________________
૨૮૦
આગમ કથાનુયોગ-૪
વાસુદેવને જુએ. તો પણ તું લવણસમુદ્રના મધ્યભાગમાંથી જતા એવા કૃષ્ણ વાસુદેવની શ્વેત અને પીતધ્વજાના અગ્રભાગને જોઈ શકીશ.
ત્યારપછી તે કપિલ વાસુદેવે મુનિસુવ્રત અહંતને વંદન–નમસ્કાર કર્યા, વંદન– નમસ્કાર કરીને હાથીના સ્કંધ પર આરૂઢ થયો, આરૂઢ થઈને શીઘ, ત્વરિત, ચપળ, પ્રચંડ વેગથી ત્યાં આવ્યો. ત્યાં આવીને લવણસમુદ્રના મધ્યભાગમાંથી ગમન કરતા કૃષ્ણ વાસુદેવની ત–પીત ધ્વજાના અગ્રભાગને જોયો. જોઈને કહ્યું, આ મારા સમાન પુરુષોત્તમ કૃષ્ણ વાસુદેવ લવણસમુદ્રની વચ્ચોવચ્ચ થઈને જઈ રહ્યો છે – આ પ્રમાણે કહીને પાંચજન્ય શંખ હાથમાં લીધો અને હાથમાં લઈને વગાડ્યો.
ત્યારે કૃષ્ણ વાસુદેવ કપિલ વાસુદેવના શંખનો ધ્વનિ સાંભળ્યો. સાંભળીને પાંચજન્ય શંખને હાથમાં લીધો. લઈને વગાડ્યો. ત્યારે બંને વાસુદેવોએ શંખ શબ્દની સામાચારી કરી. (બંને શંખનાદ થકી મળ્યા). ૦ કપિલ દ્વારા પદ્મનાભને દેશનિકાલ :
ત્યારપછી કપિલ વાસુદેવ જ્યાં અપરકંકા રાજધાની હતી, ત્યાં આવ્યો. ત્યાં આવીને અપરકંકા રાજધાનીના પૂર્ણરૂપે ધ્વસ્ત પ્રાકાર, ગોપુર, અટ્ટાલિકા, ચારિક, તોરણ, આસન અને શ્રેષ્ઠ ભવન, શ્રીગૃહ આદિને સડસડાટ જમીન પર પડેલા જોયા. જોઈને પદ્મનાભને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! આ અપરકંકા રાજધાની ભગ્ન પ્રાકાર, ગોપુર, અટ્ટાલિકા, ચારિક, તોરણ, આસન, શ્રેષ્ઠ ભવન, શ્રીગૃહ આદિ સડસડાટ કરતાં જમીન પર પડેલા છે. આવું કેમ થયું ?
ત્યારે પદ્મનાભ રાજાએ કપિલ વાસુદેવને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! જંબૂદ્વીપ નામના હીપના ભરતક્ષેત્રથી કૃષ્ણ વાસુદેવ અહીં જલદી આવી આપનો પરાભવ કરવાને અપરકંકા રાજધાનીના ગોપુર, અટ્ટાલક, ચારિક, તોરણ, આસન, શ્રેષ્ઠ ભવન, શ્રીગૃહ આદિને ધ્વસ્ત કરીને સડસડાટ ધ્વનિપૂર્વક જમીન પર પાડી દીધા.
ત્યારે કપિલ વાસુદેવ પદ્મનાભના આ ઉત્તરને સાંભળીને બોલ્યા, અરે ઓ પદ્મનાભ! અપ્રાર્થિતની પ્રાર્થના કરનારા ! તપ્રાંત લક્ષણ! અભાગીયા ! ચૌદશીયા ! શ્રી, હી, ધૃતિ, કીર્તિથી પરિવર્જિત ! શું તું નથી જાણતો કે, તે મારા સમાન પુરુષ કૃષ્ણ વાસુદેવનું અનિષ્ટ કરેલ છે ? અને ક્રોધિત, રુઝ, કુપિત અને ચંડિકાવત્ થઈ દાંતોને કચકચાવી, કપાળ પર ત્રણ વળ ચઢાવી, ભ્રકુટિ ખેંચીને પદ્મનાભને દેશનિકાલની આજ્ઞા આપી અને પદ્મનાભના પુત્રનો અપરકંકા રાજધાનીમાં મહાનું રાજ્યાભિષેક વડે અભિષેક કર્યો. અભિષેક કરીને જે દિશામાંથી આવ્યો હતો, તે જ દિશામાં પાછો ચાલ્યો ગયો. ૦ પાંડવે કૃષ્ણની પરીક્ષા કરવા હોળી સંતાડી :
ત્યારપછી કૃષ્ણ વાસુદેવ લવણસમુદ્રના મધ્ય ભાગમાંથી ચાલતા-ચાલતા ગંગા મહાનદીની પાસે આવ્યા, ત્યારે તેણે પાંચ પાંડવોને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે લોકો જાઓ અને જ્યારે ગંગા મહાનદી ઉતરો – પાર કરો, ત્યાં સુધીમાં હું લવણસમુદ્રના અધિપતિ સુસ્થિતદેવને મળી લઉં.
ત્યારે તે પાંચે પાંડવો કૃષ્ણ વાસુદેવની આ વાતને સાંભળીને જ્યાં ગંગા મહાનદી