________________
શ્રમણી કથા
૨૮૭
પર સોનાના દડા વડે રમતી હતી. ક્રીડા કરતા-કરતા વિચરતી હતી.
આ તરફ તેટલીપુત્ર અમાત્ય સ્નાન કરીને ઉત્તમ અશ્વના સ્કંધ પર આરૂઢ થઈને ઘણાં સુભટોના સમૂહની સાથે ઘોડેસવારી માટેની નીકળેલા ત્યારે કલાદ મૂષિકારદારકના ઘરની નજીકથી જઈ રહ્યો હતો. ત્યારે તે સમયે તેટલીપુત્ર અમાત્યએ એ મૂષિકારદારકના ઘરની નજીકથી જતા જતા પ્રાસાદની ઉપરી ભૂમિ પર સોનાના દડા વડે ક્રીડા કરતી એવી પોટ્ટિલા દારિકાને જોઈ, જોઈને પોઠ્ઠિલા દારિકાના રૂપ, યૌવન અને લાવણ્યમાં આસક્ત થઈને – યાવત્ – અત્યંત આસક્ત થઈને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિયો ! આ કોની પુત્રી છે અને તેનું નામ શું છે? ત્યારે કૌટુંબિક પુરુષોએ તેતલિપુત્રને કહ્યું, હે સ્વામી ! આ સ્વર્ણકાર કલાદની પુત્રી અને ભદ્રાની આત્મજા પોટિલા નામની પુત્રી છે તે રૂ૫, લાવણ્ય અને યૌવનથી ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ શરીરવાળી છે. ૦ પોઢિલા સાથે પાણિગ્રહણ :
ત્યારપછી તે તેટલીપુત્ર ઘોડેસવારીથી પાછા ફરીને તેણે અત્યંતર સ્થાનીય પુરુષોને બોલાવ્યા અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે જાઓ અને કલાદ મૂષિકારદારકની પુત્રી અને ભદ્રાની આત્મજા પોટ્ટિલાદારિકાને મારી પત્નીરૂપે માંગો.
ત્યારે તે અત્યંતર સ્થાનીય પુરુષો તેટલીપુત્રની આ વાતને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયા – યાવત્ – બંને હાથ જોડી મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને કહ્યું, હે સ્વામી ! "તહત્તિ” એ પ્રમાણે વિનયપૂર્વક આજ્ઞાવચનો સ્વીકાર્યા, સ્વીકારીને તેતલીની પાસેથી નીકળ્યા, નીકળીને જ્યાં કલાદ મૂષિકારકદારકનું ઘર હતું ત્યાં આવ્યા.
ત્યારે તે કલાદ મૂષિકારદારકે તે પુરુષને આવતા જોયા, જોઈને હર્ષિત–સંતુષ્ટ થતો પોતાના આસનેથી ઊભો થયો, ઊભો થઈને સાત-આઠ કદમ સામે જઈને નિમંત્રણ કર્યું, કરીને આસને બેસવા કહ્યું, કહીને તે પુરુષોના સ્વસ્થ થયા અને વિશ્રામ લઈને સુખાસને બેસ્યા પછી આ પ્રમાણે પૂછ્યું, હે દેવાનુપ્રિય ! આજ્ઞા આપો. આપ કયા હેતુથી પધાર્યા છો ?
ત્યારે તે અત્યંતર સ્થાનિય પુરુષે કલાદ મૂષિકારદારકને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! હું તમારી પુત્રી અને ભદ્રાની આત્મજા પોટ્ટિલાદારિકાની તેતલિપુત્રની ભાર્યાના રૂપે માંગણી કરવાને માટે આવેલ છું. જો આપ દેવાનુપ્રિય! એમ માનતા હો કે આ સંબંધ ઉચિત છે, પાત્ર છે, પ્રશંસનીય છે, બંનેનો સંયોગ સદશ છે તો પોટ્ટિલાદારિકાને તેતલિપુત્રને માટે પ્રદાન કરો. જો પ્રદાન કરતા હો તો, હે દેવાનુપ્રિય ! બતાવો કે તેને માટે શું શુલ્ક આપીએ
ત્યારે કલાદ મૂષિકારદારકે તે અત્યંતર સ્થાનીય વ્યક્તિને એમ કહ્યું. દેવાનુપ્રિય! મારે માટે એ જ શુલ્ક છે – જે તેટલીપુત્ર મારી પુત્રીના નિમિત્તે મારા પર અનુગ્રહ કરી રહેલ છે ત્યારપછી તે અત્યંતર પુરુષોને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, પુષ્પ, વસ્ત્ર, ગંધ, અલંકારો આદિથી સત્કાર કર્યો-સન્માન કર્યું. વિદાય આપી.
ત્યારપછી તે અત્યંતરસ્થાનીય પુરુષ કલાદ મૂષિકારદારકના ઘેરથી નીકળ્યા અને