________________
૨૮૨
આગમ કથાનુયોગ-૪
થાવત્ – દાંતોને કચકચાવતો, લલાટ પર ત્રણ સળ પાડી અને ભ્રકુટી ખેંચીને બોલ્યા
અહો ! જ્યારે મેં બે લાખ યોજન વિસ્તીર્ણ લવણસમુદ્રને પાર કરી પદ્મનાભને હત, મથિત, ધાતિતપ્રવરવીર, પતિત ચિન્હ ધ્વજાપતાકા, કંઠગત પ્રાણોવાળા કરીને અહીં–તહીં દિશા–વિદિશામાં ભગાડી અપરકંકાને ધ્વસ્ત કરી દીધી અને પોતાના હાથે મેં દ્રૌપદીને લાવીને તેમને સોંપી, ત્યારે તમને મારું માહાભ્ય માલુમ ન પડ્યું. હવે તમે મારું માહાસ્ય જાણશો.
( આ પ્રમાણે કહીને તેઓએ એક લોઢાનો દંડ હાથમાં લીધો, હાથમાં લઈને પાંચે પાંડવોના રથના ચૂરેચૂરા કરી નાંખ્યા. રથનો ચૂરો કરી દઈને પાંચ પાંડવોને દેશનિકાલની આજ્ઞા આપી. ત્યારપછી તે સ્થાને મર્દન નામના કોટની સ્થાપના કરી.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવ જ્યાં પોતાની છાવણી હતી, ત્યાં આવ્યા અને ત્યાં આવીને પોતાની સેનાને મળ્યા. પછી કૃષ્ણ વાસુદેવ જ્યાં દ્વારિકા નગરી હતી ત્યાં આવ્યા, આવીને નગરીમાં પ્રવેશ કર્યો.
ત્યારપછી તે પાંચે પાંડવો જ્યાં હસ્તિનાપુર નગર હતું, ત્યાં આવ્યા. આવીને જ્યાં પાંડુરાજા હતા, તેમની પાસે પહોંચ્યા અને પહોંચીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને બોલ્યા, હે તાત ! વાત એમ છે કે કૃષ્ણ અમને દેશનિકાલની આજ્ઞા આપેલી છે.
ત્યારે પાંડુરાજાએ તે પાંચે પાંડવોને પૂછ્યું, હે પુત્રો ! કયા કારણે કૃષ્ણ વાસુદેવે તમને દેશનિકાલની આજ્ઞા આપી છે ? ત્યારે તે પાંચ પાંડવોએ પાંડુરાજાને એમ કહ્યું, હે તાત! જ્યારે અમે લોકો અપરકંકાથી પાછા આવતા હતા અને બે લાખ યોજન વિસ્તીર્ણ લવણસમુદ્રને પાર કર્યો ત્યારે કૃષ્ણ વાસુદેવે અમને કહ્યું, હે દેવાનુપ્રયો! તમે લોકો જાઓ અને ગંગા મહાનદી ઉતરો ત્યાં સુધી હું લવણાધિપતિ સુસ્થિત દેવને મળી લઉં અને ત્યાં – થાવત્ – મારી પ્રતીક્ષા કરતા રહેજો.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવ લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત દેવને મળીને જ્યાં ગંગા મહાનદી હતી, ત્યાં આવ્યા. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું માત્ર કૃષ્ણ મનમાં જે વિચાર આવ્યો તે કહેવો નહીં – યાવત્ – કુપિત થઈને અમે દેશનિકાલની આજ્ઞા આપી.
ત્યારે પાંડુરાજાએ પાંચે પાંડવોને કહ્યું, હે પુત્રો ! તમે કૃષ્ણ વાસુદેવનું અનિષ્ટ કરીને ઘણું મોટું કાર્ય કરેલ છે ત્યારપછી પાંડુરાજાએ કુંતીદેવીને બોલાવ્યા અને કહ્યું
હે દેવાનુપ્રિયા ! તું તારાવતી નગરી જા અને કૃષ્ણ વાસુદેવને નિવેદન કર કે, હે દેવાનુપ્રિય ! આપે પાંડવોને દેશનિકાલની આજ્ઞા આપી છે, પરંતુ આપ દેવાનુપ્રિય તો સમગ્ર દક્ષિણાર્ધ ભારતના સ્વામી છો. તેથી હે દેવાનુપ્રિય ! આપ જ આજ્ઞા કરો કે તે પાંચ પાંડવો કયા દેશમાં કે કઈ દિશામાં જાય ?
ત્યારે પાંડુરાજાના આ કથનને સાંભળી કુંતી હાથીના સ્કંધ પર આરૂઢ થઈ, આરૂઢ થઈને દ્વારિકા પહોંચી. શેષ વર્ણન પહેલાં કહ્યા મુજબ જાણવું – યાવત્ – હે પિતૃભગિની (ફોઈ) આજ્ઞા આપો. કયા પ્રયોજનથી આપ પધાર્યા છો ?
ત્યારે કુંતીદેવીએ કૃષ્ણ વાસુદેવને કહ્યું, હે પુત્ર ! વાત એમ છે કે, તમે પાંચે