________________
શ્રમણી કથા
મિત્રો, જ્ઞાતિજનો, નિજક–સ્વજન, સંબંધી અને પરિજનોથી પરિવરિને સમસ્ત ઋદ્ધિપૂર્વક – યાવત્ – દુંદુભિ નિર્દોષ અને વાદ્યોના ધ્વનિની સાથે તેતલીપુર નગરના મધ્ય ભાગમાંથી ગમન કરતા જ્યાં સુવ્રતા આર્યાનો ઉપાશ્રય હતો, ત્યાં આવ્યા. આવીને વંદન–નમસ્કાર કર્યા, વંદન—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! આ મારી પોટ્ટિલાભાર્યા મને ઇષ્ટ યાવત્ – મણામ છે. તે સંસારના ભયથી ઉદ્વિગ્ન અને ભયાક્રાન્ત થઈને જન્મ, જરા, મરણની ઇચ્છા ન કરતી આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને, ગૃહવાસનો ત્યાગ કરીને, પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છે છે. હે દેવાનુપ્રિયે ! આ શિષ્યા—ભિક્ષાને આફ અંગીકાર કરો.
જેમ સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો.
ત્યારપછી તે પોટ્ટિલા સુવ્રતા આર્યાના આ કથનને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થઈ, ઇશાન ખૂણામાં ગઈ, ત્યાં જઈને પોતાની મેળે જ આભરણ, માળા, અલંકારોને ઉતાર્યા, ઉતારીને પોતાના હાથોથી જ પંચમુષ્ટિક કેશલોચ કર્યો. પછી જ્યાં સુવ્રતા આર્યા બિરાજમાન હતા, ત્યાં આવી, આવીને વંદન—નમસ્કાર કર્યા, વંદન—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું–
-
હે આર્યા ! આ સંસાર આદીપ્ત છે, ચારે તરફથી સળગી રહ્યો છે, ઇત્યાદિ દેવાનંદાની દીક્ષા સમાન વર્ણન કરવું - યાવત્ – દીક્ષા લઈને પછી પોટ્ટિલાએ અગિયાર અંગોનું અધ્યયન કર્યું અને ઘણાં વર્ષો સુધી સંયમ પર્યાયનું પાલન કરીને એક માસની સંલેખના દ્વારા આત્માને શુદ્ધ કરીને સાઠ ભક્તોનું અનશન દ્વારા છેદન કરીને આલોચના અને પ્રતિક્રમણ કરીને સમાધિપૂર્વક કાળમાસમાં કાળ કરીને કોઈ દેવલોકે દેવ થયા. ૦ કનકરથનું મૃત્યુ – કનકધ્વજનો રાજ્યાભિષેક :
૨૯૩
ત્યારપછી કોઈ સમયે કનકરથ રાજા કાળધર્મ પામ્યો – મૃત્યુ પામ્યો. ત્યારે તે રાજા, ઈશ્વર આદિએ તેનું નીહરણ કર્યું – મૃતકકૃત્ય બાદ તેઓ પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા, હે દેવાનુપ્રિયે ! કનકરથ રાજાએ રાજ્ય યાવત્ – અંતઃપુરમાં મૂર્છિત થઈને પોતાના પુત્રોને વિકલાંગ કરી દીધા છે. હે દેવાનુપ્રિયો ! આપણે લોકો તો રાજાને આધીન છીએ. રાજાથી અધિષ્ઠિત થઈને રહેનારા છીએ અને રાજાને આધીન રહીને કાર્ય કરનારા છીએ. તે તેતલીપુત્ર અમાત્ય કનકરથ રાજાના સર્વ સ્થાનોમાં અને બધી ભૂમિકાઓમાં વિશ્વાસપાત્ર રહેલ છે. વળી વિચાર—પરામર્શ કરનાર રહેલ છે. બધું કામકાજ કરનાર રહ્યા છે.
F
-
– તેથી આપણે તેતલીપુત્ર અમાત્ય પાસે કુમારની યાચના કરવી શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચાર કરીને પરસ્પર આ વાતને સ્વીકારી, સ્વીકારીને જ્યાં તેતલીપુત્ર અમાત્ય હતા, ત્યાં આવ્યા, આવીને તેતલીપુત્રને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! વાત એમ છે કે, કનકરથ રાજાએ રાજ્ય યાવત્ – અંતઃપુરમાં મૂર્છિત થઈને પુત્રોને વિકલાંગ કરી દીધા છે અને હે દેવાનુપ્રિય ! અમે લોકો તો રાજાને આધીન રહીને, રાજાથી અધિષ્ઠિત રહીને કાર્ય કરનારા છીએ. હે દેવાનુપ્રિય ! આપ તો કનકરથ રાજાના સર્વ સ્થાનોમાં, બધી ભૂમિકાઓમાં વિશ્વાસપાત્ર રહ્યા છો, પરામર્શ દેનારા છો, બધાં કાર્યો કરનારા છો.