________________
૨૮૮
આગમ કથાનુયોગ-૪
નીકળીને જ્યાં તેટલીપુત્ર અમાત્ય હતા, ત્યાં આવ્યા. આવીને તેટલીપુત્ર અમાત્યને આ વૃતાંત નિવેદન કર્યો. - ત્યારપછી કલાદ મૂષિકારદારકે અન્યદા કોઈ એક સમયે શુભતિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્તમાં પોટ્ટિલાદારિકાને સ્નાન કરાવી સર્વ અલંકારો વડે વિભૂષિત કરીને શિબિકામાં બેઠો, બેસીને મિત્રો, જ્ઞાતિજનો, નિજક સ્વજન સંબંધીઓ અને પરિજનોની સાથે પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને સર્વ ઋદ્ધિ વૈભવ સહિત તેતલપુર નગરની મધ્યમાંથી થઈને
જ્યાં તેટલીપુત્રનું આવાસગૃહ હતું. ત્યાં આવ્યો. આવીને પોટિલાદારિકાને પોતે જ તેટલીપુત્રની પત્નીના રૂપમાં પ્રદાન કરી.
ત્યારપછી તેટલીપુત્રે પોટિલાદારિકાને પત્નીના રૂપે આવેલી જોઈ, જોઈને પોલિાની સાથે પટ્ટ પર બેઠો, બેસીને ચાંદી–સોનાના કળશો વડે તેણે સ્વયં સ્નાન કર્યું. સ્નાન કરીને અગ્રિહોમ કર્યો, કરીને પાણિગ્રહણ કર્યું. પાણિગ્રહણ કરીને પોટ્ટિલા પત્નીના મિત્રો, જ્ઞાતિજનો, નિજક-સ્વજન સંબંધીઓ અને પરિજનોનું વિપુલ અશન, પાન, ખાદિમ,
સ્વાદિમ, પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકાર આદિથી સત્કાર–સન્માન કર્યું. સત્કારસન્માન કરીને તેમને પ્રતિવિસર્જિત કર્યા.
ત્યારપછી તે તેટલીપુત્ર પોટ્ટિલાભાર્યામાં અનુરક્ત થઈને, આસક્ત થઈને ઉદારમનુષ્ય સંબંધી ભોગોપભોગનો ભોગ કરતા વિચરવા લાગ્યા. ૦ કનકરથ દ્વારા પુત્રાંગછેદન અને તેતલપુત્ર દ્વારા સંરક્ષણ :
ત્યારે તે કનકરથ રાજા રાજ્ય, રાષ્ટ્ર, સેના, વાહન, કોષ, કોઠાગાર પુર અને અંતઃપુરમાં ગાઢરૂપે મૂર્ણિત, વૃદ્ધ, અત્યંત આસક્ત થઈને જે પણ પુત્ર ઉત્પન્ન થતા હતા. તેને વિકલાંગ કરી દેતો હતો. કોઈના હાથની આંગળી કાપી નાંખતો હતો. કોઈના હાથના અંગૂઠા છેદી નાંખતો હતો. કોઈના પગની આંગળી કાપી નાખતો હતો, કોઈના પગના અંગુઠા છેદી નાંખતો હતો. કોઈની કાનની બુટ અને કોઈના નાકનું ટોચકુ કાપી નાંખતો હતો. કોઈ પુત્રના અંગોપાંગ વિકલ કરી દેતો હતો.
ત્યારે તે પદ્માવતીદેવીને કોઈ એક દિવસે મધ્યરાત્રિએ આ પ્રકારે માનસિક – થાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો. કનકરથ રાજા નિશ્ચયથી રાજ્ય, રાષ્ટ્ર, સેના, વાહન, કોષ, કોઠાગાર, પુર અને અંતઃપુરમાં ગાઢરૂપે મૂર્ણિત અને વૃદ્ધ તથા અત્યંત આસક્ત થઈને ઉત્પન્ન થનારા પુત્રના અંગો વિકલ કરી દે છે. કોઈના હાથની આંગળીને કાપી નાંખે છે, કોઈના હાથના અંગુઠા છેદી નાંખે છે, કોઈના પગની આંગળીને કાપી નાંખે છે, કોઈના પગના અંગુઠા છેદી નાંખે છે. કોઈના કાનની બુટ છેદી નાંખે છે, કોઈનું નાક કાપી નાંખે છે કોઈના અંગોપાંગ વિકલ કરી દે છે. તેથી હવે જો હું પુત્રનો પ્રસવ કરું તો મારે માટે એ શ્રેયસ્કર થશે કે તે દારક શિશુને કનકરથથી છુપાવીને સંરક્ષણ કરું, ગુપ્ત રાખું. એમ વિચાર કરીને તેટલીપુત્ર અમાત્યને બોલાવ્યો, બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયે! વાત એમ છે કે, કનકરથ રાજા રાજ્ય, રાષ્ટ્ર, સેના, વાહન, કોષ, કોઠાગાર, પુર અને અંતઃપુરમાં પ્રગાઢરૂપે મૂર્ણિત, ગૃદ્ધ અને અતિ આસક્ત થઈને ઉત્પન્ન થયેલા બાળકોને અપંગ કરી દે છે તે કોઈના હાથની આંગળી કાપી નાંખે છે, કોઈના