________________
શ્રમણી કથા
૨૯૧
વિપુલ પરિમાણમાં અશન, પાન, ખાદિમ સ્વાદિમ આહારને તૈયાર કરાવી અને ઘણાં શ્રમણ, અતિથિ, કૃપણ અને ભિખારીઓને દાન દેતી–અપાવતી વિચરણ કર.
ત્યારપછી તે પોટિલાએ તેટલીપુત્ર અમાત્યના આ કથનને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થઈને તેટલીપુત્રની આ વાતને સ્વીકાર કરી, સ્વીકારીને પ્રતિદિન ભોજનશાળામાં વિપુલ માત્રામાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન તૈયાર કરાવવા લાગી અને તૈયાર કરાવીને ઘણાં શ્રમણ, માખણ, અતિથિ, કૃપણ અને ભિખારીઓને આપતી–અપાવતી વિચરવા લાગી. ૦ આર્યાઓનું આગમન અને પોટિલા દ્વારા અમાત્ય પ્રીતિની પૃચ્છા :
તે કાળે, તે સમયે ઇર્યા આદિ સમિતિઓથી યુક્ત – યાવત્ – ગુપ્તબ્રહ્મ, ચારિણી, બહુશ્રુત અને ઘણી જ શિષ્યાઓના પરિવારવાળી સુવ્રતાનામક આર્યા ક્રમાનુક્રમથી વિહાર કરતી એવી જ્યાં તેટલીપુત્ર નગર હતું, ત્યાં આવી, આવીને યથાપ્રતિરૂપ અવગ્રહોને ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરણ કરવા લાગ્યા. ત્યારપછી તે સુવતા આર્યાનો એક સંઘાટકે (શ્રમણી યુગલે) પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કર્યો – યાવત્ – ભ્રમણ કરતી એવી તે સાધ્વીઓ તેટલીપુત્રના ઘરમાં પ્રવેશી.
ત્યારપછી તે પોટ્ટિલાએ તે આર્યાને આવતા જોયા, જોઈને હર્ષિત–સંતુષ્ટ થઈને પોતાને આસનેથી ઊભી થઈ, વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર વડે પ્રતિલાભિત કર્યા, કરીને આ પ્રમાણે કહ્યું
હે આર્યાઓ! નિશ્ચયે હું પૂર્વે તેટલીપુત્ર અમાત્યને ઇષ્ટ – યાવત્ – મસામ હતી, પણ હવે અનિષ્ટ – યાવત્ – અમણામ થઈ ગઈ છું. તેટલીપુત્ર જ્યારે મારું નામ અને ગોત્ર પણ સાંભળવાનું પસંદ નથી કરતો તો પછી દર્શન અને પરિભોગની તો વાત જ ક્યાં રહી? આપ આર્યાઓ તો ઘણા જાણકાર છો, ઘણા શિક્ષિત છો, બહુ જ ભણેલ–ગણેલા છો. ઘણાં જ ગામો, આકરોમાં – યાવત્ – ભ્રમણ કરો છો. ઘણાં જ રાજાઓ, ઈશ્વરોના – યાવત્ – ઘરોમાં પ્રવેશ કરો છો.
– તો, હે આર્યાઓ ! જો આપે ક્યાંય, કોઈ પાસેથી ચૂર્ણયોગ, મંત્રયોગ, કાર્પણ યોગ, હૃદયને હરણ કરનાર, શરીરનું આકર્ષણ કરનાર, આભિયોગિક, વશીકરણ, કૌતુક કર્મ, ભૂતિકર્મ, મૂળ, કંદ, છાલ, વેલ, શિલિકા, ગુલિકા, ઔષધિ કે ભેષજ પૂર્વમાં ક્યાંય જાણ્યા, જોયા કે પ્રાપ્ત કર્યા હોય તો બતાવો. જેનાથી હું પુનઃ તેટલીપુત્રને ઇષ્ટ – યાવત્ – મણામ થઈ શકું ? ૦ આર્યા દ્વારા ધર્મોપદેશ અને પોલિાનું શ્રાવિકાધર્મ ગ્રહણ :
ત્યારે તે આર્યાઓએ પોટ્ટિલાની આ વાતને સાંભળીને પોતાના બંને કાનોમાં આંગળી નાખીને કાન બંધ કરી દીધા. બંધ કરીને પોટિલાને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે! અમે નિગ્રંથશ્રમણીઓ – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારિણીઓ છીએ. તેથી અમારે આવા વચનો કાનો વડે સાંભળવા પણ કલ્પતા નથી. તો પછી આ વિષયમાં ઉપદેશ દેવા કે આચરણ કરવાનું કઈ રીતે કલ્પી શકે છે. તેથી હે દેવાનુપ્રિયે ! અમે તને આશ્ચર્યકારી એવા કેવલી પ્રરૂપિત ધર્મનો ઉપદેશ આપી શકીએ છીએ.