________________
૨૮૪
આગમ કથાનુયોગ-૪
હે દેવાનુપ્રિયો ! જેમ તમને સુખ થાય તેમ કરો.
ત્યારપછી પાંચે પાંડવ જ્યાં પોતાનું આવાસગૃહ હતું, ત્યાં આવ્યા. આવીને દ્રૌપદીદેવીને બોલાવ્યા, બોલાવીને તેણીને કહ્યું, હે દેવાનુપ્રિયે ! અમે લોકોએ સ્થવિર ભગવંતની પાસે ધર્મશ્રવણ કરેલ છે – યાવત્ – અમે પ્રવજ્યા ગ્રહણ કરવા ઇચ્છીએ છીએ. દેવાનુપ્રિયે ! તારે શું કરવું છે?
ત્યારે દ્રૌપદીએ તે પાંચે પાંડવોને કહ્યું, હે દેવાનુપ્રિયો ! જો તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને પ્રવજ્યા ગ્રહણ કરી રહ્યા છો, તો મારે બીજુ કોણ અવલંબન કે આધાર કે પ્રતિબંધ છે? તેથી હું પણ સંસારમયથી ઉદ્વિગ્ન થઈને આપ દેવાનુપ્રિયોની સાથે દીક્ષા અંગીકાર કરીશ.
ત્યારપછી તે પાંચ પાંડવોએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી પાંડુસેનકુમારના રાજ્યાભિષેકને માટે મહાનું અર્થ–ગુણ સંપન્ન, મહાર્ણ અને શ્રેષ્ઠ પુરુષોને યોગ્ય રાજ્યાભિષેકની સામગ્રી ઉપસ્થિત કરો. પછી પાંડુસેનનો અભિષેક કર્યો – યાવત્ – પાંડુસેન રાજા થઈ ગયો – યાવતું – તે રાજ્યનું પાલન કરતો વિચરવા લાગ્યો.
ત્યારપછી કોઈ એક સમયે પાંચ પાંડવો અને દ્રૌપદીદેવીએ પાંડુસેન રાજાને પૂછયું. ત્યારે પાંડુસેન રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને તેમને કહ્યું –
હે દેવાનુપ્રિયો ! જલ્દીથી નિષ્ક્રમણાભિષેકની સામગ્રી લાવો – યાવત્ – પુરુષ સહસ્ત્રવાહિની શિબિકા ઉપસ્થિત કરો – યાવત્ – તેઓ શિબિકાથી નીચે ઉતર્યા. ઉતરીને
જ્યાં સ્થવિર ભગવંત બિરાજમાન હતા, ત્યાં આવ્યા. આવીને સ્થવિર ભગવંતની ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન—નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને નિવેદન કર્યું – હે ભદત ! આ સંસાર આદીત છે, સળગી રહ્યો છે ઇત્યાદિ – થાવત્ – પાંચે પાંડવો શ્રમણ થઈ ગયા. ચૌદ પૂર્વનું અધ્યયન કર્યું. કરીને ઘણાં વર્ષોપર્વત છઠ, અઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, માસક્ષમણ, અર્ધમાસ ક્ષમણ આદિ તપકર્મથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. ૦ ભ.અરિષ્ટનેમિના નિર્વાણના સમાચાર :
તે કાળે, તે સમયે અહંત અરિષ્ટનેમિ જ્યાં સૌરાષ્ટ્ર જનપદ હતું. ત્યાં પધાર્યા, પધારીને સુરાષ્ટ્ર જનપદમાં સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. તે સમયે ઘણાં લોકો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા, બોલવા લાગ્યા, પ્રજ્ઞાપના કરવા લાગ્યા, પ્રરૂપણા કરવા લાગ્યા કે, હે દેવાનુપ્રિયો ! અહંતુ અરિષ્ટનેમિ સુરાષ્ટ્ર જનપદમાં વિચરી રહ્યા છે.
ત્યારે યુધિષ્ઠિર આદિ તે પાંચે અણગારોએ અનેક વ્યક્તિઓ પાસે આ વ્રત્તાંતને સાંભળ્યો. સાંભળીને એકબીજાને બોલાવ્યા અને બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિયો ! અતુ અરિષ્ટનેમિ પૂર્વાનુપૂર્વી ક્રમથી ગમન કરતા-કરતા અને ગ્રામાનુગ્રામ વિચરણ કરતા તેમજ સુખપૂર્વક વિહાર કરતા-કરતા સુરાષ્ટ્ર જનપદમાં સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા રહ્યા છે. તો સ્થવિર ભગવંતને પૂછીને અર્હત્ અરિષ્ટનેમિની વંદના કરવાને