________________
૨૯૦
આગમ કથાનુયોગ-૪
હે દેવાનુપ્રિયે ! તું આ બાળકને કનકરણથી ગુપ્ત રાખીને અનુક્રમે સંરક્ષણ-સંગોપન અને સંવર્ધન કર.
– ત્યારપછી જ્યારે આ બાળક બાલ્યાવસ્થાથી મુક્ત થશે ત્યારે તારે–મારે અને પદ્માવતી દેવીને માટે આધારભૂત થશે. એ પ્રમાણે કહીને પોટ્ટિલાની પાસે રાખ્યો અને રાખીને પોલિા પાસેથી મરેલી બાલિકાને ઉઠાવી, ઉઠાવીને તેને ઉત્તરીય વસ્ત્ર વડે ઢાંકી, ઢાંકીને પાછલે દ્વારેથી અંતઃપુરમાં પ્રવેશ્યો, પ્રવેશીને જ્યાં પદ્માવતી રાણી હતી, ત્યાં પહોંચ્યો, પહોંચીને પદ્માવતીદેવીની પાસે રાખીને – યાવત્ – પાછો ફરી ગયો. ૦ બાલિકાનું મૃતકૃત્ય અને પુત્રનું નામકરણ :
ત્યારપછી તે પદ્માવતીદેવીની અંગપરિચારિકાઓએ પદ્માવતીદેવીને અને વિનિઘાત પ્રાપ્ત અર્થાત મૃત બાલિકાને જોઈ, જોઈને જ્યાં કનકરથ રાજા હતો, ત્યાં આવી અને આવીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડી આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! પદ્માવતીદેવીએ મૃત બાલિકાને જન્મ આપ્યો છે.
ત્યારે કનકરથ રાજાએ તે મૃત બાલિકાનું નીડરણ કર્યું અર્થાત્ શ્મશાનમાં લઈ ગયો અને મૃતકસંબંધી ઘણાંજ લૌકિક કૃત્ય કર્યા, લૌકિક કૃત્યો કર્યા પછી કેટલોક સમય ગયા બાદ શોકરહિત થઈ ગયા.
ત્યારપછી (આ તરફ) તેતલપુત્રએ બીજા દિવસે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેઓને કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલદીથી ચારક શોધન કરો અર્થાત્ કેદીને કારાવાસથી મુક્ત કરો – યાવત્ – દશ દિવસીય સ્થિતિપતિકા કરો – કરાવો અને આ પ્રમાણે કરીને મને મારી આજ્ઞા પાછો તેઓએ પણ આજ્ઞા અનુસાર કાર્ય કરી તે જ પ્રમાણે આજ્ઞા પાછી સોંપી. પછી તે બાળક કનકરથ રાજાના રાજ્યમાં ઉત્પન્ન થયો છે. માટે તેનું નામ કનકધ્વજ થાઓ એમ કહીને તેનું "કનકધ્વજ" નામ રાખ્યું – યાવત્ – તે બાળક ભોગ ભોગવવાને માટે સમર્થ થઈ ગયો. ૦ અમાત્યનો પોટિલા પ્રતિ વિરાગ–પોલિા દ્વારા દાનશાળા ખોલવી –
ત્યારપછી તે પોઠ્ઠિલા અન્ય કોઈ દિવસે તેટલીપુત્રને અનિષ્ટ, અકાંત, અમનોજ્ઞ, અમણામ થઈ ગઈ. તેટલીપુત્ર જ્યારે પોટ્ટિલાના નામ અને ગોત્ર પણ સાંભળવાનું પસંદ કરતો ન હતો, તો પછી દર્શન અને પરિભોગની વાત જ ક્યાં રહી ?
ત્યારપછી કોઈ એક સમયે તે પોટ્ટિલાને મધ્યરાત્રિએ આ પ્રકારનો માનસિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, નિશ્ચયે પૂર્વે હું તેટલીપુત્રને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ હતી. પણ આ સમયે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને અમણામ થઈ ગઈ છું. તેટલીપુત્ર જ્યારે મારું નામ અને ગોત્ર પણ સાંભળવાનું પસંદ કરતો નથી, તો પછી દર્શન અને પરિભોગની તો વાત જ ક્યાં રહી? આ પ્રમાણે વિચારી ભગ્ર મનોરથા થઈ, મુખ પર હાથ રાખીને આર્તધ્યાનમાં ડૂબી ગઈ.
ત્યારે તેતલીપુત્રએ તેણીને ભગ્ર મનોરથા થઈને હાથ પર મુખ રાખેલી એવી પોટિલાને આર્તધ્યાનમાં નિમગ્ન જોઈ જોઈને તેણીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! તું ભગ્ર મનોરથા થઈને હથેલી પર મુખ રાખીને આર્તધ્યાન ન કર. તું મારી ભોજનશાળામાં