અંજલિ કરતા, હાથ જોડતા અને હાથ જોડીને ઇષ્ટ, કાંત – યાવત્ – મધુર વાણીનું ઉચ્ચારણ કરતા આલાપ સંતાપની સાથે આગળપાછળ કે આસપાસમાં અનુકરણ કરતા સાથે ચાલતા હતા.
ત્યારપછી તે તેટલીપુત્ર જ્યાં કનકધ્વજ રાજા હતો, ત્યાં આવ્યો. ત્યારે તે કનકધ્વજે તેટલીપુત્રને પોતાની પાસે આવતા જોયા, પણ જોઈને તેમનો આદર ન કર્યો. તેમની તરફ ધ્યાન ન આપ્યું, ઊભો ન થયો, પરંતુ આદર ન કરતો, ન જાણતો અને ઊભો ન થતો એવો પરાકૃમુખ થઈને બેસી રહ્યો. ત્યારે તે તેટલીપુત્ર અમાત્યએ કનકધ્વજ રાજાને અંજલિ કરી, નમસ્કાર કર્યો, તો પણ તે કનકધ્વજ રાજા આદર ન કરતો, ધ્યાન ન આપતો અને ઊભો ન થતો મૌન ધારણ કરીને પરાફ઼મુખ થઈને બેસી રહ્યો.
ત્યારે તેતલીપુત્ર કનકધ્વજ રાજાને વિરુદ્ધ થયેલો જાણીને ભયભીત, ત્રસ્ત, દ્રષિત, ઉદ્વિગ્ન અને ભયાક્રાંત થતો થતો (મનોમન) બોલ્યો, કનકધ્વજ રાજા મારાથી રીસાયો છે. તેના મનમાં હું હીન (હલકો) થઈ ગયો છું. કનકધ્વજ રાજાએ મારું ખરાબ વિચાર્યું છે. ખબર નહીં હવે તે મને કયા કુમોતથી મારશે. એવો વિચાર કરી ભયભીત, ત્રસ્ત થઈને – યાવત્ – ધીમે ધીમે ત્યાંથી પાછો ફરી ગયો. પાછો ફરીને તે જ ઘોડા પર સવાર થઈને તેતલપુર નગરના મધ્યમાંથી જ્યાં પોતાનું આવાસગૃહ હતું, તે તરફ જવાને માટે ઉદ્યત થયો.
ત્યારપછી તે ઈશ્વર – યાવત્ – સાર્થવાહ આદિએ જેવા તેટલીપુત્રને જોયા તો તેઓ પહેલાની માફક તેમનો આદર નહીં કરતા, તેમની તરફ ધ્યાન ન આપતા, સામે ઊભા નહીં થતા, અંજલિ નહીં કરતા, ઇષ્ટ – યાવત્ મધુર વચનોથી આલાપ–સંલાપ નહીં કરતા કે આગળ-પાછળ અને આસપાસમાં અનુસરણ નહીં કરતા ચાલતા હતા.
ત્યારપછી તેટલીપુત્ર અમાત્ય જ્યાં પોતાનું ઘર હતું ત્યાં આવ્યા. ત્યાં પણ જે બાહ્ય પર્ષદા હતી, જેમકે – દાસ, શ્રેષ્ય બહાર આવતા-જતા નોકર, ભાઈલ–ખેતીનું કામ કરનારા, ઇત્યાદિએ પણ તેમનો આદર ન કર્યો, ધ્યાન ન આપ્યું, કે ઊભા ન થયા અને જે આભ્યન્તર પર્ષદા હતી, જેમકે – પિતા, માતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી અને પુત્રવધૂ આદિ, તેઓએ પણ આદર ન કર્યો. ધ્યાન ન આપ્યું કે ઊભા ન થયા. ૦ તેટલીપુત્રનો આત્મહત્યાનો પ્રયાસ અને આર્તધ્યાન :
ત્યારપછી તે તેટલીપુત્ર જ્યાં પોતાનું વાસગૃહ હતું, જ્યાં શય્યા હતી ત્યાં આવ્યો, ત્યાં આવીને શય્યા પર બેઠો, બેસીને (મનોમન) આ પ્રમાણે કહેવા લાગ્યો –