________________
શ્રમણી કથા
૨૮૫
માટે જવું. આપણા માટે શ્રેયકારી છે. પરસ્પર એકબીજાએ આ કથનને સ્વીકાર્યું, સ્વીકારીને જ્યાં સ્થવિર ભગવંત બિરાજમાન હતા ત્યાં આવ્યા. આવીને સ્થવિર ભગવંતને વંદન-નમસ્કાર કર્યા વંદન–નમસ્કાર કરીને તેમને આ પ્રમાણે કહ્યું
હે ભગવન્! આપની આજ્ઞા લઈને અમે અહંતુ અરિષ્ટનેમિની વંદના કરવાને માટે જવા ઇચ્છીએ છીએ.
સ્થવિર ભગવંત – “જેમ સુખ ઉપજે તેમ કરો.”
ત્યારપછી યુધિષ્ઠિર પ્રમુખ તે પાંચે અણગારોએ આજ્ઞા પ્રાપ્ત થયા બાદ સ્થવિર ભગવંતોને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને પછી તે સ્થવિર ભગવંતની પાસેથી નીકળ્યા, નીકળીને નિરંતર માસક્ષમણ તપોકર્મથી આત્માને ભાવિત કરતા-કરતા ગ્રામાનુગ્રામ જતા સુખપૂર્વક વિચરણ કરતા કરતા જ્યાં હસ્તિકલ્પનગર હતું. ત્યાં પહોંચ્યા, પહોંચીને હસ્તિકલ્પ નગરની બહાર સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
ત્યારપછી યુધિષ્ઠિર સિવાય બાકીના ચાર અણગાર માસક્ષમણને પારણે પહેલી પોરિસીમાં સ્વાધ્યાય કરતા હતા, બીજી પોરિસીમાં ધ્યાન કરતા હતા. એ જ પ્રમાણે શેષ વર્ણન ગૌતમસ્વામી અનુસાર જાણવું. ફર્ક માત્ર એટલો કે તેઓ યુધિષ્ઠિર અણગારને પૂછતા હતા – યાવત્ – પરિભ્રમણ કરતા–કરતા ઘણાં લોકો પાસેથી સાંભળ્યું કે, હે દેવાનુપ્રિયો ! અહંતુ અરિષ્ટનેમિ ભગવંત ઉયંત પર્વતના શિખર પર એક માસના નિર્જલ ઉપવાસ કરીને પ૩૬ અણગારોની સાથે કાળધર્મને પ્રાપ્ત થયા છે – યાવત્ – સર્વ દુઃખોનો ક્ષય કરીને મુક્ત થયા છે. ૦ પાંડવોનું નિર્વાણ અને દ્રૌપદીની દેવગતિ :
ત્યારે યુધિષ્ઠિર સિવાયના તે ચારે અણગાર ઘણાં જ વ્યક્તિઓના મુખેથી આ સમાચારને સાંભળીને અને હૃદયમાં અવધારીને હસ્તિકલ્પ નગરથી બહાર નીકળ્યા, નીકળીને જ્યાં સહસ્ત્રાપ્રવન હતું, જ્યાં યુધિષ્ઠિર અણગાર હતા, ત્યાં આવ્યા. આવીને ભક્ત–પાનની પ્રત્યુપેક્ષણા કરી, પ્રત્યુપેક્ષણા કરી ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું. પ્રતિક્રમણ કરીને એષણીય–અષણીયની આલોચના કરી. આલોચના કરીને ભોજન-પાન (યુધિષ્ઠિર અણગારને દેખાડ્યો. દેખાડીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! અહંતુ અરિષ્ટનેમિ ભગવંત ઉજ્જયંતગિરિના શિખર પર એક માસના નિર્જલ ઉપવાસ કરીને ૫૩૬ અણગારો સહિત કાળધર્મ પામ્યા છે.
– તેથી હે દેવાનુપ્રિય આપણે માટે એ શ્રેયસ્કર છે કે, આ વૃત્તાંત સાંભળ્યા પહેલા ગ્રહણ કરેલા ભોજન પાણીને પાઠવીને ધીમે ધીમે શત્રુંજય પર્વત પર ચઢીને સંખનાપૂર્વક ઝોષણા કરીને અને કાળ (મરણ)ની આકાંક્ષા ન કરતા વિચરણ કરીએ. એ પ્રમાણે કહીને એકબીજા સાથે આ કથનનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને તે પૂર્વગૃહીત ભોજનપા ને એકાંત સ્થાને પરઠવી દીધા. પરઠવીને જ્યાં શત્રુંજય પર્વત હતો, ત્યાં આવ્યા. આવીને ધીમેધીમે શત્રુંજય પર્વત પર ચઢ્યા. ચઢીને સંલેખનાપૂર્વક, ઝોષણા કરીને અને મરણની આકાંક્ષા ન કરતા વિચારવા લાગ્યા.